Yes Bankના ગ્રાહકો માટે ખુશખબરી, ટૂંક સમયમાં દૂર થશે પૈસા ઉપાડવા પર લાગેલી પાબંધી
કેન્દ્ર સરકારે આજે યસ બેંક (Yes Bank)ના ગ્રાહકો માટે મોટી રાહત આપતાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શુક્રવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી 3 દિવસમાં યસ બેંક મોરેટેરિયમ પીરિયડ (Moratorium On Yes Bank)ને ખતમ કરી દેવામાં આવશે.
Trending Photos
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે આજે યસ બેંક (Yes Bank)ના ગ્રાહકો માટે મોટી રાહત આપતાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શુક્રવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી 3 દિવસમાં યસ બેંક મોરેટેરિયમ પીરિયડ (Moratorium On Yes Bank)ને ખતમ કરી દેવામાં આવશે. તેનો અર્થ એ છે કે હવે ગ્રાહકોને કેશ ઉપાડ પર લાગેલી પાબંધી પર લાગેલ પ્રતિબંધ સમાપ્ત થઇ જશે. નાણામંત્રીએ જણાવ્યું કે આજે કેબિનેટ બેઠકમાં યસ બેંકના રીકંસ્ટ્રકશન પ્લાનને મંજૂરી મળી ગઇ છે અને ટૂંક સમયમાં નોટિફિકેશન જાહેર કરવામાં આવશે.
નોટિફિકેશન ઇશ્યૂ થવાના 3 દિવસ બાદ ઉપાડ પર લાગેલી પાબંધી દૂર થઇ જશે. નાણામંત્રીએ એ પણ જણાવયું કે એક નવું બોર્ડ, જેમાં SBIના ઓછામાં ઓછા 2 નિર્દેશક છે, અધિસૂચના જાહેર થવાના 7 દિવસની અંદર કાર્યભાર સંભાળી લેશે. તમને જણાવી દઇએ કે અત્યારે યસ બેંકના ગ્રાહકો પર RBI એ દર મહિને 50 રૂપિયાની સીમા નક્કી કરી છે.
Finance Minister Nirmala Sitharaman on Yes Bank reconstruction: The moratorium will be lifted within 3 days of notifying the scheme. A new board, having at least 2 directors of SBI, will take over within 7 days of the issuance of notification. https://t.co/24yXhLfYZs pic.twitter.com/JA2NjMn9JJ
— ANI (@ANI) March 13, 2020
નાણામંત્રીએ જણાવ્યું કે યસ બેંકની આધિકૃત પૂંજી 1100 કરોડ રૂપિયાથી વધારીને 6200 કરોડ રૂપિયા કરી દેવામાં આવી છે, જેથી બેંકની પૂંજીગત જરૂરિયાતોને તાત્કાલિક અને પછી વધારવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે