US Election 2024: જે રાજકીય દાવ મોદી અને સુનકને ભારે પડ્યો...ટ્રમ્પ પણ તેનો ભોગ બનશે કે શું?

ચૂંટણી ક્યાંય પણ હોય પરંતુ નારા દ્વારા રાજકીય માહોલ બનાવવાની કે માહોલ પોતાના પક્ષમાં કરવાની રીત જોવા મળતી હોય છે. ચૂંટણી હવે જાણે એક ઈવેન્ટ જેવી થઈ ગઈ છે. નારાથી નરેટિવ સેટ કરી દેવાય છે. પછી રેલીઓમાં એકબીજાનો તોડ શોધી લેવાય છે અને શબ્દોની માયાજાળથી વિરોધીઓને ચક્રવ્યુહમાં ઘેરવાનો જાણે ટ્રેન્ડ ચાલી રહ્યો છે.

US Election 2024: જે રાજકીય દાવ મોદી અને સુનકને ભારે પડ્યો...ટ્રમ્પ પણ તેનો ભોગ બનશે કે શું?

Narendra Modi Rishi Sunak Donald Trump: ચૂંટણી ક્યાંય પણ હોય પરંતુ નારા દ્વારા રાજકીય માહોલ બનાવવાની કે માહોલ પોતાના પક્ષમાં કરવાની રીત જોવા મળતી હોય છે. ચૂંટણી હવે જાણે એક ઈવેન્ટ જેવી થઈ ગઈ છે. નારાથી નરેટિવ સેટ કરી દેવાય છે. પછી રેલીઓમાં એકબીજાનો તોડ શોધી લેવાય છે અને શબ્દોની માયાજાળથી વિરોધીઓને ચક્રવ્યુહમાં ઘેરવાનો જાણે ટ્રેન્ડ ચાલી રહ્યો છે. વાત અમેરિકાની કરીએ જ્યાં હવે રાષ્ટ્રપતિ ચૂંટણી ઢૂંકડી છે. ટ્રમ્પ ફરીથી સત્તા પર આવવા માટે માહોલ બનાવી રહ્યા છે. ટ્રમ્પે પોતાની રેલીમાં ક્રિશ્ચિન કાર્ડ ખેલી લીધું. તેમના સમર્થકોએ તેને ટ્રમ્પ કાર્ડ પણ ગણાવી દીધુ. હવે તેમના વિરોધીઓ કહે છે કે આ ટ્રમ્પ કાર્ડ નહીં પરંતુ પોલિટિકલ બ્લન્ડર હતું. 

ટ્રમ્પે જે કહ્યું તે વાત તેમની રિપબ્લિકન્સના એજન્ડા અને નરેટિવ પ્રમાણી ઠીક હતી. બધા પોતાના માટે મત માંગે છે. તેમાં કોઈ ખરાબી નથી. પરંતુ નિવેદન કોઈ પણ હોય તેમાં શબ્દોની પસંદગી મહત્વની હોય છે. અનેકવાર શબ્દની ઈજા હથિયારો કરતા પણ ભારે હોય છે. આવું જ કઈંક ટ્રમ્પ માટે થઈ ગયું. તેઓ એવું કઈક બોલી ગયા કે તેમના નિવેદન વિરોધી ડેમોક્રેટ્સે ઝડપી લીધુ અને ટ્રમ્પને ઘેરવા લાગ્યા. 

ટ્રમ્પે ક્રિશ્ચિયન કોમ્યુનિટીને અપીલ કરતા કહ્યું કે તમે મને મત આપો ત્યારબાદ તમારે મત આપવાની જરૂર નહીં પડે, હું બધુ ફિક્સ કરી દઈશ. હવે તેમના વિરોધીઓ કહે છે કે ટ્રમ્પનું નિવેદન લોકતંત્ર માટે જોખમી છે. તેઓ જીતી ગયા તો દુનિયાની સૌથી જૂની ડેમોક્રેસીવાળા દેશમાંથી લોકશાહી ખતમ થઈ જશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ હ્યુમન રાઈટ્સ એટોર્ની એન્ડ્ર્યુ સિએડલે આરોપ લગાવ્યો કે ટ્રમ્પ જીતી ગયા તો ફરી ચૂંટણી કરાવશે નહીં. જ્યારે એક્ટર મોર્ગન ફેયરચાઈલ્ડ અને NBC લીગલ એડવાઈઝર કેટીએ કહ્યું કે, ટ્રમ્પ જીતશે તો અમેરિકામાં લોકતંત્રનું કાઉન્ટડાઉન શરૂ થઈ જશે. 

બીજી બાજુ રિપબ્લિકન કેન્ડિડેટની લોકપ્રિયતાનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે. કમલા હેરિસને રાષ્ટ્રપતિ પદ માટે રેકોર્ડ સમર્થન મળ્યું છે. ઝૂમ કોલ પર બે લાખથી વધુ સમર્થક જોડાતા કમલાએ ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદ માટે દાવેદારીની જાહેરાત પણ કરી દીધી. 

ટ્રેન્ડ! પહેલા મોદી પછી સુનક અને હવે ટ્રમ્પ?
હવે વાત બ્રિટનના હાલમાં જ પૂરી થયેલી ચૂંટણીની કરીએ તો ત્યાં પૂર્વ સીએમ ઋષિ સુનકની સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટી ખરાબ રીતે ચૂંટણી હારી ગઈ. ભારતમાં નરેન્દ્ર મોદી અને તેમની પાર્ટીએ જે 400 પારનો નારો ચૂંટણી પ્રચારમાં જોરશોરથી ગજાવ્યો હતો તે ધાર્યા પરિણામ લાવી ન શક્યા પરંતુ સુનકના વિરોધમાં ઉતરેલી લેબલ પાર્ટીએ 400થી વધુ સીટો જીતીને સુનકની પાર્ટીના સુપડા સાફ કરી દીધા. 

સુનક વિરુદ્ધ નરેટિવ?
અત્રે જણાવવાનું કે સુનક વિરુદ્ધ તેમના વિરોધીઓએ ચૂંટણીની જાહેરાત થતા જ એવો માહોલ બનાવવા માંડ્યો કે જો સુનક ચૂંટણી હારી ગયા તો અમેરિકા શિફ્ટ થઈ જશે જ્યાં તેઓ પહેલા પણ કામ કરી ચૂક્યા હતા. ધ ગાર્જિયનમાં પણ એવો જ રિપોર્ટ છપાયો હતો. ત્યાં વિપક્ષી દળોના દાવા અને સૂત્રોના હવાલે અનેકવાર દોહરાવવામાં આવ્યું કે સુનક કેલિફોર્નિયામાં AI વેન્ચર કેપિટલના ક્ષેત્રમાં જઈ શકે છે. સુનક વિરોધી ગોલ્ડસ્મિથે કહ્યું કે કેલિફોર્નિયામાં સુનકની ખુબ પ્રોપર્ટી છે. સુનક વોટિંગ થવાથી લઈને પરિણામ આવ્યા બાદ અનેકવાર સ્પષ્ટતા કરી ચૂક્યા ચે. તેઓ પોતાના અમેરિકા જવાની અટકળો ફગાવી ચૂક્યા છે. સુનક પણ પોતાના વિરુદ્ધ સેટ કરાયેલા નરેટિવને કાઉન્ટર કરી શક્યા નહીં. 

નરેન્દ્ર મોદી સાથે પણ એવું થયું?
હવે વાત ભારતની કરીએ તો દુનિયાના સૌથી મોટા લોકતંત્રમાં 2014થી સતત ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર બની છે. 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપે  અબ કી બાર 400 પારનો નારો આપ્યો અને તેના પ્રમુખ વિરોધીઓ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ આ નારાનો એવો તોડ કાઢ્યો કે લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ કેટલાક ભાજના નેતાઓએ ખુલીને કહી દીધુ કે આ 400 પારવાળા નારાએ બેકફાયર કર્યું. વાત જાણે એમ છે કે વિપક્ષના નેતા ભાજપના મોટા નેતાઓના હવાલે સતત એ નરેટિવ રચવામાં સફળ રહ્યા કે હવે જો ભાજપ આવશે અને 400 પાર જશે તો બંધારણ બદલીને અનામત ખતમ કરી નાખશે. ભાજપે ક્યારેય ખુલીને આ વાત પર રિએક્શન ભલે ન આપ્યું હોય પરંતુ એ વાતમાં કેટલો દમ રહ્યો એ વાત કોઈનાથી છૂપાયેલી નથી. 

ભારતમાં 4 જૂનના રોજ પરિણામ આવ્યા તો ભાજપે 240 સીટ જીતીને સહયોગીઓ સાથે સરકાર તો બનાવી લીધી પરંતુ પોતાના દમ પર સ્પષ્ટ બહુમતથી 32 સીટો છેટું રહી ગયું. હવે પોલીટિકલ એક્સપર્ટ્સ વચ્ચે એ ચર્ચા છે કે ચૂંટણી રેલીઓમાં નરેટિવ રચવાના ટ્રેન્ડે ભારતમાં મોદી અને બ્રિટનમાં સુનકને નુકસાન પહોંચાડયુ અને ક્યાંક એવું જ કઈક ટ્રમ્પ સાથે રિપિટ તો નહીં થાય?
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news