હવે લીટર પેટ્રોલ-ડીઝલ માટે તમારે ચુકવવા પડશે આટલાં રૂપિયા, જાણો બદલાઈ ગયો ભાવ

Petrol-Diesel Price Update: પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત બદલાવ થતો હોય છે. એજ પ્રમાણે આજે ફરી એકવાર સવાર પડતાની સાથે બદલાઈ ગયો પેટ્રોલ-ડીઝલનો ભાવ. જાણી લેજો તમારા શહેરમાં આજે શું છે તાજો ભાવ...

હવે લીટર પેટ્રોલ-ડીઝલ માટે તમારે ચુકવવા પડશે આટલાં રૂપિયા, જાણો બદલાઈ ગયો ભાવ

Petrol-Diesel Price Today: સરકારનું બજેટ તો આવીને જતુ રહ્યું પણ એમાં કંઈક ખાસ મળ્યું નહીં. સામાન્ય લોકો હજુ પણ કેન્દ્ર સરકાર પાસે આશા રાખીને બેઠા છેકે, પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો થાય. સરકાર તેલ કંપનીઓ પર દબાણ લાવીને ભાવમાં ઘટાડો કરે તેવી લોકોને આશા છે. આજે ફરી બદલાઈ ગયો છે પેટ્રોલ-ડીઝલનો ભાવ...જાણો હવે તમને કેટલાં રૂપિયામાં પડશે લીટર પેટ્રોલ-ડીઝલ...

4 સપ્ટેમ્બર માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. 4 સપ્ટેમ્બરે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતો એવી જ છે અને અહીં કોઈ ફેરફાર થયો નથી. 4 સપ્ટેમ્બરે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ યથાવત છે. જો કે સામાન્ય લોકો હજુ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને રાહતની આશા રાખી રહ્યા છે, પરંતુ કેન્દ્રીય તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલને સસ્તું કરવામાં આવી રહ્યું છે. હવે જોવાનું એ રહે છે કે ભવિષ્યમાં ઓઈલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ક્યારે રાહત આપે છે.

મહાનગરોની શું હાલત છે?
દિલ્હીમાં પેટ્રોલની કિંમત 94.72 રૂપિયા પ્રતિ લીટર છે અને ડીઝલની કિંમત માત્ર 87.62 રૂપિયા પ્રતિ લીટર છે. આ સિવાય મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત પર નજર કરીએ તો પેટ્રોલની કિંમત 103.94 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 89.97 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે કોલકાતામાં પેટ્રોલ 103.94 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 90.76 રૂપિયા પ્રતિ લિટરના દરે વેચાઈ રહ્યું છે. છેલ્લે, ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 100.85 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 92.44 રૂપિયા પ્રતિ લિટર છે.

બીજા શહેરોમાં આજે શું છે પેટ્રોલ-ડીઝલનો ભાવ?
શહેર        પેટ્રોલ         ડીઝલ

બેંગલુરુ         102.86         88.94
લખનૌ         94.65         87.76
નોઇડા         94.66         87.76
ગુરુગ્રામ         94.98         87.85
ચંદીગઢ         94.24         82.40
પટના         105.42         92.27
-
છેલ્લે માર્ચમાં કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો હતોઃ
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લે માર્ચમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. માર્ચમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2-2 રૂપિયાનો ફેરફાર કરવામાં આવ્યો હતો પરંતુ ત્યાર બાદ કોઈ મોટી રાહત આપવામાં આવી નથી. જો કે, લોકો કેન્દ્રીય તેલ કંપનીઓ પાસેથી રાહતની અપેક્ષા રાખે છે.

કઈ બાબતોના આધારે નક્કી થાય છે પેટ્રોલ-ડીઝલનો ભાવ?
પેટ્રોલ-ડીઝલનો ભાવ મુખ્ય ચાર બાબતોના આધારે નક્કી કરવામાં આવે છે.
1) કાચા તેલની કિંમત એટલે કે, આંતરરાષ્ટ્રિય બજારોમાં ક્રૂડ ઓઈલનો ભાવ
2) રૂપિયા પ્રમાણે અમેરિકી ડોલરની કિંમત
3) કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વસૂલવામાં આવતો ટેક્સ
4) દેશમાં ફ્યુલની માગ કેટલી છે તેને પણ ધ્યાને લેવાય છે.

તમારા સુધી કેવી રીતે પહોંચે છે પેટ્રોલ-ડીઝલ?
1) ઈમ્પોર્ટઃ વિદેશથી કાચું તેલ ખરીદવામાં આવે છે.
2) રિફાઈનરીઃ કાચા તેલમાંથી પેટ્રોલ-ડીઝલ અલગ કરવામાં આવે છે.
3) કંપનીઓ: તે પોતાનો નફો કમાઈ પેટ્રોલ-ડીઝલ પહોંચાડે છે.
4) ગ્રાહકોઃ કેન્દ્ર અને રાજ્ય સરકારનો ટેક્સ ઉમેરાય પછી ગ્રાહકો ખરીદે છે.

આ રીતે તમે ઘરે બેઠા ભાવ ચેક કરી શકો છો-
તમે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સરળતાથી જાણી શકો છો. આ માટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓની વેબસાઈટ પર જવું પડશે અથવા SMS મોકલવો પડશે. જો તમે ઈન્ડિયન ઓઈલના ગ્રાહક છો તો તમે RSP સાથે 9224992249 નંબર પર SMS મોકલી શકો છો અને જો તમે BPCL ગ્રાહક છો તો RSP લખીને 9223112222 નંબર પર SMS મોકલી શકો છો.

OMCs કિંમતો બહાર પાડે છે-
તમને જણાવી દઈએ કે દરરોજ સવારે 6.30 વાગ્યે દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરે છે. જો કિંમત બદલાય છે તો તે વેબસાઇટ પર અપડેટ થાય છે. વાસ્તવમાં છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. જોકે, 22 મે, 2022થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જેવી કંપનીઓ તેમની વેબસાઈટ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. તમે ઘરે બેઠા પણ તેલની કિંમત ચકાસી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news