બાપ-બેટો 85 થી વધુ દેશોને દારૂ પીવડાવી બની ગયા અબજોપતિ, આ ઇન્ડીયનનું ફોર્બ્સની યાદીમાં છે નામ
India's new billionaire: તાજેતરમાં જ અબજોપતિની યાદીમાં વધુ એક ભારતીયનું નામ સામેલ થઇ ગયું છે. જેમનું નામ લલિત ખેતાન છે. એ જ લલિત ખેતાન છે, જેમની કંપની રેડિકો ખેતાન લીકર બનાવે છે. આ કંપની શેરમાં 50 ટકાથી વધુનો વધારો થયો છે. જેના લીધે તેમની નેટવર્થ અને કંપની વેલ્યૂએશનમાં જોરદાર વધારો થયો છે.
Trending Photos
Lalit Khaitan: દેશની અર્થવ્યવસ્થામાં દારૂનો મહત્વનો ભાગ છે. સરકાર સિગારેટ અને દારૂમાંથી ટેક્સ વસૂલ કરીને ઘણી કમાણી કરે છે. તેમ સરકારે જણાવ્યું હતું. જે દારૂ બનાવે છે અને માત્ર પોતાના દેશના લોકોને જ નહીં પરંતુ દુનિયાના 85થી વધુ દેશોમાં સપ્લાય કરે છે. તે કેટલી કમાણી કરતા હશે? જરા વિચારો. જી હા, આજે અમે એ જ વ્યક્તિની વાત કરી રહ્યા છીએ જે દારૂ બનાવીને દુનિયાના દેશોમાં વેચીને અબજો રૂપિયા કમાઈ રહ્યા છે. હાલમાં તે ભારતના નવા અબજોપતિ પણ બની ગયા છે. ચાલુ વર્ષમાં તેમની કંપનીના શેરમાં 59 ટકાથી વધુનો વધારો થયો છે. અમે વાત કરી રહ્યા છીએ રેડિકો ખેતાનના ચેરમેન લલિત ખેતાનની. જે હાલમાં ભારતના નવા અબજોપતિ બન્યા છે. ચાલો તમને આ કંપની અને તેના માલિક વિશે પણ વિગતવાર જણાવીએ.
કુદરતી સૌદર્યનો ખજાનો છે આ જગ્યા, જીવનમાં એકવાર કરજો પ્રવાસ નહીંતર પસ્તાશો
ભારતની પડોશમાં આવેલું છે અગરબત્તીઓનું ગામ, અહીં સેલ્ફી માટે ચૂકવવા પડે છે આટલા પૈસા
લલિત ખેતાન બન્યા દેશના નવા અબજોપતિ
દિલ્હી સ્થિત દારૂ કંપની રેડિકો ખેતાન અને તેના માલિક કે તેના ચેરમેન લલિત ખેતાનને કોઈ ઓળખની જરૂર નથી. 80 વર્ષના લલિત ખેતાન હવે દેશના નવા અબજોપતિ બની ગયા છે. તેણે ફોર્બ્સની યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનેર્સની યાદી અનુસાર લલિત ખેતાનની કુલ સંપત્તિ એક અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે. એવામાં તમે સમજી શકો છો કે ચાલુ વર્ષમાં લલિત ખેતાનની નેટવર્થ કેટલી વધી હશે.
કપલ્સ માટે પરફેક્ટ છે ગુજરાતના રોમેન્ટિક ડેસ્ટિનેશન, આ 5 જગ્યાની જરૂર લો મુલાકાત
Success Story: હજારો કરોડની કંપની છોડી, આ મહિલા કારોબારી પાસે 23000 કરોડની સંપત્તિ
દોઢ દાયકામાં માર્કેટમાં લૉન્ચ કરી 15 બ્રાન્ડ
રિપોર્ટ અનુસાર, દેશની સૌથી મોટી લિકર કંપની રેડિકો ખેતાન તેની આવકના 80 ટકાથી વધુ આ સેગમેન્ટમાંથી કમાય છે. લલિત ખેતાનના પુત્ર અભિષેક ખેતાને લગભગ 26 વર્ષ પહેલા એટલે કે 1997માં આ બિઝનેસ સંભાળ્યો હતો. જે બાદ તેણે કંપનીની બ્રાન્ડ ઈમેજને વધુ વધારવા માટે કામ કર્યું. આ વાતનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે છેલ્લા દોઢ દાયકામાં કંપનીએ દરેક સેગમેન્ટ પર ફોકસ કર્યું અને માર્કેટમાં 15 નવી બ્રાન્ડ લોન્ચ કરી. જેનાથી કંપનીને સતત ફાયદો થતો રહ્યો છે.
1 વર્ષમાં પૈસા કરી દીધા ડબલ, હવે દરેક શેર પર કંપની આપશે 100 રૂપિયા એકસ્ટ્રા
આને કહેવાય નસીબ: 4 વર્ષમાં 10 રૂપિયાવાળો શેર થયો 477 રૂપિયાનો, 1 લાખના થઇ ગયા 47 લાખ
85થી વધુ દેશોમાં જાય છે કંપનીનો દારૂ
જો ઉત્તર ભારતની જ વાત કરીએ તો ઉત્તર પ્રદેશના રામપુરની ડિસ્ટલરી કોણ નથી જાણતું. જેના સમગ્ર દેશમાં 14 પ્લાન્ટ છે. કંપની પાસે દેશના વિવિધ ભાગોમાં 28 બોટલિંગ પ્લાન્ટ પણ છે, જેમાંથી 5 તેના પોતાના છે અને 23 પ્લાન્ટ કોન્ટ્રાક્ટ પર છે. હાલમાં કંપનીના એમડી અભિષેક ખેતાન છે અને તેમણે એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે. ખાસ વાત એ છે કે હાલમાં રેડિકો ખેતાન ભારતમાં વિદેશી દારૂનું ઉત્પાદન કરતી અગ્રણી કંપની બની ગઈ છે. તેની બ્રાન્ડ્સ વિશ્વના 85 થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવે છે.
મેરા દેશ બદલ રહા હૈ: હવે આકાશમાં ઉડતી જોવા મળશે Suzuki, લાવી રહી છે EV 'હેલિકોપ્ટર'
ધનના મામલે કિસ્મતના ધની હોય છે આવા લોકો, જેના હાથમાં હોય છે આ 2 રેખાઓ
કંપનીના આ દારૂ છે જાણિતો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર લલિત ખેતાને પોતાનો બિઝનેસ બોટલર તરીકે શરૂ કર્યો હતો. હાલમાં કંપનીની આવક 380 મિલિયન ડોલર થઈ ગઈ છે. રેડિકો ખેતાન દ્વારા ઉત્પાદિત બ્રાન્ડ્સમાં મેજિક મોમેન્ટ્સ, 8 પીએમ વ્હિસ્કી, ઓલ્ડ એડમિરલ બ્રાન્ડી અને રામપુર સિંગલ માલ્ટનો સમાવેશ થાય છે. રેડિકો ખેતાન પહેલા આ કંપનીનું નામ રામપુર ડિસ્ટિલરી એન્ડ કેમિકલ કંપની લિમિટેડ હતું. લલિત ખેતાને અજમેરની મેયો કોલેજ અને કોલકાતાની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી અભ્યાસ કર્યો છે. તેણે BMS કોલેજ ઑફ એન્જિનિયરિંગ, બેંગલુરુમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી પણ મેળવી. તેણે હાર્વર્ડમાંથી ફાયનાન્સ અને એકાઉન્ટિંગનો કોર્સ કર્યો.
Diabetes માં રાહત અપાવી શકે છે આ એક આયુર્વેદિક જડીબુટ્ટી, 3 રીતે કરો સેવન
Ravindra Jadejaના પિતાએ રિવાબાને ગણાવ્યા સ્વાર્થી, 4 વાતોના લીધે વહુ બની જાય છે વિલન
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે