રોકેટ બની ગયો રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોને આ શેર, સ્ટોક ખરીદવા માટે લાગી લાઇન
ભારતીય શેર બજારના બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ આ શેરમાં એક દિવસમાં 100 રૂપિયા કરતા વધુનો વધારો થયો છે. લોકોમાં આ શેર ખરીદવા માટે હોડ મચી છે.
Trending Photos
નવી દિલ્હીઃ રાકેશ ઝુનઝુનવાલા સપોર્ટેડ ઓનલાઇન ગેમિંગ સ્ટોક નઝારા ટેક્નોલોજીઝના શેરોમાં આજે જબરદસ્ત તેજી છે. કંપનીનો શેર આજે સોમવારે NSE પર 20 ટકા વધીને 636.10 રૂપિયા પર બંધ થયો છે. તો બીએસઈ પર આ શેર 636.15 રૂપિયા પર બંધ થયો છે. એટલે કે એક દિવસમાં આ શેરમાં 100 રૂપિયાનો વધારો થયો છે. કંપનીનો શેર એનએસઈ પર જુલાઈ 2022માં પોતાના 52 વીક લો 475.05 રૂપિયા પર પહોંચી ગયો હતો. લેટેસ્ટ પ્રાઇઝ પ્રમાણે જુઓ તો શેર 52 વીક લોથી 30 ટકાથી પણ ઉપર છે.
કંપનીના શેરોમાં તેજીનું કારણ
કંપનીના શેરોમાં તેજીનું કારણ ક્વાર્ટરના પરિણામ છે. હકીકતમાં કંપનીએ પાછલા શુક્રવારે મજબૂત ક્વાર્ટર 1 પરિણામોની જાહેરાત કરી છે. ત્યારબાદ શેરની કિંમત આજે શરૂઆતી કારોબારમાં 625.50 રૂપિયા પર પહોંચી ગઈ હતી. આ પહેલા શુક્રવારે શેર 530.10 રૂપિયા પર બંધ થયો હતો.
શું કહે છે બજાર એનાલિસ્ટ?
શેર બજારના જાણકારો પ્રમાણે કંપની દ્વારા એપ્રિલથી જૂન 2022ના ક્વાર્ટરમાં નોંધાયેલી વૃદ્ધિ કંપની દ્વારા વિલય અને અધિગ્રહણનું કારણ છે. નિષ્ણાંતો પ્રમાણે રાકેશ ઝુનઝુનવાલા સમર્થિત ઓનલાઇન ગેમિંગ કંપની હજુ પણ પોતાના ઓર્ગેનિક નંબરોથી પાછળ છે. તેથી પ્રોફિટ-બુકિંગના કારોબારના રૂપે સ્ટોકમાં અહીં સીમિત ઉછાળ હોઈ શકે છે. નોંધનીય છે કે જૂન ક્વાર્ટરમાં Technologies નો એકીકૃત ચોખ્ખો નફો વાર્ષિક આધાર પર 22 ટકા વધ્યો છે. Q1FY22 માં Nazara Technologies નો નફો 16.50 કરોડ થઈ ગયો. આ સમયગાળામાં કંપનીના રેવેન્યૂમાં આશરે 70 ટકાનો વધારો થયો છે.
શું છે ટાર્ગેટ પ્રાઇઝ?
ચોઇસ બ્રોકિંગના કાર્યકારી ડાયરેક્ટર સુમીત બગડિયાએ કહ્યુ- આ ઓનલાઇન ગેમિંગ સ્ટોક ટીઆઈએસ ચઢાવથી ઉછળ્યો છે અને તેનું મજબૂત સમર્થન ક્ષેત્ર 525થી 550નું સ્તર છે. તે 650થી 670 રૂપિયા સુધીના સ્તર પર જઈ શકે છે.
રાકેશ ઝુનઝુનવાલાની પાસે 65 લાખ શેર
એપ્રિલથી જૂન 2022ના ક્વાર્ટર માટે નઝારા ટેક્નોલોજીસની શેરધારિતા પેટર્ન અનુસાર બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાની પાસે કંપનીના 65,88,620 છે. એટલે કે 10.03 ટકા હિસ્સો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે