Gujarat Budget 2021: તરસ્યા ગુજરાતને પાણીદાર બનાવવા 5494 કરોડની જોગવાઈ, કંઇક આવું છે પ્લાનિંગ

એક સમયે આપણું રાજ્ય પાણીની અછત ધરાવતા રાજ્ય તરીકે ઓળખાતું હતું. અમારી સરકારના જળ સંસાધન માટેના છેલ્લા 25 વર્ષોના કુનેહભર્યા પ્રયત્નોથી આજે ગુજરાત વોટર મેનેજમેન્ટ માટે સમગ્ર દેશમાં રોલ મોડેલ બન્યું છે.

Gujarat Budget 2021: તરસ્યા ગુજરાતને પાણીદાર બનાવવા 5494 કરોડની જોગવાઈ, કંઇક આવું છે પ્લાનિંગ

ગાંધીનગર: રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ (Nitin Patel) આજે વિધાનસભામાં ગુજરાત રાજ્યનું 2021-22 નું અંદાજપત્ર (budget 2021) રજૂ કરી રહ્યાં છે. નાણામંત્રી તરીકે 9 મી વખત બજેટ નીતિન પટેલ (Nitin Patel) રજૂ કરી રહ્યાં છે. વર્ષ 2021-22 ના અંદાજ પ્રમાણે ગુજરાતનું બજેટ (Gujarat Budget) કરોડની એકંદર પુરાંત હોવાનું દર્શાવવામાં આવ્યું છે. 2,27,029  કરોડનું અંદાજ પત્ર રજૂ કરવામાં આવ્યું છે. 

એક સમયે આપણું રાજ્ય પાણીની અછત ધરાવતા રાજ્ય તરીકે ઓળખાતું હતું. અમારી સરકારના જળ સંસાધન માટેના છેલ્લા 25 વર્ષોના કુનેહભર્યા પ્રયત્નોથી આજે ગુજરાત વોટર મેનેજમેન્ટ માટે સમગ્ર દેશમાં રોલ મોડેલ બન્યું છે. હું આનંદ સાથે આ સન્માનનીય ગૃહના ધ્યાને મુકવા માંગુ છુ કે નીતિ આયોગ દ્વારા ગુજરાતને કોમ્પોઝીટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્ષમાં છેલ્લા 3 વર્ષથી સતત પ્રથમ સ્થાન આપવામાં આવેલ છે. 

  • રાજ્યની મહત્વકાંક્ષી સૌની યોજનાના પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થયેલ છે. બીજા તબક્કાની કામગીરી મહદ્દઅંશે પૂર્ણ થયેલ છે. રાજકોટ શહેરની જીવાદોરી સમાન આજી-1 અને ન્યારી-1 ડેમમાં નર્મદાનું પાણી ભરવામાં આવેલ છે તથા ભાવનગર શહેરના પીવાના પાણી માટે મહત્ત્વના સ્ત્રોત બોર તળાવને સૌની યોજના હેઠળ સમાવેલ છે. આ યોજનાના ત્રીજા તબક્કા માટે રૂ.1071 કરોડની જોગવાઇ.
  • અટલ ભુજલ યોજના હેઠળ ૫ વર્ષના સમયગાળા માટે રૂ. 757 કરોડની જોગવાઇ. 
  • રાજ્યમાં ચેકડેમ, તળાવો ઊંડા કરવા અને નવા બનાવવા જળસંચય યોજનાઓના કામો માટે રૂ. 312 કરોડની જોગવાઇ.

    Gold Price Today: હવે મોંઘું થશે સોનું? એક્સપર્ટ પાસેથી જાણો ક્યારે ખરીદવું સોનું?
     

  • બનાસકાંઠા જિલ્લાના થરાદ, લાખણી, ડીસા અને દાંતીવાડા તાલુકાના આશરે 6000 હેકટર વિસ્તારને લાભ આપતી થરાદથી સીપુ ડેમ સુધીની પાઈપલાઈનની યોજના પ્રગતિ હેઠળ છે. જેના માટે રૂ.૨૨૬ કરોડની જોગવાઈ 
  • સાબરમતી નદી પર હિરપુરા અને વલાસણા બેરેજના પ્રગતિ હેઠળના કામ માટે વધુ રૂ. 50 કરોડની જોગવાઇ 
  • સુજલામ સુફલામ યોજના હેઠળ હયાત પાઇપલાઇનથી 2 કિલોમીટરની મર્યાદામાં આવતા 737 તળાવોમાં પાણી આપવામાં આવે છે. હવે ખેડૂતોની માંગણી ધ્યાને લઇ આ પાઇપલાઇનથી 3 કિલોમીટરની મર્યાદામાં આવતા વધારાના નવા 295 તળાવોમાં પાણી આપવા માટે પાઇપલાઇન નાખવામાં આવશે. જેના માટે રૂ. 10 કરોડની જોગવાઈ.
  • Gujarat Budget 2021: બજેટમાં સરકારે ખેડૂતોને કર્યા ખુશ, જાણો શું-શું મળ્યું

    સ્વર્ગસ્થ મુખ્યમંત્રી કેશુ પટેલને યાદ કરાયા
    સરદાર સહભાગી જળસંચય યોજના માટે સ્વર્ગસ્થ મુખ્યમંત્રી કેશુ પટેલને યાદ કરવામાં આવ્યા છે. તેઓ જળ સંચયના મહત્વને તેઓ સમજ્યા હતા. કેશુભાઈના સમેય ચેકડેમ બનાવવાની યોજના 60/40 ની હતી. મોદીસાહેબ બન્યા ત્યારે બંન વખતે હું સિંચાઇ મંત્રી હતો. ધારાસભ્યોએ રજૂઆત કરી હતી કે સરકાર 80 ટકા અને પ્રજા 20 ટકા કરો મોદી સાહેબ પાણીની જરૂરિયાત સમજીને 80 ટકા ફાળો કર્યો. આજે ગુજરાતમાં એકપણ સ્થળ બાકી નથી જ્યાં ચેકડેમ બનાવાયો ન હોય. દર વર્ષે તળાવો ઉંડા કરાવનું કામ , પાણીના એક એક ટીપાનો સદુપયોગ કરવાનું કામ કરાય છે.  

    પાણી ભગવાનની પ્રસાદી છે, તેની નીચેથી ઉંચકીને મોંમાં મૂકીએ છીએ. તેમ પાણીને દરિયામાં ન જવા દેવાય. બનાસકાંઠા જિલ્લાના થરાદ, લાયણી દીશાદ, તાલુકાના 6000 હજાર હેક્ટરને સિંચાઈનો લાભ આવપા થરાદથી સીધી ડેમ સુધી પાઈપલાઈન ચોજના પાઈપલાનમાં છે. આ માટે 600 કરોડ ફાળવ્યા. તેમના આર્શીવાદ બનાસકાંઠાની જનતાએ આર્શીવાદ આપ્યા. પ્રજાને અમારા પર વિશ્વાસ છે. 

    લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

    સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

    Trending news