ધડામ થયા સોનાના ભાવ, દાગીના-લગડી લેવાનું વિચારતા હોવ તો ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટ
Gold Rate Today: દુનિયાભરમાં ચાલી રહેલી અસ્થિરતાની અસર સોનાના ભાવ પર જોવા મળી રહી છે. ઘરેલુ બજારમાં સોનાના ભાવ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે અને 60455 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પણ પહોંચી ગયા. પરંતુ હાલ સોનામાં નબળાઈ જોવા મળી રહી છે.
Trending Photos
Gold Rate Today: દુનિયાભરમાં ચાલી રહેલી અસ્થિરતાની અસર સોનાના ભાવ પર જોવા મળી રહી છે. ઘરેલુ બજારમાં સોનાના ભાવ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે અને 60455 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પણ પહોંચી ગયા. પરંતુ હાલ સોનામાં નબળાઈ જોવા મળી રહી છે. ડોલરની સરખામણીએ રૂપિયાની મજબૂતાઈથી કિંમતો ઉપર પણ અસર જોવા મળી રહી છે.
MCX પર સોનાનો ભાવ
MCX પર ગોલ્ડ સવારે 116 રૂપિયા સસ્તું થઈને 59157 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર જોવા મળ્યું. જ્યારે સિલ્વર પર 112 રૂપિયા ઘટીને 70299 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળ્યું.
શરાફાબજારમાં સોનાનો ભાવ
શરાફા બજારના ભાવ ઈન્ડિયા બુલિયન્સ એસોસિએશન (https://ibjarates.com) દ્વારા જાહેર કરવામાં આવે છે. આજે શરાફા બજારના ભાવ જોઈએ તો 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાનો ભાવ 650 રૂપિયા તૂટીને 59003 રૂપિયાની સપાટીએ જોવા મળી રહ્યો છે. 995 પ્યોરિટીવાળા ગોલ્ડની કિંમત 647 રૂપિયા ઘટીને 58767 રૂપિયાની સપાટીએ છે. 916 પ્યોરિટીવાળું ગોલ્ડ 10 ગ્રામના 596 રૂપિયા ઘટીને 54046ની સપાટીએ છે. 750 પ્યોરિટીવાળું સોનું 488 રૂપિયા તૂટીને 44252ની સપાટીએ છે. જ્યારે 585 પ્યોરિટીવાળું સોનું 381 રૂપિયા તૂટીને 34516ની સપાટીએ છે. ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં સોનાની સરખામણીએ ઓછો ઘટાડો જોવા મળ્યો છે. 999 પ્યોરિટીવાળી એક કિલો ચાંદી 176 રૂપિયા તૂટીને હાલ શરાફા બજારમાં 69580 ની સપાટીએ જોવા મળી છે.
(સોનાના 10 ગ્રામના ભાવ, ચાંદીનો પ્રતિ કિલો ભાવ)
મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો.
આ રીતે કરાય છે શુદ્ધતાની ઓળખ
જ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે. જ્વેલરી બનાવવા માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ થાય છે. જ્વેલરી પર હોલમાર્ક લગાવવો જરૂરી છે. 24 કેરેટ સોનું પ્યોર સોનું હોય છે. તેના પર 999 અંક લખેલો જોવા મળશે. જો કે 24 કેરેટ સોનાથી જ્વેલરી બનતી નથી. 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનશે જેમાં 916 લખેલું હશે. 21 કેરેટ સોનાની જ્વેલરી પર 875 લખેલું હશે. 18 કેરેટના દાગીના પર 750 લખેલું હશે. જ્યારે 14 કેરેટના દાગીના પર 585 લખેલું જોવા મળશે.
24, 22, 21, 18 અને 14 કેરેટમાં શું ફરક હોય છે?
24 કેરેટવાળું સોનું એકદમ પ્યોર હોય છે. જેને પ્યોરેસ્ટ ગોલ્ડ કહે છે. તેમાં કોઈ પણ પ્રકારની અન્ય ધાતુની ભેળસેળ હોતી નથી. તેને 99.9 ટકા શુદ્ધ ગોલ્ડ કહેવાય છે. 22 કેરેટ સોનામાં 91.67 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. અન્ય 8.33 ટકામાં બીજી ધાતુનું મિશ્રણ હોય છે. જ્યારે 21 કેરેટ ગોલ્ડમાં 87.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. 18 કેરેટ ગોલ્ડમાં 75 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. જ્યારે 14 કેરેટ ગોલ્ડમાં 58.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે બાકી અન્ય ધાતુનું મિશ્રણ કરેલું હોય છે.
ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે