2025નો પ્રથમ IPO, 1 જાન્યુઆરીથી મળશે રોકાણની તક, ₹52 છે પ્રાઇસ બેન્ડ

Leo Dry Fruits and spices IPO: વર્ષ 2024 આઈપીઓની દ્રષ્ટિએ ખાસ રહ્યું છે. આ વર્ષે અનેક કંપનીના આઈપીઓ બજારમાં આવ્યા છે. હવે વર્ષ 2025ના પ્રથમ દિવસે વધુ એક કંપનીનો આઈપીઓ ઓપન થશે.

2025નો પ્રથમ IPO, 1 જાન્યુઆરીથી મળશે રોકાણની તક, ₹52 છે પ્રાઇસ બેન્ડ

Leo Dry Fruits and spices IPO: આ મહિને ડિસેમ્બરમાં એક સાથે 20થી વધુ એસએમઈ અને મેનબોર્ડ આઈપીઓ આવ્યા છે. મોટા ભાગનું રિટર્ન શાનદાર રહ્યું છે. હવે ઈન્વેસ્ટરો આગામી વર્ષના આઈપીઓની રાહ જોઈ રહ્યાં છે. નવા વર્ષમાં જો તમે કોઈ આઈપીઓમાં પૈસા લગાવવાનું વિચારી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે. મહત્વનું છે કે 1 જાન્યુઆરી, વર્ષના પ્રથમ દિવસે લિયો ડ્રાઈ ફ્રૂટ્સ એન્ડ સ્પાઇસેસનો આઈપીઓ ઈન્વેસ્ટરો માટે ખુલી રહ્યો છે. 25.12 કરોડ રૂપિયાનો બુક બિલ્ટ ઈશ્યુ છે. આ ઈશ્યુ સંપૂર્ણ રીતે 48.30 લાખ શેરનો ફ્રેશ ઈશ્યુ છે. 

3 જાન્યુઆરી સુધી દાવ લગાવી શકશો
લિયો ડ્રાઈ ફ્રૂટ્સ એન્ડ સ્પાઇસેસ આઈપીઓ 1 જાન્યુઆરીએ ઓપન થશે અને 3 જાન્યુઆરી 2025ના બંધ થશે. લિયો ડ્રાઈ ફ્રૂટ્સ એન્ડ સ્પાઇસેસ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 51-52 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. લિયો ડ્રાઈ ફ્રૂટ્સ એન્ડ સ્પાઇસેસ આઈપીઓ માટે એલોટમેન્ટ સોમવાર 6 જાન્યુઆરી 2025ના થશે. લિયો ડ્રાઈ ફ્રૂટ્સ એન્ડ સ્પાઇસેસ આઈપીઓ બીએસઈ એમએસઈ પર 8 જાન્યુઆરીએ લિસ્ટ થઈ શકે છે. 

કેટલું કરવું પડશે રોકાણ
મહત્વનું છે કે આઈપીઓનો એક લોટ 2000 શેરનો છે. ઈન્વેસ્ટરો ઓછામાં ઓછા 2000 શેર માટે અને તેના ગુણકોમાં બોલી લગાવી શકે છે. રિટેલ ઈન્વેસ્ટર માટે જરૂરી લઘુત્તમ રકમ ₹1,04,000 છે. એચએનઆઈ માટે લોટ સાઇઝ 2 લોટ (4000 શેર) છે, જેની રકમ ₹2,08,000 છે. શ્રેની શેયર્સ લિમિટેડ લિયો ડ્રાઈ ફ્રૂટ્સ એન્ડ સ્પાઇસેસ આઈપીઓના બુક રનિંગ લીડ મેનેજર છે. જ્યારે બિગશેર સર્વિસેઝ પ્રાઇવેટ લિમિટેડ ઈશ્યુનો રજીસ્ટ્રાર છે. લિયો ડ્રાઈ ફ્રૂટ એન્ડ સ્પાઇસેસ આઈપીઓ માટે બજાર નિર્માતા રિખવ સિક્યોરિટીઝ લિમિટેડ છે.

કંપનીનો કારોબાર
નવેમ્બર 2019માં સ્થાપિત લિયો ડ્રાઈ ફ્રૂટ્સ એન્ડ સ્પાઇસેસ ટ્રેડિંગ લિમિટેડ VANDU બ્રાન્ડ હેઠળ વિવિધ પ્રકારના મસાલા અને સૂકા ફળોના નિર્માણ અને વેપારમાં સક્રિય છે. સાથે FRYD હેઠળ ફ્રોઝન અને સેમી ફ્રોઇડ પ્રોડક્ટ્સ પણ છે. કંપનીના પ્રમોટર કૌશિક સોભાગચંદ શાહ, કેતન સોભાગચંદ શાહ અને પાર્થ આશીષ મેહતા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news