હોમ-ઓટો લેનારાઓને આજે મળશે મોટી રાહત, RBI કરી શકે છે વ્યાજદરમાં ઘટાડાની જાહેરાત
તમને જણાવી દઇએ કે ઓગસ્ટમાં કરવામાં આવેલી 0.35 ટકાના ઘટાડા બાદ રેપો રેટ (repo rate) હાલમાં 5.40 ટકા છે. આશા વ્યકત કરવામાં આવી રહી છે કે આરબીઆઇ રેપો રેટને 5.25 ટકા કરી શકે છે.
Trending Photos
નવી દિલ્હી: મોદી સરકાર(Modi Govt) અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે સતત મોટા પગલાં ભરી રહી છે. એવામાં આજે ભારતીય રિઝર્વ બેંક (Reserve Bank of India) નાણાકીય નીતિ સમીક્ષાના પરિણામોની જાહેરાત કરશે. કહેવામાં આવી રહ્યું છે કે આરબીઆઇ આજે ફરી એકવાર વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત કરી શકે છે. સેન્ટ્રલ બેંકની આ ઘોષણાથી હોમ લોન અને ઓટો લોનવાળાને મોટી રાહત મળશે. તમને જણાવી દઇએ કે ઓગસ્ટમાં કરવામાં આવેલી 0.35 ટકાના ઘટાડા બાદ રેપો રેટ (repo rate) હાલમાં 5.40 ટકા છે. આશા વ્યકત કરવામાં આવી રહી છે કે આરબીઆઇ રેપો રેટને 5.25 ટકા કરી શકે છે. તમને જણાવી દઇએ કે આઇબીઆઇ સવારે 11 વાગે ક્રેડિટ પોલીસ જાહેર કરી શકે છે.
જોકે ભારતીય રિઝર્વ બેંક (Reserve Bank) ની નાણાકીય નીતિ સમીક્ષા (MPC)ની ત્રણ દિવસીય ચાલી રહી છે. આજે આ બેઠકનો અંતિમ દિવસ છે અને આજે આરબીઆઇ નાણાકીય નીતિ સમીક્ષાના પરિણામોની જાહેરાત કરશે. આમ તો રિઝર્વ બેંક પાસેથી 1 ઓક્ટોબરથી પોતાના બધા દેવાને રેપો રેટ સાથે જોડવા માટે કહ્યું છે. તેનાથી રિઝર્વ બેંક દ્વારા વ્યાજ દરમાં ઘટાડાનો લાભ સીધો બેંકો દ્વારા કોઇપણ પ્રકારની લોન લેનારને મળશે.
રિઝર્વ બેંકના ગર્વનર (RBI Governor) શક્તિકાંત દાસ (Shaktikanta Das) પહેલાં જ સંકેત આપી ચૂક્યા છે કે ફૂગાવો અનુકૂળ દાયરામાં રહેવાથી નીતિ દરમાં નરમાઇની વધુ સંભાવના બને છે. ઉલ્લેખનીય છે કે એમપીસીની 6 સભ્યોની સમિતિની 3 દિવસની બેઠક 1 ઓક્તોબરથી શરૂ થઇ હતી. 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિની રજા હોવાના લીધે આ બેઠક થઇ શકી ન હતી. એટલા માટે ગુરૂવારે આ બેઠકનો બીજો દિવસ છે. આજે બેઠકના પરિણામોની જાહેરાત કરવામાં આવશે. રિઝર્વ બેંક આ વર્ષે સતત 4 વાર રેપો રેટમાં 1.10 ટકાનો ઘટાડો કરી ચૂકી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે