સસ્તુ થયું પેટ્રોલ-ડીઝલ, LPG પર પણ મોટી રાહત, આ લોકો માટે ખુશીના સમાચાર

મહારાષ્ટ્રની સરકારે મોંઘવારીના મોર્ચે મોટી રાહત આપી છે. રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડી દીધો છે.
 

સસ્તુ થયું પેટ્રોલ-ડીઝલ, LPG પર પણ મોટી રાહત, આ લોકો માટે ખુશીના સમાચાર

મુંબઈઃ મહારાષ્ટ્રની સરકારે મોંઘવારીથી ત્રસ્ત જનતાને મોટી રાહત આપી છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે જણાવ્યું કે મુંબઈ રીઝન માટે ડીઝલ પર ટેક્સ 24 ટકાથી ઘટાડી 21 ટકા કરવામાં આવી રહ્યો છે. તેનાથી ડીઝલની કિંમતમાં 2 રૂપિયા પ્રતિ લીટર ઘટાડો થશે. તો પેટ્રોલ પર ટેક્સ 26 ટકાથી ઘટાડી 25 ટકા કરવામાં આવ્યો છે, જેનાથી પેટ્રોલના ભાવમાં 65 પૈસા પ્રતિ લીટર ઘટાડો થઈ જશે. નોંધનીય છે કે વર્તમાનમાં દેશની રાજધાની મુંબઈમાં પેટ્રોલની કિંમત 104.21 રૂપિયા છે. તો ડીઝલનો ભાવ 92.15 રૂપિયા છે. 

દર વર્ષે 3 રસોઈ ગેસ સિલિન્ડર ફ્રી
મહારાષ્ટ્ર સરકારે વધુ એક અન્ય કલ્યાણકારી યોજનાની જાહેરાત કરતા નાણામંત્રીએ કહ્યું કે મુખ્યમંત્રી અન્નપૂર્ણા યોજના હેઠળ 5 સભ્યોના પાત્ર પરિવારોને દર વર્ષે 3 રસોઈ ગેસ સિલિન્ડર ફ્રી મળશે. નોંધનીય છે કે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે શુક્રવારે વિધાનમંડળમાં રાજ્યનું 2024-2025નું બજેટ રજૂ કર્યું છે. બજેટમાં મહિલાઓને 1500 રૂપિયા મહિને આપવાની યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ ભથ્થું 21 વર્ષથી 60 વર્ષ સુધીની મહિલાઓને મળશે.

યુવતીઓ માટે પણ યોજના
નાણામંત્રાલયનો કાર્યભાર સંભાળી રહેલા અજીત પવારે વિધાનસભામાં પોતાના બજેટ ભાષણમાં કહ્યું કે મુખ્યમંત્રી માઝી લાડકી બહિન યોજનાને જુલાઈ મહિનાથી લાગૂ કરવામાં આવશે. રાજ્યમાં ઓક્ટોબરમાં યોજાનાર વિધાસભા ચૂંટણીના ચાર મહિના પહેલા તેને લાગૂ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે આ યોજના માટે વાર્ષિક બજેટ 46000 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. પવારે તે પણ જણાવ્યું કે રાજ્યમાં 44 લાખ ખેડૂતોનું લાઈટ બીલ જે બાકી છે તે માફ કરવામાં આવશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news