GST કાઉંસિલ: ચૂંટણી પહેલાં નાના વેપારીઓ માટે મોટી જાહેરાત, દૂર થશે આ મોટું ટેંશન
સરકારે GST કાઉંસિલ મીટિંગમાં નાના વેપારીઓને મોટી રાહત આપી છે. કહી શકીએ કે લોકસભાની ચૂંટણી પહેલાં મીડિયમ અને નાના વેપારીઓ માટે નવા વર્ષની આનાથી મોટી કોઇ ભેટ હોઇ ન શકે. સૂત્રોના હવાલેથી મળતી માહિતી મુજબ સરકારે ના ફક્ત થ્રેસહોલ્ડની લિમિટ 20 થી વધારીને 40 લાખ કરી દીધી છે.
Trending Photos
પ્રકાશ પ્રિયદર્શી, નવી દિલ્હી: સરકારે GST કાઉંસિલ મીટિંગમાં નાના વેપારીઓને મોટી રાહત આપી છે. કહી શકીએ કે લોકસભાની ચૂંટણી પહેલાં મીડિયમ અને નાના વેપારીઓ માટે નવા વર્ષની આનાથી મોટી કોઇ ભેટ હોઇ ન શકે. સૂત્રોના હવાલેથી મળતી માહિતી મુજબ સરકારે ના ફક્ત થ્રેસહોલ્ડની લિમિટ 20 થી વધારીને 40 લાખ કરી દીધી છે, પરંતુ કંપોઝીશન સ્કીમની મર્યાદા પણ 1 કરોડથી વધારીને 1.5 કરોડ કરી દેવામાં આવી છે. તમને જણાવી દઇએ કે GST કાઉંસિલની 31મી અને આ વર્ષની પ્રથમ બેઠક અત્યારે ચાલી રહી છે અને જેમ-જેમ અપડેટ આવશે, અમે તમને જણાવતાં રહીશું.
નાના વેપારીઓને મોટી રાહત
ચૂંટણી પહેલાં MSMEs સેક્ટરને મોટી ભેટ મળી છે. સરકારે GST થ્રેશહોલ્ડની લિમિટ 20 લાખ રૂપિયાથી વધારીને 40 લાખ રૂપિયા કરી દીધી છે. તેનાથી નાના અને મધ્યમ વેપારીઓને ફાયદો થશે સાથે જ રોજગારની નવી તકો ઉભી થશે. તેનો સીધો અર્થ એ છે કે હવે 40 લાખ રૂપિયા સુધી વાર્ષિક ટર્નઓવર કરનાર વેપારીઓને GST રજિસ્ટ્રેશનની જરૂર નહી પડે.
વધારવામાં આવી કંપોઝીશન સ્કીમની મર્યાદા
વારંવાર GST રિટર્ન ફાઇલ કરનાર વેપારીઓને રાહત આપતાં સરકારે કંપોઝીશન સ્કીમની મર્યાદા વધારી દેવામાં આવી છે. હવે એક કરોડના બદલે 1.5 કરોડ રૂપિયા સુધી ટર્નઓવર કરનાર સ્મોલ ટ્રેડર્સ અને મેન્યુફેક્ચરર પણ કંપોઝીશન સ્કીમની મર્યાદામાં આવશે. નવો નિયમ 1 એપ્રિલ, 2019થી લાગૂ કરવામાં આવશે. આ ઉપરાંત સૌથી મોટી રાહત એ છે કે કંપોઝીશન સ્કીમની મર્યાદામાં આવનાર વેપારીઓને ત્રિમાસિકના બદલે, વાર્ષિક રિટર્ન ફાઇલ કરી શકશે. તમને જણાવી દઇએ કે કંપોઝીશન સ્કીમમાં આવનાર વેપારીઓ માટે કુલ વેચાણ પર એકહપ્તો GST જમા કરાવવો પડે છે અને ટેક્સ પણ એક ફિક્સ રેટ્સ પર આપવું પડે છે.
અંડર કંસ્ટ્રક્શન ઘરો પર ઘટ્યો નહી GST
સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ સરકારે સસ્તા મકાનોને લઇને કોઇ રાહત આપી નથી. અંડર કંસ્ટ્રકશન ઘરો પર GST ઘટાડવા પર કાઉંસિલની બેઠકમાં સહમતિ બની નથી. હવે આ મામલે ગ્રુપ ઓફ મિનિસ્ટર્સને મોકલવામાં આવશે. જો આ GoM, GST કરવાની ભલામણ આપે છે ત્યારે અંડર કંસ્ટ્રકશન પ્રોપર્ટી પર ટેક્સ ઓછો કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે