ભારત જ નહીં આખી દુનિયા છે મોંઘવારીથી પરેશાન, અન્ય દેશોના રેટ કાર્ડ જોઈને તમે હેરાન થઈ જશો!

Inflation Rate in world: માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના મોટાભાગના દેશોમાં લોકો મોંઘવારીથી હેરાન-પરેશાન છે. એવામાં જાણીએ કે કયા-કયા દેશોમાં હાલત કફોડી છે અને દુનિયાભરમાં કેટલી મોંઘવારી વધી રહી છે.

ભારત જ નહીં આખી દુનિયા છે મોંઘવારીથી પરેશાન, અન્ય દેશોના રેટ કાર્ડ જોઈને તમે હેરાન થઈ જશો!

નવી દિલ્હીઃ દુનિયામાં આતંકવાદની સાથે સાથે બીજી એક મુશ્કેલ લોકોને હેરાન-પરેશાન કરી રહી છે. અને તે છે મોંઘવારી. માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના અનેક દેશોમાં લોકો વધતી જતી મોંઘવારીના કારણે પરેશાન છે. પાકિસ્તાન જેવા દેશની સ્થિતિ તો આપણે જાણીએ છીએ કે જ્યાં એક કપ ચાના લોકોને 40 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. તમને ભારતમાં વધી રહેલી મોંઘવારી જોવા મળી રહી છે. પરંતુ દુનિયાના અનેક દેશ એવા છે જ્યાં સ્થિતિ બેકાબૂ બની રહી છે. કોફી જેવી રોજિંદી વસ્તુ માટે હજારો રૂપિયા ખર્ચ કરવા પડી રહ્યા છે. એવામાં જાણીએ કે આખરે ત્યાં મોંઘવારી કઈ રીતે પહોંચી ગઈ છે.

વેનેઝુએલા:
અહીંયા મોંઘવારીના દરે આખી દુનિયાને હેરાન કરી દીધો હતો. વર્ષ 2018માં વેનેઝુએલાની સ્થિતિ ઘણી વધારે ખરાબ થઈ ગઈ હતી અને મોંઘવારી દર 65,374 ટકા સુધી વધી ગયો હતો. એટલે મોંઘવારી દરરોજ ઘણી વધતી જતી હતી. તેના પછી ત્યાં સ્થિતિ પર કાબૂ આવ્યો અને 2019માં તે રેટ 19906.2 ટકા, 2020માં 2035 ટકા રહ્યો. માનવામાં આવી રહ્યું છે કે 2021માં આ રેટ લગભગ 5000 ટકા સુધી રહ્યો છે. વેનેઝુએલામાં 1.5 કિલો ચોખાની કિંમત 10 લાખ બોલિવર છે.

ઝિમ્બાબ્વે:
ઝિમ્બાબ્વેની કહાની પણ કંઈક આવી જ છે. અહીંયા 2019થી સ્થિતિ બગડવાની શરૂઆત થઈ હતી અને 2019માં મોંઘવારી દર 255 ટકા સુધી પહોંચ્યા પછી 2020માં તે 557 ટકા સુધી પહોંચી ગયો હતો. તેના પછી 2021માં તે 99.25 ટકા સુધી આવી ગયો છે.

સુદાન:
સુદાનમાં અત્યારે ખરાબ પરિસ્થિતિ થઈ રહી છે. વર્ષ 2020માં અહીંયા 163.26 ટકા મોંઘવારી દર હતો. જે અત્યારે 197 ટકા પહોંચી ગયો છે. જોકે આગામી વર્ષોમાં તે ઓછી થવાની સંભાવના છે.

આર્જેન્ટિના:
આર્જેન્ટિનામાં હાલ મોંઘવારી દર વધી રહ્યો છે. હાલમાં અહીંયા 48 ટકા મોંઘવારી દર છે.

નોર્થ કોરિયા:
નોર્થ કોરિયામાં પણ મોંઘવારી દર 2021માં 66.42 ટકા સુધી રહેવાની સંભાવના છે. તેના કારણે ઉત્તર કોરિયામાં બ્લેક ટીના પેકેટની કિંમત 5167 રૂપિયા છે. ઉત્તર કોરિયામાં કોફીના પેકેટની કિંમત 7381 રૂપિયા છે. એક કિલો કેળાં માટે 3300 રૂપિયા ચૂકવવા પડે છે. હાલમાં ઉત્તર કોરિયામાં 8 લાખ 60 ટન અનાજની અછત છે.

પાકિસ્તાન:
પાકિસ્તાનમાં પેટ્રોલ 137.79 રૂપિયે લીટર મળી રહ્યું છે જ્યારે ડીઝલ 134.48 રૂપિયે લીટર મળી રહ્યું છે. એક કપ ચાના લોકોને 40 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. દૂધના ભાવ 105થી વધીને 120 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા છે. પાકિસ્તાનમાં મોંઘવારી એ હદે વધી ગઈ છે કે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર અને ગિલગિટ-બાલ્ટિસ્તાન મામલાના સંઘીય મંત્રી અલી અમીન ગંડાપુરે પાકિસ્તાનના લોકોને ચામાં ઓછી ખાંડ નાંખવા અને રોટલી ઓછી કરવાની સલાહ આપી છે.

આખી દુનિયામાં વધી છે મોંઘવારી:
એક સ્ટડીનું માનીએ તો છેલ્લાં 40 વર્ષમાં આ પહેલીવાર છે જ્યારે જરૂરી સામાનની કિંમતમાં એ હદે વધારો થઈ રહ્યો છે. આ સ્ટડીએ નિષ્ણાતોને હેરાન પરેશાન કરી દીધા છે. આવનારા દિવસોમાં મુશ્કેલીમાં વધારો થવાની છે તે નક્કી છે. ઈન્ફોલાઈન તરફથી થયેલા સર્વેનું માનીએ તો આ વર્ષે આખી દુનિયામાં ખાવા-પીવાની વસ્તુઓના ભાવમાં અત્યંત વધારો થઈ રહ્યો છે. પ્રાઈસ ઈન્ડેક્સ પહેલીવાર 27 ટકાથી વધી ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news