2.75 રૂપિયાથી 670ને પાર પહોંચ્યો આ શેર, 1 લાખના રોકાણને બનાવી દીધા 2.5 કરોડ રૂપિયા

Multibagger Stock- ડીએસએસએલ માઇક્રો કેપ કંપની છે. તેનું માર્કેટ કેપ 875.75 કરોડ રૂપિયા છે. ડીએસએસએલ શેરનો 52 વીકનો હાઈ 849 રૂપિયા અને 52 સપ્તાહનો લો 284.55 રૂપિયા છે.
 

2.75 રૂપિયાથી 670ને પાર પહોંચ્યો આ શેર, 1 લાખના રોકાણને બનાવી દીધા 2.5 કરોડ રૂપિયા

નવી દિલ્હીઃ Multibagger Stock : શેર બજારમાં કેટલાક સ્ટોક્સ છપ્પરફાડ રિટર્ન ઈન્વેસ્ટરોને આપે છે. તેવા મલ્ટીબેગર સ્ટોક ભાગ્યથી જે લોકોના હાથમાં આવી જાય છે, તેનું જીવન બદલાય જાય છે. લોન્ગ ટર્મમાં ઈન્વેસ્ટરોને માલામાલ કરનાર એક શેર ડાયનાકન્સ સિસ્ટમસ એન્ડ સોલ્યૂસન્સ (DSSL)કંપનીનો છે. ડીએસએસએલના શેરની કિંમત 10 જાન્યુઆરી 2014ના માત્ર 2.75 રૂપિયા હતી. જે  સોમવાર 18 જાન્યુઆરીએ વધીને 677 રૂપિયા થઈ ગઈ છે. આ દરમિયાન કંપનીએ ઈન્વેસ્ટરોને મોટો લાભ કરાવ્યો છે. 

ડાયનાકોન્સ સિસ્ટમ્સ એન્ડ સોલ્યુશન્સ લિમિટેડ (DSSL) સિસ્ટમ એકીકરણ, નેટવર્કિંગ સોલ્યુશન્સ, સુવિધા વ્યવસ્થાપન સેવાઓ, સુરક્ષા ઉકેલો અને સોફ્ટવેર સેવાઓ પ્રદાન કરે છે. તાજેતરમાં કંપનીને ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL) તરફથી રૂ. 137 કરોડનો ઓર્ડર મળ્યો છે. આ કરારની અવધિ 5 વર્ષ છે. DSSL ભારતભરની ઓફિસો/ફેક્ટરીઝ માટે ડેસ્કટોપ, વર્કસ્ટેશન, LED પ્રોજેક્ટર અને UPS સહિત ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતા ડિજિટલ વર્કપ્લેસ સોલ્યુશન્સ સાથે BHEL પ્રદાન કરશે.

આપ્યું બમ્પર રિટર્ન
ડીએસએસએલ માઇક્રો કેપ કંપની છે. તેનું માર્કેટ કેપ 875.75 કરોડ રૂપિયા છે. ડીએસએસએલ શેરનો 52 વીકનો હાઈ 849 રૂપિયા અને 52 સપ્તાહનો લો 284.55 રૂપિયા છે. એક વર્ષમાં આ સ્ટોકે ઈન્વેસ્ટરોને 60 ટકાનું રિટર્ન આપ્યું છે. DLSS સ્ટોક પાંચ વર્ષમાં 1923 ટકા વધ્યો છે. તે જ સમયે, આ સ્ટોકનું વળતર દસ વર્ષમાં 22 હજાર ટકા રહ્યું છે.

એક લાખ રૂપિયા 2.5 કરોડ થઈ ગયા
10 જાન્યુઆરી, 2014ના રોજ, NSE પર DSSL શેરનો દર રૂ. 2.75 હતો, જે હવે વધીને રૂ. 692 થયો છે. જો કોઈ રોકાણકારે દસ વર્ષ પહેલાં આ શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોય અને અત્યાર સુધી તેનું રોકાણ જાળવી રાખ્યું હોય, તો તેના રોકાણની કિંમત હવે વધીને રૂ. 25,163,636 થઈ ગઈ છે.

નેટ પ્રોફિટ 44 ટકા વધ્યો
ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં ડાયનાકોન્સ સિસ્ટમ્સ એન્ડ સોલ્યુશન્સ લિમિટેડનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 44.44 ટકા વધીને રૂ. 13 કરોડ થયો છે. એ જ રીતે કરવેરા પહેલાંનો નફો પણ વાર્ષિક ધોરણે 41.67 ટકા વધીને રૂ. 17 કરોડ થયો છે. પરંતુ, નાણાકીય વર્ષ 2023 ના બીજા ક્વાર્ટરની તુલનામાં, નાણાકીય વર્ષ 2024 ના બીજા ક્વાર્ટરમાં કંપનીનું વેચાણ 10.57 ટકા ઘટીને રૂ. 220 કરોડ થયું છે.

(અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે, આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે, એટલે રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news