આ સરકારી બેંકે ગ્રાહકોને આપી ભેટ! હોમ-ઓટો લોન થઇ સસ્તી

બીઓબીએ નિવેદનમાં કહ્યું કે રેપો રેટ બેંચમાર્ક સાથે લિંક્ડ કંઝ્યૂમર લોન્સ માટે વ્યાજદરને 0.25 ટકા ઘટાડી દીધો છે. નવા દર રેપો રેટ સાથે લિંક્ડ હોમ લોન, મોર્ગેજ લોન, કાર લોન, એજ્યુકેશન લોન, પર્સનલ લોન અને રિટેલ લોન પ્રોડક્ટ પર લાગૂ થશે.

આ સરકારી બેંકે ગ્રાહકોને આપી ભેટ! હોમ-ઓટો લોન થઇ સસ્તી

નવી દિલ્હી: દિવાળી પહેલાં સરકારી બેંક બેંક ઓફ બરોડા (BoB) એ ગ્રાહકોને મોટી ભેટ આપી છે. BOB એ રેપો રેટથી લિંક્ડ રિટેલ લોન (Repo-Linked Retail Loan) ના વ્યાજ દર (Interest Rate)માં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. વ્યાજદરમાં ઘટાડાથી હોમ લોન અને ઓટો લોન (Auto Loan) સહીત બધી રિટેલ લોન (Retail Loan) સસ્તી થઇ ગઇ છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા રેપો રેટમાં કરવામાં આવેલા ઘટાડાના લીધે બેંકે આ પગલું ભર્યું છે જેથી ગ્રાહકો સુધી વ્યાજ દર (Interest Rate)માં ઘટાડાનો ફાયદો પહોંચી શક્યો નથી. 4 ઓક્ટોબરના રોજ આરબીઐએ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો. આરબીઆઇએ સતત પાંચમીવાર રેપો રેટ ઘટાડ્યો છે. ત્યારબાદ હવે રેપો રેટ 5.15 ટકા પર આવી ગયો છે.  

0.25 ટકા વ્યાજ દર ઘટાડ્યો
બીઓબીએ નિવેદનમાં કહ્યું કે રેપો રેટ બેંચમાર્ક સાથે લિંક્ડ કંઝ્યૂમર લોન્સ માટે વ્યાજદરને 0.25 ટકા ઘટાડી દીધો છે. નવા દર રેપો રેટ સાથે લિંક્ડ હોમ લોન, મોર્ગેજ લોન, કાર લોન, એજ્યુકેશન લોન, પર્સનલ લોન અને રિટેલ લોન પ્રોડક્ટ પર લાગૂ થશે. બેંકે આગળ કહ્યું કે હવે હોમ લોન અને ઓટો લોન્સ માટે વ્યાજ દર 8.10 ટકાથી માંડીને 8.60 ટકા વાર્ષિક થઇ ગઇ છે. 

રિવર્સ રેપો રેટ થયો 4.90%
ઘટાડા બાદ રિવર્સ રેપો રેટ ઘટીને 4.90 ટકા થઇ ગયો છે. રિઝર્વ બેંકે CRR 4 ટકા અને SLR 19 ટકા પર યથાવત રાખ્યો છે. આરબીઆઇએ આ વર્ષે સતત પાંચમી વાર વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. એમએસએફ અને બેંક રેટ એડજસ્ટ થઇને 5.40 ટકા થઇ ગયો છે. 

RBI એ GDP ગ્રોથનું અનુમાન ઘટાડ્યું
પોલિસી બાદ આરબીઆઇએ ગર્વનર શક્તિકાંત દાસે કહ્યું કે રિઝર્વ બેંકના નાણાકીય વર્ષ 2019-20 માટે જીડીપી ગ્રોથ રેટનું અનુમાન 6.9 ટકાથી ઘટાડીને 6.1 ટકા કરી દીધું છે. આ પહેલાં ઓગસ્ટમાં રિઝર્વ બેંકે ગ્રોથનું અનુમાન 7.0 ટકાથી ઘટાડીને 6.9 કરી દીધું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news