HLL Privatisation: એર ઇન્ડીયા બાદ હવે વેચાશે આ સરકારી કંપની, ખરીદારોની લિસ્ટમાં ઘણા મોટા નામ

HLL Privatisation: દેશમાં એક પછી એક સરકારી કંપનીઓનું ઝડપથી ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. હવે તેમાં વધુ એક નામ જોડાવવા જઇ રહ્યું છે. એર ઇન્ડીયા બાદ કેંદ્રની મોદી સરકાર વધુ એક સરકારી કંપનીને વેચવાની તૈયારી કરી લીધી છે. એચએલએલ લાઇફકેર (HLL Lifecare) ની કમાન હવે પ્રાઇવેટ હાથોમાં સોંપવા જઇ રહી છે.

HLL Privatisation: એર ઇન્ડીયા બાદ હવે વેચાશે આ સરકારી કંપની, ખરીદારોની લિસ્ટમાં ઘણા મોટા નામ

HLL Privatisation: દેશમાં એક પછી એક સરકારી કંપનીઓનું ઝડપથી ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. હવે તેમાં વધુ એક નામ જોડાવવા જઇ રહ્યું છે. એર ઇન્ડીયા બાદ કેંદ્રની મોદી સરકાર વધુ એક સરકારી કંપનીને વેચવાની તૈયારી કરી લીધી છે. એચએલએલ લાઇફકેર (HLL Lifecare) ની કમાન હવે પ્રાઇવેટ હાથોમાં સોંપવા જઇ રહી છે. તેના માટે સરકારે બોલી પણ મળવા લાગી છે. 

એચએલએલ લાઇફકેર વેચવાની તૈયારીમાં સરકાર
જોકે, એચએલએલ લાઇફકેર લિમિટેડમાં સરકાર પોતાની પુરી ભાગીદારી વેચી રહી છે એટલે કે હવે આ કંપની પણ ખાનગી હાથોમાં જતી રહેશે. લાઇવ મિંટમાં છપાયેલા સમાચાર અનુસાર આ કંપનીના ખરીદદારોની બોલી આવવાનું શરૂ થઇ ગયું છે. ભારતીય કંપની ગ્રુપ અદાણી ગ્રુપ (Adani Group) અને પિરામલ હેલ્થકેર (Piramal Healthcare) સાર્વજનિક ક્ષેત્રની દવા કંપની, એચએલએલ લાઇફકેર લિમિટેડ (HLL Lifecare limited (HLL) ને ખરીદવા માટે દોડમાં આગળ ચાલી રહી છે કે દોડમાં સામેલ છે. 

બોલીના આધારે થશે પુરી પ્રક્રિયા
સૂત્રોનું માનીએ તો જલદી જ સરકાર તરફથી પીરામલ ગ્રુપ, અદાણી ગ્રુપ, અપોલો ગ્રુપ ઓફ હોસ્પિટલ્સ અને મેઘા એંજીનિયરિંગ એન્ડ ઇંફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (Meil) સહિત બોલીદાતાઓ પાસે એચએલએલ લાઇફકેર લિમિટેડ માટે નાણાકીય બોલીઓ મંગાવવામાં આવશે. સરકાર તેને વેચવા માટે બોલી મંગાવશે. એટલે કે તેની પુરી પ્રક્રિયા બોલીઓ પર આધારિત રહેશે. 

ડ્યૂ ડિલિજેંસ જાહેર
એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું કે અત્યારે ડ્યૂ ડિજિજેંસ જાહેર છે અને વિજેતાના સિલેક્શનની પ્રક્રિયા નાણાકીય બોલીઓના આધાર પર કરવામાં આવશે. જાણકારોના અનુસાર લેણદેણ સલાહકાર તેમનું મૂલ્યાંકન કરી રહ્યા છે, એચએલએલને ખરીદવા માટે અદાણી ગ્રુપ, પીરામલ ગ્રુપે રસ દાખવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે 14 સપ્ટેમ્બરના રોજ સ્વાસ્થ્ય ક્ષેત્રના સાર્વજનિક ઉપક્રમમં સરકાર્ની 100 ટકા ભાગીદારી વેચાણ માટે શરૂઆતી બોલી માંગી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news