Bloomberg Billionaires Index: વિશ્વના ધનીકોમાં ઘટી ગયો અદાણી-અંબાણીનો દબદબો, જાણો નવી રેન્કિંગ
Bloomberg Billionaires Index અદાણી ગ્રુપને લઈને હિંડનબર્ગના રિપોર્ટ બાદ ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની સંપત્તિમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં તેમને 20.8 અબજ ડોલરનું નુકસાન થયું છે.
Trending Photos
નવી દિલ્હીઃ Bloomberg Billionaires Index: 2023 ભારત અને એશિયાના બે સૌથી ધનીક ઉદ્યોગપતિ ગૌતમ અદાણી (Gautam Adani)અને મુકેશ અંબાણી (Mukesh Ambani)માટે મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે. બંને દિગ્ગજ કારોબારીઓની સંપત્તિમાં ઘટાડો જોવા મળ્યો છે. હિંડનબર્ગ રિસર્સ રિપોર્ટ (Hindenberg Research Report)આવ્યા બાદ અદાણીની સંપત્તિમાં અંબાણીના મુકાબલે વધુ ઘટાડો થયો છે.
ગૌતમ અદાણી હજુ એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ છે, પરંતુ હવે તેમની સંપત્તિ ઘટીને 100 અબજ ડોલરથી નીચે આવી ગઈ છે.
અદાણીની સંપત્તિમાં 27.9 અબજનો ઘટાડો
બ્લૂમબર્ગ બિલેનિયર ઇન્ડેક્સના લેટેસ્ટ આંકડા પ્રમાણે દુનિયાના ધનીકોની યાદીમાં 92.7 અબજ ડોલરની સંપત્તિ સાથે ગૌતમ અદાણી સાતમાં નંબરે પહોંચી ગયા છે. છેલ્લા 24 કલાકમાં તેમની સંપત્તિમાં 20.8 અબજ ડોલરનો ઘટાડો થયો છે અને 2023માં અત્યાર સુધી તેમને 27.9 અબજ ડોલરનું નુકસાન થઈ ગયું છે.
નોંધનીય છે કે હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રુપને લઈને રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો, ત્યારબાદ તેમની કંપનીઓના શેરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કાલના કારોબારી સત્રમાં અદાણી ટ્રાન્સમિશન 20 ટકા, અદાણી ગ્રીન એનર્જી 20 ટકા, અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ અને એસઈઝેડ 15.24 ટકા, અદાણી પાવર 5 ટકા અને અદાણી વિલ્મરમાં 5 ટકાનો ઘટાડો થયો હતો.
અંબાણી ટોપ-10માંથી થયા બહાર
મુકેશ અંબાણીની સંપત્તિમાં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં તેમની સંપત્તિ 1.52 અબજ ડોલર અને 2023માં અત્યાર સુધી 5.77 અબજ ડોલર ઘટી છે. હાલ દુનિયાના ધનવાનોની યાદીમાં 81.3 અબજ ડોલરની સંપત્તિ સાથે 13માં સ્થાને છે.
વિશ્વના ટોપ પાંચ ધનીક
- બર્નાર્ડ અરનોલ્ટ- 190 અબજ ડોલર
એલન મસ્ક- 167 અબજ ડોલક
જેફ બેઝોસ- 126 અબજ ડોલર
બિલ ગેટ્સ- 112 અબજ ડોલર
વોરેન બફેટ- 108 અબજ ડોલર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે