Rudra - The Edge of Darkness: અજય દેવગને ડિજિટલ ડેબ્યૂની કરી જાહેરાત, ટીઝર જોઈ ક્રેઝી થયા ફેન્સ

અજય દેવગન  (Ajay Devgn) હવે ઓટીટીના પણ સિંઘમ બનવા જઈ રહ્યા છે. તેમણે પોતાની એક વેબ સિરીઝની જાહેરાત કરી છે. પ્રથમવાર તેના ફેન્સ તેમને ઓટીટી પ્લેટફોર્મ પર જોઈ શકશે. 

Rudra - The Edge of Darkness: અજય દેવગને ડિજિટલ ડેબ્યૂની કરી જાહેરાત, ટીઝર જોઈ ક્રેઝી થયા ફેન્સ

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેતા અજય દેવગન (Ajay Devgn) એ સોશિયલ મીડિયા પર ડિજિટલ ડેબ્યૂ કરવાની જાણકારી આપી છે. એટલું જ નહીં તેમણે પોતાની પ્રથમ વેબ સિરીઝનું ટીઝર પણ રિલીઝ કર્યુ છે. અજય દેવગને વેબ સિરીઝ 'રૂદ્રા- ધ એઝ ઓફ ડાર્કનેસ (Rudra – The Edge of Darkness)' થી ઓટીટી દુનિયામાં પગ મુક્યો છે. 

વેબ સિરીઝ 'રૂદ્રા- ધ એઝ ઓફ ડાર્કનેસ (Rudra – The Edge of Darkness)' ના ટીઝરમાં અજય દેવગનના લુકને દેખાડવામાં આવ્યો છે. તેની શરૂઆત અંધારામાં અજય દેવગનના પડછાયાથી થાય છે અને ધીમે ધીમે અભિનેતાનો ચહેરો જોવા મળે છે. આ દરમિયાન અજય દેવગન ઘણા પ્રકારના ઇન્ટેન્સ લુક દેખાડે છે. ટીઝરમાં જોઈ શકાય કે તેની પાછળ એક પુલ જોવા મળી રહ્યો છે જે લાઇટ્સથી જગમગે છે. 

વેબ સિરીઝ વિશે જાણકારી આપતા તેમણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યુ- જાહેરાત કરતા ખુશી થઈ રહી છે કે આ વર્ષની ક્રાઇમ થ્રિલર હોટસ્ટાર સ્પેશિયલ- 'રૂદ્રા- ધ એઝ ઓફ ડાર્કનેસ (Rudra – The Edge of Darkness)' આવી રહી છે. આ ખુબ ધાંસૂ થવાની છે. આ સાથે તેમણે આંખ મારતી ઇમોજી પણ સામેલ કરી છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ajay Devgn (@ajaydevgn)

બ્રિટિશ સિરીઝની હિન્દી રીમેક
મહત્વનું છે કે આ સિરીઝનું શૂટિંગ મુંબઈના આઇકોનિક સ્થળો પર થશે અને અજય દેવગન તેમાં પોલીસ ઓફિસરના અવતારમાં જોવા મળશે. ડિજિટલ પ્લેટફોર્મ પર આ અજય દેવગનની ગ્રાન્ડ એન્ટ્રી છે. આ વેબ સિરીઝ બ્રિટિશ સિરીઝ લૂથરની હિન્દી રીમેક છે. લૂથરને વિશ્વભરમાં ખુબ પસંદ કરવામાં આવી હતી. 

અજય દેવગનનું એક્સાઇટમેન્ટ
વેબ સિરીઝને અપ્લોજ એન્ટરટેઈનમેન્ટ અને બીબીસી સ્ટૂડિયો ઈન્ડિયાની સાથે પ્રોડ્યૂસ કરી રહ્યું છે. અજય દેવગનનું આ સિરીઝ વિશે કહેવુ છે કે તે ખુબ ઉત્સાહી છે. તે હંમેશા સારી અને યૂનિક સ્ટોરી પર કામ કરવાનો પ્રયાસ કરે છે. તેમણે કહ્યું કે, આ સિરીઝમાં તેમની ભૂમિકા રસપ્રદ, કોમ્પ્લેક્સ અને ડાર્ક છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news