#IndiaKaDNA: 2020 સુધી દેશમાં 5G સર્વિસ લોન્ચ કરી દેશે BSNL

ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) દેશમાં 2020 સુધી 5G સર્વિસને લોન્ચ કરી દેશે

#IndiaKaDNA: 2020 સુધી દેશમાં 5G સર્વિસ લોન્ચ કરી દેશે BSNL

નવી દિલ્હી : ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) તરફથી દેશમાં 2020 સુધી 5G સર્વિસને લોન્ચ કરવામાં આવશે. આ માહિતી બીએસએનએલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અનુપમ શ્રીવાસ્તવે ઝી મીડિયા ગ્રૂપના ઇન્ડિ્યા કા ડીએનએ 2019 કોન્કલેવ (India Ka DNA 2019 Conclave) દરમિયાન બુધવારે કરી છે. તેમણે માહિતી આપી છે કે બીએસએનએલએ સૌથી પહેલાં દેશમાં 3Gની શરૂઆત કરી છે. હવે જ્યારે દુનિયા 5G તરફ વધી રહી છે ત્યારે બીએસએનએલ દેશમાં 2020 સુધી 5G સર્વિસ શરૂ કરવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. 

અનુપમ શ્રીવાસ્તવે જુલાઈ, 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ ડિજિટલ ઇન્ડિયા અભિયાનથી દેશમાં આવેલા બદલાવની પણ વાત કરી. તેમણે કહ્યું કે ડિજિટલ ઇન્ડિયા એક ક્રાંતિ છે. એના કારણે દેશમાં મોટો બદલાવ આવી ગયો છે. ડિજિટલ ઇન્ડિયા કેમ્પેઇનમાં બીએસએનએલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું મોટું યોગદાન છે. કંપનીએ નાના ગામ સુધી ઓપ્ટિકલ ફાઇબરની જાળ પાથરવાનું મહત્વનું કામ કર્યું છે. હજી સુધી 1.16 લાખ ગ્રામ પંચાયત ઓપ્ટિકલ ફાઇબર સાથે જોડાઈ ચુકી છે જેમાં 1 લાખ ગામોને બીએસએનએલએ ઓપ્ટિકલ ફાઇબર સાથે સાથે જોડ્યા છે. આયોજન પ્રમાણે કુલ અઢી લાખ ગ્રામ પંચાયતોને જોડવામાં આવશે. 

અનુપમ શ્રીવાસ્તવે જણાવ્યું છે કે અમારા મંત્રાલયે નેશનલ ડિજિટલ કોમ્યુનિકેશન પોલીસી બનાવી છે. આ અંતર્ગત 'બ્રોડબેન્ડ ફોર ઓલ' પર ફોક્સ કરવું જોઈએ. અમારો પ્રયાસ છે કે દરેક વ્યક્તિને 50 જીબીપીએસની સ્પિડ મળશે. ટેલિકોમ કંપનીઓને અલ્ટ્રા હાઇ સ્પિડ ફિફ્થ જનરેશન અથવા તો 5G સર્વિસ લોન્ચ કર્યા પછી ડિજિટલ ઇ્ન્ડિયા અભિયાનને વધારે ટેકો મળશે. હાલમાં બે કંપની ક્લાઉડ રેન (Cloud RAN) ટેકનોલોજી પર કામ કરી રહી છે અને 5Gની સ્પીડ 4G નેટવર્કની તુલનામાં ઘણી સારી હશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news