કૃષિ રાહત પેકેજમાં ગુજરાત સરકારે કર્યો મોટો ખુલાસો, આ ખેડૂતોને નહિ મળે સહાય

relief package announced for farmers : વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન પર સરકારનો નિર્ણય... જુલાઈમાં સહાય પેકેજનો લાભ મેળવનારા ખેડૂતોને નહીં મળે નવા સહાય પેકેજનો લાભ.... ખેડૂતોને કોઈ પણ એક જ પેકેજનો લાભ મળશે
 

કૃષિ રાહત પેકેજમાં ગુજરાત સરકારે કર્યો મોટો ખુલાસો, આ ખેડૂતોને નહિ મળે સહાય

Gujarat Farmars : હાલમાં જ ગુજરાતના ખેડૂતોને આર્થિક નુકશાનીમાં સહાયરૂપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧૪૧૯.૬૨ કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આ કૃષિ રાહત પેકેજ અંગે સરકાર દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન મુદ્દે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જે મુજબ, જુલાઈ મહિનામાં સહાય લેનાર ખેડૂતોને નવા પેકેજનો લાભ નહિ મળે. અગાઉ સહાય મેળવનાર ખેડૂતોને નવા પેકેજમાં સહાય નહીં મળે, સાથે જ ઓગસ્ટ અને સપ્ટેમ્બરના સહાય પેકેજનો લાભ નહીં મળે. કોઈ પણ એક જ પેકેજનો લાભ ખેડૂતોને મળશે. આ અંગે કૃષિ વિભાગે નવા પેકેજનો ઠરાવ પસાર કર્યો છે. 

સરકારી ઠરાવ મુજબ, રાજ્યમાં ચાલુ વર્ષે(૨૦૨૪) ઓગસ્ટ માસના અંતમાં અને સપ્ટેમ્બર માસની શરૂઆત દરમ્યાન થયેલ ભારે વરસાદના કારણે મુખ્યરૂપે પંચમહાલ, નવસારી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, ખેડા, આણંદ, વડોદરા, મોરબી, જામનગર, તાપી, કચ્છ, દાહોદ, રાજકોટ, ડાંગ, અમદાવાદ, ભરુચ, જૂનાગઢ, સુરત, પાટણ અને છોટા ઉદેપુર જિલ્લાઓમાં ખેતી અને બાગાયતી પાકોમાં પ્રાથમિક નુકસાન થયાના તથા ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે વ્યાપક નુકસાનીના પ્રાથમિક અંદાજો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મળેલ છે. ખરીફ સિઝનમાં ઉપરોક્ત જિલ્લાઓમાં ખેતી/બાગાયતી પાકોનું નોંધપાત્ર વિસ્તારોમાં વાવેતર થયેલુ હતું અને આ પાકો ઉગાવા/વાનસ્પતિક વૃધ્ધિ અવસ્થા/ફૂલ અવસ્થા/જીંડવા બેસવા અવસ્થાએ હતા, આ સમયે ભારે વરસાદ થવાને કારણે આ પાકોમાં વિપરીત અસર થયાનું જણાયેલ છે. ઉક્ત ઉદ્ધભવેલી પરિસ્થિતિને ધ્યાને લઈ ખેડૂતોને સહાય આપવી જરૂરી જણાતા વંચાણે લીધેલ ક્રમાંક (૫) મુજબ ખેતી નિયામકશ્રીએ કરેલ દરખાસ્ત અન્વયે SDRF તથા રાજ્ય 110Page બજેટમાંથી "ખાસ કૃષિ રાહત પેકેજ-૨૦૨૪" આપવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી.

ઠરાવમાં શું કહેવાયું 
રાજ્યમાં ખરીફ-૨૦૨૪ ઋતુમાં ઑગષ્ટ માસના અંતમાં અને સપ્ટેમ્બર માસની શરૂઆત દરમ્યાન થયેલ ભારે વરસાદના કારણે ઉદ્ભવેલી પરિસ્થિતિને ધ્યાને લઈ રાજ્યના પંચમહાલ, નવસારી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, ખેડા, આણંદ, વડોદરા, મોરબી, જામનગર, તાપી, કચ્છ, દાહોદ, રાજકોટ, ડાંગ, અમદાવાદ, ભરુચ, જૂનાગઢ, સુરત, પાટણ અને છોટા ઉદેપુર એમ કુલ ૨૦ જિલ્લાઓમાં નીચેની શરતો મુજબ State Disaster Relief Fund(SDRF) તથા રાજ્ય બજેટમાંથી "ખાસ કૃષિ રાહત પેકેજ" આપવાનું આથી ઠરાવવામાં આવે છે. જે ખેડૂત ખાતેદાર વંચાણે લીધેલ ક્રમાંક(૪)ના તા.૨૩/૦૮/૨૦૨૪ના ઠરાવ ક્રમાંક:-ACD/MIS/e-file/2/2024/2765/K7થી જાહેર કરેલ જુલાઈ-૨૦૨૪ કૃષિ રાહત પેકેજમાં સહાય મેળવેલ હશે, તેઓને ઓગસ્ટ તથા સપ્ટેમ્બર-૨૦૨૪ ખાસ કૃષિ રાહત પેકેજ અન્વયે સહાય મળવાપાત્ર થશે નહીં. આમ, કોઈ પણ સંજોગોમાં ફક્ત એક જ રાહત પેકેજ અંતર્ગત સહાય મળવાપાત્ર થશે.

ચૂકવવાપાત્ર સહાય અને સહાયના ધોરણો:
અ) ખરીફ ૨૦૨૪-૨૫ ઋતુના વાવેતર કરેલ બિન પિયત ખેતી પાકોમાં ૩૩% કે તેથી વધુ નુકસાન માટે SDRF ના નોર્મ્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં પ્રતિ હેકટર મળવાપાત્ર રૂ.૮,૫૦૦/-ની સહાય તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂ.૨૫૦૦/-એમ કુલ રુ.૧૧,૦૦૦/- પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨(બે) હેકટરની મર્યાદામાં સહાય. 

બ) વર્ષાયુ/પિયત પાકોના ૩૩% કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં પ્રતિ હેકટર મળવાપાત્ર રૂ. ૧૭,૦૦૦/-ની સહાય તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂ.૫૦૦૦/- એમ કુલ રુ.૨૨,૦૦૦/- પ્રતિ હેકટર લેખે ખાતા દીઠ મહત્તમ ૨(બે) હેકટરની મર્યાદામાં સહાય. 

ક) બહુ વર્ષાયુ બાગાયતી પાકોના ૩૩% કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં મળવાપાત્ર રૂ.૨૨,૫૦૦/-ની સહાય પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨(બે) હેકટરની મર્યાદામાં સહાય. 

> આ માટે સબંધિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત ગામોની યાદી જાહેર કરવાની રહેશે. 
> આ સહાય ખાતાદીઠ (ગામ નમૂના નં-૮/અ મુજબ) મહત્તમ ૨(બે) હેકટરની મર્યાદામાં મળવાપાત્ર થશે.
> આ સહાય પેકેજનો લાભ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરેલ નુકસાનગ્રસ્ત ગામોમાં નિયત ધોરણો મુજબ કૃષિ તથા બાગાયતી પાકોમાં ૩૩% કે તેથી વધુ નુકસાન ધરાવતા હોય તેવા ખાતેદાર ખેડૂતોને મળવાપાત્ર રહેશે. 
> લાભાર્થી જે તે પાક અને નુકશાનીના પ્રકાર મુજબ (અ), (બ), (ક) હેઠળ ત્રણેય પ્રકારના પાકો માટે સહાય મેળવી શકશે. પરંતુ કુલ સહાય ૨(બે) હેક્ટર કરતાં વધારે વિસ્તાર માટે મળશે નહી. 
> ઉપરોક્ત (અ), (બ), (ક) અન્વયે નુકસાનની ગણતરી માટે પાક વાર વાવેતર વિસ્તાર તથા બહુવર્ષાયું બાગાયતી પાકોના કિસ્સામાં ઝાડની સંખ્યા તથા તેનો વાવેતર વિસ્તાર દર્શાવતો તલાટી-કમ-મંત્રીનો દાખલો (પ્રમાણપત્ર) ખેડૂત દ્વારા રજૂ કરવાનો રહેશે તથા તલાટી-કમ-મંત્રીના દાખલામાં દર્શાવેલ વિગતો મુજબ સહાયની રકમ અંગેની ચકાસણી કરવાની રહેશે. 
> આ ઉપરાંત જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે નિયત ધોરણો મુજબ જો સહાય ચૂકવવાની ચૂકવવાપાત્ર રકમ રૂ.૩૫૦૦/- કરતાં ઓછી થતી હોય તો તેવા કિસ્સામાં ખાતાદીઠ ઓછામાં ઓછા રૂ.૩૫૦૦/- ચૂકવવાના થાય, જેમાં ખૂટતી તફાવતની રકમ રાજય બજેટમાંથી ચૂકવવાની રહે. 
> નિયત ધોરણો મુજબ કોઇ પણ સંજોગોમાં:- • કુલ મળવાપાત્ર રકમ (SDRF+રાજ્ય બજેટ) રૂ.૩૫૦૦/- ઓછી હોવી જોઇએ નહિ. SDRFમાંથી મળવાપાત્ર રકમ રૂ.૧૦૦૦/- થી ઓછી હોવી જોઇએ નહિ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news