Petrol Diesel Price: મોટી રાહત! પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો ઘટાડો, જાણો નવી કિંમત
Petrol Price 22 August 2021 Update: દેશના ઘણા રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100ને પાર કરી ગઈ છે. પરંતુ આજે દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ Petrol Price 22 August 2021 Update: તેલ કંપનીઓએ આજે એટલે કે 22 ઓગસ્ટે પેટ્રોલ (Petrol) અને ડીઝલ (Diesel) ના નવા ભાવ જારી કર્યાં છે. ઈન્ડિયન ઓયલ (IOCL) અનુસાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે સામાન્ય ઘટાડો થયો છે. લેટેસ્ટ રેટ અનુસાર પેટ્રોલ 20 પૈસા પ્રતિ લીટર સસ્તું થયું છે. તો ડીઝલના ભાવમાં પણ પ્રતિ લીટરે 20 પૈસાનો ઘટાડો થયો છે.
પેટ્રોલની કિંમતમાં થયો ઘટાડો
રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલ 101.64 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.07 રૂપિયા પ્રતિ લીટર છે. તો મુંબઈમાં ડીઝલ 96.64 રૂપિયા પ્રતિ લીટર અને પેટ્રોલ 107.66 રૂપિયા પ્રતિ લીટર છે. હકીકતમાં છેલ્લા 35 દિવસથી પેટ્રોલના ભાવ સ્થિર હતા, તો ડીઝલની કિંમતમાં છેલ્લા ત્રણ દિવસમાં ઘટાડો જોવા મળ્યો છે. હવે આજે પેટ્રોલના ભાવમાં પણ ઘટાડો થયો છે. મહત્વનું છે કે પેટ્રોલની કિંમતમાં છેલ્લે 17 જુલાઈ 2021ના વધારો થયો હતો.
જૂનમાં પેટ્રોલ 4.32 રૂપિયા મોંઘુ
જૂનમાં પેટ્રોલ-ડીઝલના ભાવ 16 વખત વધ્યા હતા. જૂનમાં પેટ્રોલ 4.32 રૂપિયા સુધી પહોંચ્યું હતું. 1 જૂનના દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.49 રૂપિયા પ્રતિ લીટર હતો, 30 જૂને ભાવ 98.81 રૂપિયા હતો. જ્યારે ડીઝલ 3.80 રૂપિયા મોંઘુ થઈ ચુક્યુ છે. 1 જૂને દિલ્હીમાં ડીઝલનો ભાવ 85.38 રૂપિયા હતો, 30 જૂને ભાવ 89.18 રૂપિયા હતો.
1 વર્ષમાં પેટ્રોલ 21.27 રૂપિયા મોંઘુ
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચુ તેલ 70 ડોલર પ્રતિ બેરલની નીચે ટ્રેડ કરી રહ્યું છે. આ વર્ષે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો થયો, જ્યારે ઘટાડો માત્ર ચાર વખત થયો છે. માત્ર આ વર્ષની વાત કરીએ તો પેટ્રોલના ભાવમાં 15 ટકાનો વધારો થયો છે. માર્ચ અને એપ્રિલમાં જ્યારે પાંચ રાજ્યોની ચૂંટણી થવાની હતી, આ દરમિયાન કિંમતો યથાવત રહી. માર્ચમાં 3 અને એપ્રિલમાં એક વાર ભાવમાં ઘટાડો થયો હતો. પેટ્રોલનો ભાવ એક વર્ષમાં 21.27 રૂપિયા સુધી વધી ગયો છે. 16 ઓગસ્ટ 2020ના દિલ્હીમાં પેટ્રોલ 80.57 રૂપિયા હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે