શેરબજારે ફરી રચ્યો ઇતિહાસ, પહેલીવાર નિફ્ટી 11400ને પાર, સેંસેક્સ 37800ની નજીક
શરૂઆતી વેપારમાં બેકિંગ, ઓટો સહિત બધા શેરોમાં જોરદાર ખરીદારીથી સેંસેક્સમાં લગભગ 250 પોઇન્ટનો ઉછાળો આવ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: વૈશ્વિક બજારોમાંથી મળી રહેલા સકારાત્મક સંકેતોથી ઘરેલૂ શેર બજારે અઠવાડિયાની શરૂઆત રેકોર્ડ સ્તરથી કરી છે. એનએસઇના 50 શેરવાળા નિફ્ટી ઇંડેક્સ પહેલીવાર 11,400ના સ્તરને પાર કરી ગયો છે. તો બીજી તરફ સેંસેક્સે પણ નવા ઓલટાઇમ હાઇ બનાવ્યો. નિફ્ટી 41 પોઇન્ટના વધારા સાથે 11,402ના સ્તર પર ખૂલ્યો, જ્યારે સેંસેક્સે 159ના ઉછાળા સાથે 37,715ના સ્તર શરૂઆત કરી. શરૂઆતી વેપારમાં બેકિંગ, ઓટો સહિત બધા શેરોમાં જોરદાર ખરીદારીથી સેંસેક્સમાં લગભગ 250 પોઇન્ટનો ઉછાળો આવ્યો છે.
નિફ્ટીએ નવી ઉંચાઇઓ આંબી
- 06 ઓગસ્ટના રોજ નિફ્ટી પહેલીવાર 11,400ના સ્તરને પાર કરવામાં સફળ રહ્યો, નિફ્ટીએ 11,423.60નો ઓલટાઇમ હાઇ બનાવ્યો.
- 01 ઓગસ્ટના 2018ના રોજ નિફ્ટીએ 11,390.55ની નવી ઉંચાઇ પર પહોંચ્યો હતો.
- 31 જુલાઇના રોજ નિફ્ટી રેકોર્ડ નવા હાઇ 11,366ના સ્તર પર પહોંચ્યો હતો.
- 30 જુલાઇના રોજ નિફ્ટીએ પહેલીવાર 11,300ના સ્તરને પાર કર્યો હતો. નિફ્ટી 11,328.10ના ઓલટાઇમ હાઇ સ્તર પર પહોંચ્યો હતો.
- 27 જુલાઇના રોજ નિફ્ટીએ પહેલીવાર 11,200ના સ્તરને પાર કર્યો હતો. નિફ્ટી 11,283.40નો રેકોર્ડ હાઇ સ્તર બનાવ્યો હતો.
- 26 જુલાઇના રોજ નિફ્ટીએ 11,185.85નો હાઇ બનાવ્યો હતો.
- આ પહેલાં 29 જાન્યુઆરી 2018ના રોજ નિફ્ટીએ 11,171.55નો હાઇ બનાવ્યો હતો.
સેંસેક્સે બનાવ્યો નવો રેકોર્ડ હાઇ
- 06 ઓગસ્ટે સેંસેક્સે 37792.71નો ઓલટાઇમ હાઇ બનાવ્યો.
- 01 ઓગસ્ટના રોજ સેંસેક્સે 37,711.87ના સ્તર સુધી પહોંચ્યો હતો.
- 31 જુલાઇના રોજ સેંસેક્સ 37,644.59ના રેકોર્ડનો નવો હાઇ બનાવ્યો હતો.
- 27 જુલાઇના રોજ સેંસેક્સ 37368.62ના રેકોર્ડ સ્તર પહોંચ્યો હતો.
- 26 જુલાઇના રોજ સેંસેક્સે પહેલીવાર 37000ના સ્તરને પાર કરતાં 37,061.62નો હાઇ બનાવ્યો હતો.
- 25 જુલાઇના રોજ સેંસેક્સે 36947.18નો હાઇ બનાવ્યો.
- 24 જુલાઇના રોજ સેંસેક્સ 36902.06ના સ્તર સુધી ગયો.
- 24 જુલાઇના રોજ સેંસેક્સે 36749.69નો રેકોર્ડ સ્તર બનાવ્યો.
મિડકેપ-સ્મોલકેપમાં તેજી
બજારની તેજીમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ખરીદારી જોવા મળી રહી છે. બીએસઇ મિડકેપ ઇંડેક્સ 0.5 ટકાથી વધુ ચઢ્યો હતો, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઇંડેક્સમાં પણ 0.5 ટકાથી વધુ વધારો નોંધવામાં આવ્યો છે. બીએસઇના સ્મોલકેપ ઇંડેક્સ 0.6 ટકા સુધી ઉછળ્યો હતો.
232 પોઇન્ટ ઉછળ્યો સેંસેક્સ
હાલ બીએસઇના 30 શેરોવાળા મુખ ઇંડેક્સ સેંસેક્સ 232 પોઇન્ટ એટલે કે 0.6 ટકાની મજબૂતી સાથે 37,789ના સ્તર પર ટ્રેંડ કરી રહ્યો છે. તો બીજી તરફ એનએસઇના 50 શેરોવાળા મુખ્ય ઇંડેક્સ નિફ્ટી 60 પોઇન્ટ એટલે કે 0.5 ટકા સુધી ઉછળીને 11,420ના સ્તર પર ટ્રેંડ કરી રહ્યો છે.
4 પૈસા મજબૂત બન્યો રૂપિયો
અઠવાડિયાના પહેલાં બિઝનેસ દિવસ સોમવારે રૂપિયાની પણ મજબૂત શરૂઆત થઇ. ડોલરના મુકાબલે રૂપિયો 4 પૈસાના વધારા સાથે 68.57ના સ્તર પર ખુલ્યો, તો બીજી તરફ ડોલરના મુકાબલે રૂપિયામાં તેજી જોવા મળી. ડોલરના મુકાબલે રૂપિયો 9 પૈસાના વધારા સાથે 68.61 પર બંધ થયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે