Gold વેચતા પહેલા ખાસ જાણો ટેક્સ વિશેની આ ઉપયોગી માહિતી, નહીં તો પસ્તાશો
Trending Photos
નવી દિલ્હી: સોના (Gold) ના દાગીના અંગે ભારતીય પરિવારો ખુબ ભાવુક હોય છે. મોટાભાગના લોકોને સોનાના દાગીના પોતાના માતા પિતાના વારસામાં મળ્યા હોય છે. લોહીના સંબંધોમાં જો કોઈ ગોલ્ડ ગિફ્ટ કરે તો તેના પર તમારે કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી પરંતુ એ જ સોનાના દાગીના તમે વેચવા જશો તો તમારે ટેક્સ ચૂકવવો પડે છે.
કોરોના સંકટ સમયે અનેક લોકોએ પોતાના આ જ સોનાને વેચીને ગુજરાત ચલાવ્યું હોવાના દાખલા પણ જોવા મળ્યા છે. અનેક લોકોએ સોનું જ્યારે 56000ની ઊંચાઈએ પહોંચ્યું તો વેચીને ખુબ નફો પણ કર્યો. પણ સોનું વેચવામાં તમારે એ જરૂર જાણવું જોઈએ કે જો તમે બજારમાં સોનું વેચવા જશો તો તમારે કેટલો ટેક્સ ચૂકવવો પડે છે.
ગોલ્ડ પર ટેક્સ અંગે આ જાણકારી હોવી જરૂરી
ટેક્સના નિયમો મુજબ પહેલા એ જોવામાં આવે છે કે જો તમને કોઈએ ગોલ્ડ ગિફ્ટ કર્યું છે કે પછી તે વારસામાં મળ્યું છે. જો વારસામાં મળ્યું હોય તો તમારે પાસે ક્યારથી છે અને તે સમયે ગોલ્ડનો ભાવ શું હતો. પછી ગોલ્ડ વેચવા પર થનારા ફાયદાની ગણતરી થાય છે. ત્યારબાદ જેટલો પણ ફાયદો જોવા મળે તે પ્રમાણે ટેક્સ લાગે છે.
આથી તમે પણ આ રીત બરાબર સમજી લો જેથી કરીને ટેક્સને લઈને કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ સામે ઝઝૂમવું ન પડે. જ્યારે તમે બજારમાં ગોલ્ડ જ્વેલરી કે ગોલ્ડ બાર વેચવા જાઓ છો તો તમારે બે પ્રકારના ટેક્સનો સામનો કરવો પડે છે. ગોલ્ડ પર બે પ્રકારના ટેક્સ લાગે છે.
શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન્સ (STCG) ટેક્સ
જો તમે સોનું તેની ખરીદીના ત્રણ વર્ષની અંદર વેચો તો તમારે શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન્સ ચૂકવવું પડે છે. એટલે કે ગોલ્ડ વેચીને તમે જેટલો પણ ફાયદો કર્યો તેના પર તમારે ઈન્કમ ટેક્સ સ્લેબ પ્રમાણે (STCG) ટેક્સ ચૂકવવો પડે. જેમાં તમે સોનાની વેચાણ વેલ્યુમાંથી ખરીદ વેલ્યુને ઘટાડી દો. હવે જે અમાઉન્ટ આવશે તે તમારી STCG કહેવાશે. આ અમાઉન્ટ તમારી આવકમાં જોડાશે. ત્યારબાદ તમે ઈન્કમ ટેક્સના જે સ્લેબમાં આવશો તે પ્રમાણે ટેક્સ લગાવવામાં આવશે.
લોંગ ટર્મ કેપિટલ ગેઈન્સ (LTCG) ટેક્સ
જો તમે ગોલ્ડ ખરીદો અને 3 વર્ષ બાદ વેચો તો તમારે સોનાના વેચાણ પર જે પણ નફો થયો તેના પર લોંગ ટર્મ કેપિટલ ગેઈન્સ ટેક્સ ચૂકવવો પડે છે. સોનાને વેચવા પર થયેલા લોંગ ટર્મ કેપિટલ ગેઈન્સ પર 20 ટકા ટેક્સ લાગે છે. LTCGમાં તમારે ઈન્ડેક્સેશન ( indexation)નો ફાયદો મળે છે. જે હેઠળ તમે તમારા ગોલ્ડના વેચાણ મૂલ્યામાં ગોલ્ડની ખરીદીની ઈન્ડેક્સ કોસ્ટ ઘટાડી દો છો.
જાણો કેવી રીતે નીકળશે ગોલ્ડની ખરીદીનો રેટ
સોનું 1 એપ્રિલ 2001 અગાઉ વારસામાં કે ભેટમાં મળ્યું છે તો તમે 1 એપ્રિલ 2001 સુધીના સોનાના ફેર માર્કેટ વેલ્યૂ (FMV) કે ખરીદ રેટ પ્રમાણે તેની વેલ્યુ કાઢી શકો છો. જો 1 એપ્રિલ 2001 બાદ તમને વારસામાં મળ્યું છે તો તમારે ખરીદ રેટ પર જ તેની ગણતરી કરવી પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે