Rakesh Jhunjhunwala death: ટાઈટને બનાવ્યા બિગબુલ, ટાટાને આપી ટક્કર; આવું હતું રાકેશ ઝુનઝુનવાલાનું વ્યક્તિત્વ
Rakesh Jhunjhunwala passes away: ભારતના વોરેન બફેટના નામથી જાણીતા દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાનું નિધન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા.
Trending Photos
Rakesh Jhunjhunwala death: આજનો દિવસ વેપાર અને વેપાર જગત માટે તે સમયે એક ખરાબ સમાચાર લઈને આવ્યો છે. જ્યારે દેશના દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાના અવસાનના સમાચાર સામે આવ્યા. શેર બજારમાં બિગબુલ અને ભારતના વોરેન બફેટ જેવા નામથી જાણીતા વ્યક્તિના નિધનના સમાચારથી વેપાર જગતમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
રાકેશ ઝુનઝુનવાલાની સફર
આજના દોરમાં કરોડો રોકાણકારો તેમને ફોલો કરી રહ્યા હતા. કહેવામાં આવે છે કે, તેમના સ્પર્શતાની સાથે જ શેર ઉછળવા લાગે છે. તમને જણાવી દઈએ કે, ઝુનઝુનવાલાએ માત્ર પાંચ હજાર રૂપિયાથી શરે માર્કેટમાં પગ મુક્યો હતો અને આજે તેમની નેટવર્થ લગભગ 40 હજાર કરોડ રૂપિયા હતા. આવો નજર કરી તેમના જીવન સફર પર...
સફળતાની કહાની
રાકેશ ઝુનઝુનવાલાનો જન્મ 5 જુલાઈ 1960 ના મુંબઇમાં થયો હતો. ઝુનઝુનવાલા ભારતના સૌથી સફળ રોકાણકારોમાંથી એક હતા. માત્ર 5000 રૂપિયાથી શરે માર્કેટમાં પગ મુકનાર રાકેશ ઝુનઝુનવાલાની ગણતરી દેશના ટોપ ધનિકોની લિસ્ટામાં કરવામાં આવતી હતી. તેમની સફળતાની કહાની કોઈ પરીકથા જેવી છે.
પિતાએ દેખાળ્યો માર્ગ
તેમના પિતા ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં અધિકારી અને શેર માર્કેટમાં રોકાણ કરતા હતા. ત્યારથી રાકેશ ઝુનઝુનવાલાને શેર બજારમાં પૈસા લગાવવાનો ચસ્કો લાગ્યો હતો. રાકેશ ઝુનઝુનવાલાએ કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યા બાદ 1985 માં ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયામાંથી સીએનો કોર્સ કર્યો હતો. ત્યારબાદ તેમણે શેર બજારમાં જવાની ઇચ્છા વ્યક્ત કરી પરંતુ તેમના પિતા તેના માટે તેમને પૈસા આપવાથી ઇન્કાર કર્યો હતો. તેમણે કહ્યું કે, પહેલા જાતે પૈસા કમાઓ અને પછી શેરબજારમાં ઉતરો.
શેર બજારમાં પહેલું પગલું
રાકેશ ઝુનઝુનવાલાએ પ્રથમ વખત 1985 માં શેર બજારમાં પગ મુક્યો હતો. તેમણે 5 હજાર રૂપિયાનું રોકાણ કર્યું અને 1986 માં તેમણે પહેલો નફોની કમાણી કરી. તેમણે ટાટા ટીના શેર 43 રૂપિયાના ભાવ પર ખરીદ્યા અને ત્રણ મહિના બાદ 143 રૂપિયા પ્રતિ શેરના ભાવથી વેચી દીધા. ત્યારબાદ તેમણે પાછળ ફરીને જોયું નથી. વર્ષ 1986 થી 1989 વચ્ચે તેમણે બેથી અઢી કરોડ રૂપિયાનો નફો કમાયો. ત્યારબાદ તેમણે સેસા સ્ટારલિટ કંપનીને એક કરોડ રૂપિયાના ચાર લાખ શેર ખરીદ્યા અને આ રોકાણમાં તેમણે મોટો નફો કમાયો.
ટાઈટને બનાવ્યા બિગબુલ
વર્ષ 2003 માં રાકેશ ઝુનઝુનવાલાને ટાટા ગ્રુપની કંપની ટાઇટન કંપનીમાં રોકાણ કર્યું. કહેવામાં આવે છે કે આ એક શેરે તેમનું ભાગ્ય બદલી નાખ્યું હતું. તેમણે ત્રણ રૂપિયાના ભાવે 6 કરોડ શેર ખરીદ્યા. આજે પણ તેનો એક-એક શેર કિંમતી કહેવાય છે. આજે તેમના પોર્ટપોલિયોમાં ઘણી કંપનીના શેર સામેલ હતા. જેમાં SAIL, Tata Motors, Tata Communications, Lupin, TV18, DB Realty, Indian Hotels, Indiabulls Housing Finance, Federal Bank, Karur Vysya Bank, Escorts Limited, Titan Company જેવી કંપનીઓના સામેલ છે.
ટાટાને આપી ટક્કર
રાકેશ ઝુનઝુનવાલાએ તાજેતરમાં જ તેમની એરલાઈન અકાસા એર શરૂ કરી હતી. રસપ્રદ વાત એ છે કે ટાટા ગ્રુપના એક શેરે રાકેશ ઝુનઝુનવાલાનું ભાગ્ય બદલી નાખ્યું અને આજે તેઓ અકાસા એર દ્વારા તે જ ટાટા ગ્રુપને ટક્કર આપી રહ્યા હતા. ખરેખરમાં ટાટા ગ્રુપે તાજેતરમાં જ એર ઇન્ડિયાની કમાન સંભાળી હતી. એટલે અકાસા એરના આવવાથી ઝુનઝુનવાલાનો સીધો મુકાબલો ટાટા ગ્રુપથી થઈ રહ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે