ખિસ્સા ખાલી થશે! આવક વધતી નથી અને હોમલોનના દર મહિને વધી રહ્યા છે હપ્તા, આ બેન્કે વધાર્યો દર

Bank of india bank hikes MCLR: MCLR વધાર્યા પછી, હવે તમારી લોન પર સીધી અસર થશે, જે ગ્રાહકોએ બેંકમાંથી હોમ લોન લીધી છે તેમને હવે વધેલા દરના હપ્તા ભરવા પડશે. નવા ગ્રાહકોએ પણ વધેલા વ્યાજ પર લોન લેવી પડશે.

ખિસ્સા ખાલી થશે! આવક વધતી નથી અને હોમલોનના દર મહિને વધી રહ્યા છે હપ્તા, આ બેન્કે વધાર્યો દર

Home Loan EMI 2023: જૂન મહિનો શરૂ થતાં જ પહેલાં જ દિવસે ભારતીય સરકારી બેંકે ગ્રાહકોને ચોંકાવી દીધા છે. આજે બેંકે તેના MCLR (માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ આધારિત લેન્ડિંગ રેટ)માં વધારો કર્યો છે. બેંક ઓફ ઈન્ડિયાએ 1 જૂન, 2023ના રોજ તમામ MCLR દરોમાં 0.05%નો વધારો કર્યો છે. એક વર્ષ માટે 8.60% થી વધારીને 8.65% કરવામાં આવી છે. નવા દરો 1 જૂનથી લાગુ થશે. સરકારી બેંક તરફથી MCLR વધાર્યા બાદ હવે તમારી લોન પર સીધી અસર થશે, બેંકમાંથી હોમ લોન લેનારા તમામ ગ્રાહકોને હવે વધેલા હપ્તા ભરવા પડશે. નવા ગ્રાહકોએ વધેલા વ્યાજ પર લોન લેવી પડશે.

હવે બેંકના નવા દરો કંઈક આ પ્રમાણે છે-

ઓવરનાઈટ MCLR 7.95%
1 મહિનાનો MCLR 8.15%
3 મહિનાનો MCLR 8.25%
6 મહિનાનો MCLR 8.45%
1 વર્ષ MCLR 8.65%
3 વર્ષ MCLR 8.85%

MCLR શું છે અને જો તે વધે તો શું ફર્ક પડે?
MCLR (માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝ્ડ લેન્ડિંગ રેટ) વાસ્તવમાં લઘુત્તમ વ્યાજ દર છે, જેની નીચે કોઈ બેંક ગ્રાહકોને લોન આપી શકતી નથી. બેંકો માટે દર મહિને ઓવરનાઈટ, એક મહિનો, ત્રણ મહિના, છ મહિના, એક વર્ષ અને બે વર્ષનો MCLR જાહેર કરવો ફરજિયાત છે. MCLR વધારવાનો અર્થ એ છે કે હોમ લોન, વાહન લોન જેવી સીમાંત ખર્ચ સંબંધિત લોન પર વ્યાજ દરો વધશે. HDFCના દરમાં વધારો નવા અને જૂના ગ્રાહકો માટે EMI પરના વ્યાજ દરો વધુ મોંઘા કરશે. આ વધારો ફ્લોટિંગ વ્યાજ દર પર લાગુ થાય છે અને નિયત વ્યાજ દર પર. ઉપરાંત, MCLRમાં વધારો થયા પછી EMI માત્ર રીસેટ તારીખે જ વધશે.

ICICI બેંકે રેટ રિવાઈઝ કર્યા

ICICI બેંકે 3 મહિના સુધી MCLRમાં 0.15%નો ઘટાડો કર્યો છે.  MCLR માં 6 મહિનાથી 1 વર્ષ સુધી 0.05-0.10% નો વધારો થયો છે.

ICICI બેંક MCLR સુધારેલ દર
હવે બેંકના નવા દરો આ પ્રમાણે છે-
ઓવરનાઈટ MCLR 8.35%
  1 મહિનાનો MCLR 8.35%
  3 મહિનાનો MCLR 8.40%
  6 મહિનાનો MCLR 8.75%
  3 વર્ષ MCLR 8.85%

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news