Gold Rate: હાશ ટાઢક વળી! સોનું પાછું ગગડ્યું...ચાંદી પણ તૂટી, લેવાનું હોય તો જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
સોનાના ભાવમાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યા છે. કડાકા બાદ હવે પાછો તેજીનો માહોલ જોવા મળ્યો. અઠવાડિયાના પહેલા જ દિવસે સોમવારે સોનું સીધુ 500 રૂપિયા ચડી ગયું. જો કે કાલે રાહત મળી અને સોનામાં ઓપનિંગ રેટમાં સાવ મામૂલી તેજી જોવા મળી અને સાંજ પડતા તો ભાવ ગગડીને બંધ થયો. જાણો લેટેસ્ટ રેટ.
Trending Photos
સોનાના ભાવમાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યા છે. કડાકા બાદ હવે પાછો તેજીનો માહોલ જોવા મળ્યો. અઠવાડિયાના પહેલા જ દિવસે સોમવારે સોનું સીધુ 500 રૂપિયા ચડી ગયું. જો કે કાલે રાહત મળી અને સોનામાં ઓપનિંગ રેટમાં સાવ મામૂલી તેજી જોવા મળી અને સાંજ પડતા તો ભાવ ગગડીને બંધ થયો. આજે નાતાલનો તહેવાર હોવાથી ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા નવા રેટ જાહેર કરાયા નથી. પરંતુ મંગળવારે જે કડાકા સાથેના ક્લોઝિંગ રેટ જાહેર થયા તે ખાસ જાણો.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું મંગળવારે સાંજે 87 રૂપિયા ગગડીને 75,874 રૂપિયા પર ક્લોઝ થયા હતા જે સવારે 75,961 પર ખુલ્યા હતા. જ્યારે ચાંદી કાલે 289 રૂપિયા તૂટી 87511 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ક્લોઝ થઈ જે સવારે 87800 પર ખુલી હતી.
For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459
Follow us on Twitter : https://t.co/lXovVzbVEI
Follow us on Instagram : https://t.co/ZOr2uGjPPE
Follow us on Facebook : https://t.co/9tJn571sBM… pic.twitter.com/DVicfaOjMS
— IBJA (@IBJA1919) December 24, 2024
રિટેલ ભાવ પર ફેરવો નજર
#indicative #Retail selling #Rates for #Jewellery
To get these rates on your phone give a missed call on - 8955664433
For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459
Follow us on Twitter : https://t.co/lXovVzbVEI
Follow us on Instagram :… pic.twitter.com/V5k5atSh90
— IBJA (@IBJA1919) December 24, 2024
ખાસ નોંધ
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે