Budget પહેલા જ આવ્યાં સારા સમાચાર, GST કલેક્શનમાં હેટ્રિક મારી આટલા રૂપિયા ભેગા થયા

દેશના આર્થિક બજેટ રજુ થતા પહેલા જ એક સારા સમાચાર સામે આવી રહ્યાં છે. વિકાસ દરની ધીમી ગતિ વચ્ચે પણ આ સારા સમાચાર મળ્યાં છે. કેન્દ્ર સરકારે એકવાર ફરીથી વસ્તુ અને સેવા કર (GST)માં જબરદસ્ત કલેક્શન કર્યું છે.

Budget પહેલા જ આવ્યાં સારા સમાચાર, GST કલેક્શનમાં હેટ્રિક મારી આટલા રૂપિયા ભેગા થયા

નવી દિલ્હી: દેશના આર્થિક બજેટ (Budget 2020) રજુ થતા પહેલા જ એક સારા સમાચાર સામે આવી રહ્યાં છે. વિકાસ દરની ધીમી ગતિ વચ્ચે પણ આ સારા સમાચાર મળ્યાં છે. કેન્દ્ર સરકારે એકવાર ફરીથી વસ્તુ અને સેવા કર (GST)માં જબરદસ્ત કલેક્શન કર્યું છે. એકવાર ફરીથી જીએસટી કલેક્શનમાં એક લાખ કરોડ રૂપિયાનો આંકડો પાર થયો છે. આ અગાઉ પણ બે મહિના સુધી સતત જીએસટી કલેક્શન એક લાખ કરોડનો આંકડો સ્પર્શી ચૂક્યો છે. જાન્યુઆરીમાં જીએસટી સંગ્રહ 1.1 લાખ કરોડ રૂપિયા રહ્યું. 

પ્રાપ્ત આંકડો મુજબ જાન્યુઆરીમાં જીએસટીનો ઘરેલુ સંગ્રહ લગભગ 86,453 કરોડ રૂપિયા રહ્યું છે. આ બાજુ એકીકૃત જીએસટી (IGST) અને ઉપકરથી 23,597 કરોડ રૂપિયા જમા થયા. આ અગાઉ બે મહિના નવેમ્બર અને ડિસેમ્બર 2019માં પણ જીએસટી કલેક્શન એક લાખ કરોડ  રૂપિયાથી વધુ રહ્યું. નવેમ્બર મહિનામાં જીએસટી વસૂલાત 1,03,492 કરોડ રૂપિયા જ્યારે ડિસેમ્બરમાં આ આંકડો 1,03,184 કરોડ રૂપિયા રહ્યું. અત્રે જણાવવાનું કે જુલાઈ 2017માં જીએસટી લાગુ થયા બાદ એપ્રિલ 2019માં જીએસટી કલેક્શન સૌથી વધુ 1,13,965 કરોડ રૂપિયા રહ્યું હતું. 

સતત નિગરાણી અને કડકાઈથી વધ્યું કલેક્શન
એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાં મુજબ છેલ્લા કેટલાક મહિનાથી મહેસૂલ વિભાગે જીએસટીમાં થનારી ધાંધલી અને ચોરી પર નકેલ કસી છે. જીએસટીમાં પારદર્શકતા  અને કડકાઈ લાવવા માટે આવકવેરા વિભાગ, જીએસટી અધિકારી અને પ્રત્યક્ષ કર અને અપ્રત્ક્ષ કર વિભાગ સાથે કામ કરી રહ્યાં છે. સરકાર ટેક્સ ચોરી વિરુદ્ધ અભિયાન ચલાવી રહી છે. જે લોકો નકલી બિલના ઈનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ ઉઠાવી રહ્યાં છે તેમના વિરુદ્ધ તપાસમાં ઝડપ લાવવામાં આવી રહી છે. 

જુઓ LIVE TV

આ અગાઉ મોદી સરકારે શુક્રવારે સંસદમાં આર્થિક સર્વેક્ષણ રજુ કર્યું હતું. આ સર્વેમાં સરકારે આગામી નાણાકીય વર્ષ એટલે કે 2020-21 માટે 6થી 6.5 ટકા વિકાસનું અનુમાન લગાવ્યું છે. સર્વેમાં આર્થિક હાલાત સુધારવા અને અર્થવ્યવસ્થાને સંકટમાંથી બહાર કાઢવામાંની સાથે પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવા માટે બે ખાસ પોઈન્ટ પર ફોકસ કરવાનું કહેવાયું છે. કહેવાયુ છે કે સરકાર પ્રો બિઝનેસ એટલે કે કારોબારમાં ફાયદો પહોચાડનારી નીતિઓ બનાવે, જેનાથી પ્રતિસ્પર્દા બ6જારની અસલ ક્ષમતા સામે આવે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news