Gold Rate Today: ગણતરીના કલાકોમાં સોનું જબ્બર ઉછળ્યું, છતાં તમને ઓછા ભાવે સોનું લેવાની તક, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ

Latest Gold Rate: સોના અને ચાંદીમાં ગણતરીના કલાકોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. જો તમે પણ સોનું અને ચાંદી લેવાનું વિચારતા હોવ તો આજનો ભાવ ખાસ જાણો. આ ઉપરાંત તમે હજુ પણ તમારા બજેટમાં કેવી રીતે સોનું લઈ શકો તે પણ જાણો. 

Gold Rate Today: ગણતરીના કલાકોમાં સોનું જબ્બર ઉછળ્યું, છતાં તમને ઓછા ભાવે સોનું લેવાની તક, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ

સોનાના ભાવમાં રેકોર્ડ હાઈ જોવા મળી રહ્યો છે. આજે બુલિયન્સમાં તેજી જોવા મળી છે. સોનું MCX પર પોતાના રેકોર્ડ હાઈ પર પહોંચી ગયું. આજે તેણે 80,450 નું લેવલ સ્પર્શી લીધુ.  આ ઉપરાંત શરાફા બજારમાં પણ આજે સોના અને ચાંદીમાં તેજી જોવા મળી છે. જો લગ્નગાળા ટાણે તમે પણ સોનું કે ચાંદી ખરીદવાનું પ્લાનિંગ કરતા હોવ તો તમે લેટેસ્ટ રેટ ખાસ ચેક કરી લો. 

વાયદા બજારમાં ભાવ
ભારતીય વાયદા બજાર (MCX) પર આજે સવારે 10:30 વાગ્યાની આસપાસ સોનું 111 રૂપિયાની તેજી સાથે 80,400 ની આસપાસ જોવા મળ્યું. જે કાલે 80,289 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 86 રૂપિયાના ઉછાળા સાથે 91,137 રૂપિયા પર ટ્રેડ થઈ રહી હતી જે કાલે 91,051 રૂપિયાના સ્તરે ક્લોઝ થઈ હતી. 

શરાફા બજારમાં આજે ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 506 રૂપિયા ઉછળીને 80,819 રૂપિયાની સપાટીએ પહોંચી ગયું છે. જે કાલે 80,313 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 678 રૂપિયા વધીને 90,428 રૂપિયાના સ્તરે પહોંચી છે જે કાલે 89,750 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. 

For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459

Follow us on Twitter : https://t.co/lXovVzbVEI

Follow us on Instagram : https://t.co/ZOr2uGjPPE

— IBJA (@IBJA1919) January 29, 2025

રિટેલ ભાવ પર ફેરવો નજર
અહીં તમને 24 કેરેટથી લઈને 14 કેરેટ સોનાના ભાવ જાણવા મળશે. તમે એ રીતે  તમારા સોનાની ખરીદી પ્લાન કરી શકો છો. 

For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459

Follow us on Twitter : https://t.co/lXovVzbVEI

Follow us on Instagram :… pic.twitter.com/4bE3gVMdP5

— IBJA (@IBJA1919) January 29, 2025

ખાસ નોંધ
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news