Budget 2023: જાણો નવા સ્લેબ પછી તમારી આવક પર કેટલો ટેક્સ ચૂકવવો પડશે?

Incometax Slab: બજેટમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે નવા ઈન્કમ ટેક્સ સ્લેબ રજૂ કર્યો છે. જેમાં સૌથી વધારે મધ્યમવર્ગના પરિવારનું ધ્યાન રાખવામાં આવ્યું છે. હવે વાર્ષિક 7 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ઈન્કમટેક્સ આપવો નહીં પડે.

Budget 2023: જાણો નવા સ્લેબ પછી તમારી આવક પર કેટલો ટેક્સ ચૂકવવો પડશે?

Nirmala Sitharaman: વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી છે. પરંતુ અત્યારથી જ મોદી સરકારે મિડલ ક્લાસને પોતાની તરફ આકર્ષવાનો દાવ રમી દીધો છે. બજેટમાં સૌથી વધારે આમ આદમી તરફથી ઈન્કમ ટેક્સમાં છૂટની વધાર માગણી થતી હોય છે. મોદી સરકારે આ વખતે મિડલ ક્લાસને બજેટમાં વર્ષો પછી મોટી ભેટ આપી છે. બજેટમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે નવો ઈન્કમ ટેક્સ સ્લેબ રજૂ કર્યો છે. જેમાં સૌથી વધારે મધ્યવર્ગીય પરિવારનું ધ્યાન રાખવામાં આવ્યું છે. હવે વાર્ષિક 7 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ઈન્કમટેક્સ આપવો નહીં પડે. 

કેવો છે નવો ટેક્સ સ્લેબ:
જો 7 લાખથી વધારે આવક હોય તો... 

આવક        ટેક્સ
3-6 લાખ        5 ટકા
6-9 લાખ        10 ટકા
9-12 લાખ        15 ટકા
12-15 લાખ    20 ટકા
15 લાખથી ઉપર    30 ટકા

જૂના ટેક્સ સ્લેબનું હવે શું થશે:
જાણકારોનું માનીએ તો સરકારે નવા ટેક્સ રિજીમ પર અન્ય સુવિધાની જાહેરાત કરતાં પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો છે કે હવે ટેક્સની ગણતરી જૂની વ્યવસ્થા ધીમે ધીમે ખતમ થઈ જશે. તેનો અર્થ એ છે કે આગામી કેટલાંક વર્ષોમાં ઈન્કમ ટેક્સ અધિનિયમની વિવિધ ધારા અંતર્ગત મળનારી ટેક્સ છૂટની જોગવાઈઓને પાછી લેવામાં આવી શકે છે.  નાણા મંત્રીએ કહ્યું કે ન્યૂ ટેક્સ રિજીમમાં 15.5 લાખ રૂપિયા અને તેનાથી વધારે માટે 52,500 રૂપિયા સુધી સ્ટાન્ડર્ડ ડિડક્શન આપવામાં આવશે.

આ પહેલાં 2020માં એક નવો સ્લેબ રજૂ કરવામાં આવ્યો હતો. જેન ખાસ કોઈ રિસ્પોન્સ મળ્યો ન હતો.

2020માં રજૂ કરવામાં આવેલ ટેક્સ સ્લેબ:
આવક        સ્લેબ

0-2.5 લાખ    0%
2.5-5 લાખ    5%
5-7.5 લાખ    10%
7.5-10 લાખ    15%
10-12.50 લાખ    20%
12.50-15 લાખ    25%
15 લાખથી ઉપર    30%

તે સિવાય હંમેશાથી એક ટેક્સ ઉપલબ્ધ છે. જેને અત્યાર સુધી અનેક લોકોએ સબસ્ક્રાઈબ કર્યો છે. જેને ઓલ્ડ ટેક્સ સ્લેબના નામથી ઓળખવામાં આવે છે. તેમાં અઢી લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ આપવો પડતો નથી. 2.5 લાખથી વધારેની આવક પર 5 ટકા ટેક્સ આપવાની જોગવાઈ છે. 

જૂનો ઈન્કમ ટેક્સ સ્લેબ:
આવક        ટેક્સ સ્લેબ

2.5 લાખ        0%
2.5-5 લાખ    5%
5 -10 લાખ    20%
10 લાખથી ઉપર    30%

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news