Video: રશિયન પ્રતિનિધિએ કંઈક એવું કર્યું, પછી તો આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં યુક્રેનિયન સાંસદે માર્યો મુક્કો
Russia Ukraine War: રશિયાએ યુક્રેન પર હુમલો કર્યાના 14 મહિના પછી ગુરુવારે બ્લેક સી ઇકોનોમિક કોમ્યુનિટીની 61મી સંસદીય એસેમ્બલી દરમિયાન, તુર્કીની રાજધાની અંકારામાં એક નાટકીય ઘટના બની હતી.
Trending Photos
Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધની તંગદિલી એક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં જોવા મળી હતી જ્યાં રશિયન અને યુક્રેનિયન પ્રતિનિધિઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. ગુરુવારે, રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યાના 14 મહિના પછી તુર્કીની રાજધાની અંકારામાં બ્લેક સી ઇકોનોમિક કોમ્યુનિટીની 61મી સંસદીય એસેમ્બલી દરમિયાન એક નાટકીય ઘટના બની.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં યુક્રેનિયન ઓલેક્ઝાન્ડર મેરીકોવ્સ્કીને તેમના દેશનો ધ્વજ પકડી રાખેલો જોવા મળે છે કારણ કે એક અજાણ્યા રશિયન પ્રતિનિધિ તેના હાથમાંથી ધ્વજ છીનવી લે છે અને ચાલ્યો જાય છે.
રશિયન પ્રતિનિધિની આ કાર્યવાહીથી યુક્રેનિયન પ્રતિનિધિ ગુસ્સે થઈ જાય છે. તે રશિયન પ્રતિનિધિ પર મુક્કાઓનો વરસાદ શરૂ કરે છે અને તેની પાસેથી ધ્વજ છીનવી લે છે. દરમિયાન અન્ય લોકો આવીને મામલો ઠંડો પાડે છે. રાજકીય સલાહકાર અને કિવ પોસ્ટના વિશેષ સંવાદદાતા જેસન જે સ્માર્ટ દ્વારા Twitter પર શેર કરવામાં આવેલા આ વીડિયો લાખો લોકોએ જોયો છે. મેરીકોવસ્કીએ તેના ફેસબુક પેજ પર પણ આ વીડિયો શેર કર્યો છે.
🥊 In Ankara 🇹🇷, during the events of the Parliamentary Assembly of the Black Sea Economic Community, the representative of Russia 🇷🇺 tore the flag of Ukraine 🇺🇦 from the hands of a 🇺🇦 Member of Parliament.
The 🇺🇦 MP then punched the Russian in the face. pic.twitter.com/zUM8oK4IyN
— Jason Jay Smart (@officejjsmart) May 4, 2023
રશિયાએ યુક્રેન પર મોટો આરોપ લગાવ્યો છે
એવા સમયે આ ઘટના સામે આવી છે. જ્યારે રશિયાએ યુક્રેન પર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યાના પ્રયાસમાં ક્રેમલિન પર બે ડ્રોનથી હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો. મોસ્કો અનુસાર, આ ડ્રોન હુમલા મંગળવારે રાત્રે થયા હતા.
ક્રેમલિને કથિત હુમલાના પ્રયાસને "આતંકવાદી કૃત્ય" ગણાવ્યું હતું અને કહ્યું હતું કે રશિયન સૈન્ય અને સુરક્ષા દળોએ હુમલા પહેલા બંને ડ્રોનને નિષ્ક્રિય કરી દીધા હતા. બીજી તરફ કિવે કહ્યું કે આ હુમલામાં તેનો કોઈ હાથ નથી.
રશિયાના ખેરસાન પ્રદેશમાં ભારે બોમ્બમારો
રશિયાએ બુધવારે વહેલી સવારે યુક્રેનના દક્ષિણ ખેરસન વિસ્તારમાં ભારે બોમ્બમારો કર્યો હતો. આ હુમલામાં 21 લોકોના મોત થયા હતા જ્યારે 48 લોકો ઘાયલ થયા હતા. હુમલાની નિંદા કરતા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું, 'અમે દોષિતોને ક્યારેય માફ નહીં કરીએ. અમે દુષ્ટ રશિયાને હરાવીશું અને તમામ ગુનેગારોનો હિસાબ કરીશું!'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે