Amul : અમૂલ ડેરીની ઐતિહાસિક છલાંગ, ડેરીના ઈતિહાસમાં પહેલીવાર કરોડોનું ટર્નઓવર હાંસિલ કર્યું
Amul Dairy Turn over : અમૂલનું ઐતિહાસિક ટર્નઓવર 12,880 કરોડને પાર પહોંચ્યું... ગયા વર્ષની સરખામણીમાં અંદાજિત 9 ટકાનો વધારો થયો... 2023-24 દરમિયાન પહેલીવાર અમૂલ ડેરીનું ટર્નઓવર વધ્યું..
Trending Photos
Amul Dairy : આણંદમાં આવેલી અમૂલ ડેરીએ સ્થાપના બાદથી ઐતિહાસિક છલાંગ લગાવી છે. અમૂલનું ઐતિહાસિક ટર્નઓવર અંદાજિત રૂપિયા ૧૨,૮૮૦ કરોડને પાર થયું છે. અમૂલ ડેરીના ઈતિહાસમાં નાણાકીય વર્ષ 2023-24 દરમ્યાન પ્રથમ વાર અમૂલનું અંદાજિત ટર્નઓવર રૂપિયા ૧૨,૮૮૦ કરોડને પાર પહોંચ્યું છે. જે પાછલા વર્ષની સરખામણીમાં અંદાજિત ૯% વધારો બતાવે છે.
અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલે માહિતી આપી કે, પશુપાલકોને ચાલુ વર્ષે રૂા. ૧૦૦૦થી વધુ જેટલો પોષણક્ષમ દૂધનો ભાવ આપ્યો છે. જે ગત વર્ષની સરખામણીમાં ૧૧ ટકાનો વધારો છે. અમૂલે ૧૭૩ કરોડ કિલોથી વધુ દૂધની વાર્ષિક સંપાદન કર્યું, જે પાછલા વર્ષની સરખામણીમાં ૧૫% નો વધારો દર્શાવે છે. 3 લાખથી વધુ સેક્સ-સૉર્ટેડ વીર્યનો ઉપયોગ અને 60,000 થી વધુ HGM પાડી – વાછરડીનો જન્મ થયો છે.
તેમણે વધુમાં કહ્યું કે, પશુપાલકોને 525 કરોડથી વધુ બોનસ ફેર આપવામાં આવશે. પશુપાલકોને સારો ભાવ ફેર મળે તે માટે અમૂલ કટિબદ્ધ છે. અમૂલ દ્વારા કેટલફીડનો એક પણ વાર ભાવ વધાર્યો નથી. વર્ષમાં ત્રણ વખત પશુપાલકોને દૂધના ભાવમાં વધારો આપ્યો છે. દૂધ ઉત્પાદન વધારવા હવે પશુઓમાં પણ જોડકા અવતરશે.
72,000 કરોડના ટર્નઓવર સાથે ભારતની સૌથી મોટી FMCG
ગત વર્ષે એક રિપોર્ટ આવ્યો હતો કે, ગુજરાતના તમામ ડેરી સહકારી સંઘની મધ્યસ્થ સંસ્થા અને અમૂલ બ્રાન્ડનું માર્કેટીંગ કરતી સંસ્થા ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન (જીસીએમએમએફ) દેશની સૌથી મોટી બ્રાન્ડ બની છે. 1973માં માત્ર 6 સભ્યો અને રૂ.121 કરોડના ટર્નઓવર સાથે શરૂ કરાયેલી જીસીએમએમએફ હાલમાં ગુજરાતમાં 18 સભ્ય સંઘ ધરાવે છે અને 3 કરોડ લીટરથી વધારે દૂધ એકત્રિત કરે છે. રૂ.72,000 કરોડ (9 અબજ યુએસ ડોલર)નું ટર્નઓવર કરીને અમૂલ ભારતની સૌથી મોટી એફએમસીજી બ્રાન્ડ બની છે. વર્તમાનમાં સમગ્ર વિશ્વમાં અમૂલ 8મા નંબરની સૌથી મોટી ડેરી સંસ્થા છે. તેણે વર્ષ 2022-23માં ગ્રૂપ ટર્નઓવરમાં વધુ રૂ.11,000 કરોડનો ઉમેરો કર્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે