સુપરહિટ છે PM Modi ની આ સરકારી સ્કીમ! 1 મહિનામાં 50 હજાર મહિલાઓએ કરી અરજી, દર મહિને મળે છે ₹7000

LIC Bima Sakhi Scheme: એલઆઈસીની વીમા સખી (LIC Bima Sakhi)યોજનાને ધોરણ 10 પાસ 18થી 70 વર્ષ સુધીની મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાના ઈરાદાથી તૈયાર કરવામાં આવી છે.

સુપરહિટ છે PM Modi ની આ સરકારી સ્કીમ! 1 મહિનામાં 50 હજાર મહિલાઓએ કરી અરજી, દર મહિને મળે છે ₹7000

LIC Bima Sakhi Scheme: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહિલા સશક્તિકરણ માટે 9 ડિસેમ્બર, 2024ના  LIC ની વીમા સખી યોજનાની શરૂઆત કરી હતી. 1 મહિનાની અંદર આ યોજનાને જોરદાર પ્રતિસાદ મળ્યો છે. છેલ્લા 1 મહિનાની અંદર 50 હજારથી વધુ મહિલાઓએ ખુદ આ યોજના માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. એલઆઈસીની વીમા સખી (LIC Bima Sakhi)યોજનાને 10 પાસ 18થી 70 વર્ષ સુધીની મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાના ઈરાદાથી તૈયાર કરવામાં આવી છે.

શું છે LIC ની વીમા-સખી યોજના?
આ સ્કીમ હેઠળ ધોરણ 10 પાસ મહિલાઓને LIC એજન્ટ બનવાની સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવશે. ટ્રેન્ડ વીમા સખી-મહિલાઓને પહેલા ત્રણ વર્ષ એલઆઈસી વેતન કે Stipend આવશે. ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ મહિલાઓ એલઆઈસી એજન્ટના રૂપમાં કામ કરી શકે છે. સ્થાનક હોવા પર એલઆઈસીમાં  Development Officer બનવાની તક મળશે.

14 હજાર મહિલાઓએ પોલિસી વેચી
એલઆઈસીએ નિવેદનમાં જણાવ્યું હતું કે યોજનાની શરૂઆતના એક મહિના પૂર્ણ થયા પછી, વીમા સખી માટે કુલ નોંધણીનો આંકડો 52,511 પર પહોંચી ગયો છે. તેમાંથી 27,695 વીમા સખીઓને પોલિસી વેચવા માટે નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે અને 14,583 બીમા સખીઓએ પોલિસી વેચવાનું શરૂ કર્યું છે.

— LIC India Forever (@LICIndiaForever) January 8, 2025

દેશની દરેક પંચાયતમાં હશે 1 વીમા સખી
LIC ના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ સિદ્ધાર્થ મોહંતીએ કહ્યું- અમારો ઈરાદો એક વર્ષની અંદર દેશની દરેક પંચાયતમાં ઓછામાં ઓછી એક વીમા સખીની ભરતી કરવાનો છે. LIC મહિલાઓને યોગ્ય કૌશલ્યોથી સજ્જ કરીને અને તેમને ડિજિટલ સાધનો વડે સશક્તિકરણ કરીને બીમા સખી પ્રવાહને મજબૂત બનાવી રહી છે."

2 લાખ વીમા સખીનું લક્ષ્ય
એલઆઈસીનું લક્ષ્ય આગામી ત્રણ વર્ષમાં બે લાખ વીમા સખીની નિમણૂંક કરવાનું છે. ધોરણ 10 પાસ 18થી 70 વર્ષની મહિલાઓ અરજી કરવા માટે પાત્ર છે.

કેટલું મળશે સ્ટાઇપેન્ડ
LIC ની વીમા સખી યોજના હેઠળ મહિલાઓને પહેલા વર્ષે દર મહિને 7000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ મળશે. બીજા વર્ષે 6000 રૂપિયા અને ત્રીજા વર્ષે 5 હજાર રૂપિયાનું ભથ્થું મળશે. આ સિવાય મહિલા એજન્ટ પોતાની વીમા પોલિસીઓના આધાર પર કમીશન પ્રાપ્ત કરી શકે છે.

આ લોકોને યોજનાનો લાભ નહીં મળે
હાલના એજન્ટો અથવા કર્મચારીઓના સંબંધીઓ MCA તરીકે ભરતી માટે પાત્ર રહેશે નહીં. સંબંધીઓમાં નીચેના પરિવારના સભ્યોનો સમાવેશ થશે - જીવનસાથી, બાળકો (આશ્રિત હોય કે ન હોય), દત્તક લીધેલા અને સાવકા બાળકો, માતા-પિતા, ભાઈઓ, બહેનો અને તાત્કાલિક સાસરિયાંઓ સહિત.
કોર્પોરેશનના નિવૃત્ત કર્મચારીઓ અથવા પુનઃનિમણૂક માંગતા ભૂતપૂર્વ એજન્ટોને MCA યોજના હેઠળ એજન્સી આપવામાં આવશે નહીં.
હાલના એજન્ટો એમસીએ તરીકે ભરતી માટે અરજી કરી શકતા નથી.

વીમા સખી યોજના- જરૂરી દસ્તાવેજ
અરજીપત્રક સાથે નીચેના દસ્તાવેજો જોડવાના રહેશે
વય પ્રમાણપત્રની સ્વ-પ્રમાણિત નકલ
સરનામાના પુરાવાની સ્વ-પ્રમાણિત નકલ
શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રની સ્વ-પ્રમાણિત નકલ
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news