બેન્કમાં ગયા વગર જ માત્ર 1 કલાકમાં મળી જશે 1 કરોડ સુધીની લોન, સરકારે કરી નવી સુવિધાની શરૂઆત


નાણામંત્રી અરૂણ જેટલી દ્વારા મંગલવારે એક નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે, જેના અંતર્ગત MSMEને માત્ર એક કલાકના અંદર જ રૂ.1 કરોડ સુધીની લોન મળી જશે 

બેન્કમાં ગયા વગર જ માત્ર 1 કલાકમાં મળી જશે 1 કરોડ સુધીની લોન, સરકારે કરી નવી સુવિધાની શરૂઆત

નવી દિલ્હીઃ હવે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કંપની (MSME)ને એક કલાક કરતાં પણ ઓછા સમયમાં રૂ.1 કરોડ સુધીની લોન મળી જશે. જેના અંતર્ગત નાણામંત્રી અરૂણ જેટલીએ મંગળવારે એક નવું પોર્ટલ https:/psbloansin59minutes.com લોન્ચ કર્યું છે. સરકારે વચન આપ્યું છે કે, બેન્ક આવા કારોબારીઓને માત્ર એક કલાકના અંદર લોન આપી દેશે અને તેમણે બેન્કમાં જવાની કોઈ જરૂર નથી. 

આ દસ્તાવેજ આપવાના રહેશે 
જે કંપની આ પોર્ટલ દ્વારા ઝડપથી લોન લેવા માગતી હોય તેણે પોતાના જીએસટીની વિગતવાર માહિતી, આવકવેરાની માહિતી અને બેન્ક સ્ટેટમેન્ટ સબમિટ કરવાનું રહેશે. એક પ્રેઝન્ટેશનમાં નાણા સચિવ રાજીવ કુમારે જણાવ્યું કે, આ લોન 8 દિવસના અંદર મળી જશે. એક વખત MSME દ્વારા ઓનલાઈન ફોર્મ ભરી દેવાયા બાદ અને અન્ય માહિતી અપલોડ કરી દેવાયા બાદ એક સિંગલ ગેટવે દ્વારા આપવામાં આવેલી માહિતીની તપાસ કંપની બાબતોના મંત્રાલય અને ક્રેડિટ ઈન્ફોર્મેશન બ્યૂરો સાથે કરવામાં આવશે. 

અનેક બેન્કો સાથે મળીને SIDBIએ બનાવ્યું છે પોર્ટલ
SIDBIએ એસબીઆઈ, પીએનબી, બેન્ક ઓફ બરોડા, ઈન્ડિયન બેન્ક અને વિજયા બેન્ક સાથે મળીને આ પોર્ટલ બનાવ્યું છે. આશા છે કે, આગામી દિવસોમાં અન્ય બેન્કો પણ આ પોર્ટલ સાથે જોડાશે. 

જીએસટી અને ટેક્સ રિટર્ન સાથે જોડાઈ છે લોનની મંજુરી
જીએસટી અને ટેક્સ રિટર્ન સાથે ઓનલાઈન લોન એપ્રિવલને એટલા માટે જોડવામાં આવી છે, જેથી સરકાર તેમને (MSME) આગળ વધારી શકે, જે હવે ઔપચારિક અર્થતંત્રનો એક ભાગ છે. નરેન્દ્ર મોદી સરકાર આ સેક્ટર પર સૌથી વધુ ધ્યાન આપી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news