OPS: સરકારી કર્મચારીઓ આનંદો...ઓલ્ડ પેન્શન સ્કીમની માંગણી પર આવ્યા સારા સમાચાર!

સરકારી કર્મચારીઓ માટે એક સારા સમાચાર છે. જો તમે પણ રિટાયરમેન્ટ બાદ પેન્શન માટે એનપીએસ (NPS) માં રોકાણ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. કેન્દ્રીય કર્મચારીઓ અને અલગ અલગ રાજ્ય સરકારના કર્મચારીઓ તરફથી લાંબા સમયથી ઓલ્ડ પેન્શન સ્કીમ (OPS) ને બહાલ કરવાની માંગણી થઈ રહી છે.

OPS: સરકારી કર્મચારીઓ આનંદો...ઓલ્ડ પેન્શન સ્કીમની માંગણી પર આવ્યા સારા સમાચાર!

સરકારી કર્મચારીઓ માટે એક સારા સમાચાર છે. જો તમે પણ રિટાયરમેન્ટ બાદ પેન્શન માટે એનપીએસ (NPS) માં રોકાણ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. કેન્દ્રીય કર્મચારીઓ અને અલગ અલગ રાજ્ય સરકારના કર્મચારીઓ તરફથી લાંબા સમયથી ઓલ્ડ પેન્શન સ્કીમ (OPS) ને બહાલ કરવાની માંગણી થઈ રહી છે. સરકારી કર્મચારીઓની માંગણીને માનીને હિમાચલ પ્રદેશ, પંજાબ, રાજસ્થાન, અને ઝારખંડમાં OPS ને બહાલ પણ કરવામાં આવી હતી. પરંતુ કેન્દ્ર સરકારે આ બહાલીનો ઈન્કાર કરી દીધો હતો.આમ છતાં લાખો કર્મચારીઓ હજુ પણ પોતાની માંગણી પર મક્કમ છે. 

સરકારી કર્મચારીઓને શું ફાયદો?
કર્મચારી યુનિયનોનું કહેવું છે કે રિટાયરમેન્ટ બાદ એનપીએસ હેઠળ નિર્ધારિત ફાયદો મળતો નથી. જ્યારે ઓપીએસમાં કર્મચારીને એક ફિક્સ પેન્શન મળે છે. આવામાં સરકારની એવી કોશિશ છે કે એનપીએસ હેઠળ આવનારા કેન્દ્રીય કર્મચારીઓને એ ભરોસો અપાવવામાં આવે કે તેમને રિટાયરમેન્ટ બાદ ઓપીએસ જેવા જ ફાયદા મળશે. સરકાર એ કોશિશ કરી રહી છે કે નેશનલ પેન્શન સ્કીમ (NPS) હેઠળ આવતા કર્મચારીઓને રિટાયર થયા બાદ દર મહિને જેટલો પગાર મળતો હતો તેના 50 ટકા પેન્શનલ તરીકે આપવામાં આવશે. 

હાલની યોજનામાં સારું રિટર્ન
સરકાર તરફથી આ પગલું એટલા માટે ભરવામાં આવી રહ્યું છે કારણ કે કર્મચારીઓને એ ચિંતા છે કે તેમના રિટાયરમેન્ટ બાદ પૂરતું પેન્શન મળશે કે નહીં. જો કે 2004 બાદ ભરતી થયેલા કર્મચારીઓ માટે હાલ ચાલી રહેલી યોજનામાં સારું રિટર્ન મળી રહ્યું છે. પરંતુ તેના માટે એ જરૂરી છે કે કર્મચારીએ 25-30 વર્ષ સુધી કોઈ પણ ઉપાડ લીધા વગર રકમ જાળવી રાખી હોય. આ મામલે નાણા મંત્રી નિર્મલા સીતારમણ તરફથી જાહેરાત થયા બાદ નાણા સચિવ ટીવી સોમનાથનની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરાઈ છે. 

OPS માં વાપસી નહીં
ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં છપાયેલા એક રિપોર્ટ મુજબ કેન્દ્ર સરકાર તરફથી ઓલ્ડ પેન્શન સ્કીમ (OPS)માં પાછા ન ફરવાનો નિર્ણય લેવાયો છે. પરંતુ સરકારે તે સમયે એક નિશ્ચિત લેવલની હેલ્પ માટે વિન્ડો ઓપન રાખી જ્યારે કોંગ્રેસ મનમોહન સિંહ સરકરાના નિર્ણયને બદલવાની જાહેરાત કરી રહી હતી. ઓલ્ડ પેન્શન સ્કીમ (OPS) હેઠળ રિટાયરમેન્ટ બાદ દર મહિને મળનારા અંતિમ વેતનનો અડધો હિસ્સો પેન્શન તરીકે મળે છે. આ પેન્શનમાં સમયાંતરે પગાર પંચની ભલામણના આધારે વધારો પણ થાય છે. પરંતુ ન્યૂ પેન્શન સ્કીમ (NPS) માં સરકારી કર્મચારીઓ બેઝિક પગારના 10 ટકા જમા કરે છે અને તેમાં સરકારનું 14 ટકા યોગદાન છે. 

ગેરંટી આપવા પર વિચાર
રિટાયરમેન્ટ બાદ જમા કરાયેલી રકમના આધારે જ કર્મચારીઓને પેન્શન મળે છે. સોમનાથન કમિટીએ દુનિયાભરના દેશોની પેન્શન સ્કીમ અને આંધ્ર પ્રદેશ સરકાર ત રપથી કરાયેલા ફેરફારોનો અભ્યાસ કર્યો છે. આ સાથે જ આ  કમિટી એ વાતનો પણ અભ્યાસ કરી રહી છે કે જો સરકાર પેન્શન પર એક નિશ્ચિત રકમની ગેરંટી આપે તો તેની શું અસર થશે. સ્ટડીથી એ સ્પષ્ટ થયું છે કે કેન્દ્ર સરકાર માટે 40-45% પેન્શનની ગેરંટી આપવી શક્ય છે. પરંતુ તેનાથી 25-30 વર્ષ સુધી કામ કરનારા કર્મચારીઓની ચિંતા દૂર થશે નહીં. આથી સરકાર હવે 50% ગેરંટી આપવાનો વિચાર કરી રહી છે. 

નવી વ્યવસ્થા માટે ફંડ!
તેનો સીધો અર્થ એ થયો કે જો પેન્શન માટે પૈસા ઓછા પડે તો સરકાર તરફથી તેને પૂરાં કરવામાં આવશે. આ સાથે જ દર વર્ષે અંદાજો લગાવવો પણ જરૂરી રહેશે. કેટલાક કમિટી મેમ્બર્સનું કહેવું છે કે સરકારી પેન્શન યોજનામાં કેન્દ્ર સરકારની પાસે રિટાયરમેન્ટ ફંડ હોતું નથી. નવી વ્યવસ્થામાં કદાચ સરકાર એક ફંડ બનાવશે. આ ફંડમાં દર વર્ષે પૈસા જમા કરવામાં આવશે. બરાબર એ જ રીતે જે રીતે કંપનીઓ પોતાના કર્મચારીઓ માટે રિટાયરમેન્ટ બેનિફિટ્સ માટે ફંડ બનાવે છે. 

ટીઓઆઈના જણાવ્યાં મુજબ અધિકારીઓનું કહેવું છે કે જે લોકો 25-30 વર્ષ સુધી નોકરી કરે છે તેમને ઓલ્ડ પેન્શન સ્કીમ (OPS) હેઠળ મળનારા પેન્શન જેટલું જ સારું રિટર્ન મળી રહ્યું છે. અસલમાં અત્યાર સુધી ઓછું પેન્શન મળવાની ફરિયાદ ફક્ત એવા લોકો તરફથી આવી રહી છે જેમણે 20 વર્ષ કે તેનાથી ઓછો સમય કામ કર્યા બાદ આ યોજનાને છોડી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news