ઈતિહાસનાં એવા ક્રૂર તાનાશાહ, જેમના નામથી થરથર કાંપતી હતી આખી દુનિયા!

ઈતિહાસનાં એવા ક્રૂર તાનાશાહ, જેમના નામથી થરથર કાંપતી હતી આખી દુનિયા!

નવી દિલ્હીઃ સરમુખત્યારશાહીની કલ્પના અને સત્તામાં ટકી રહેવા માટે થતા બળનો પ્રયોગ અને રાજનૈતિક વિરોધીઓ દ્વારા થતી ઉત્પીડનનની ઘટના પ્રાચીન રોમન સભ્યતાથી ચાલતી આવે છે. પરંતુ, આધુનિક ઈતિહાસના તાનાશાહોએ આવી ઘટનાઓને માનવાધિકારોના ગંભીર ઉલ્લંઘન અને ક્રૂરતાનો પર્યાય બનાવી દીધી. બીજીબાજુ માનવ ઈતિહાસમાં એવા પણ કેટલાક સૌથી ક્રૂર તાનાશાહ છે જેમણે સત્તા સંભાળ્યે લાંબો સમય પણ નથી થયો અને પોતાની ક્રૂરતા દર્શાવવાનું શરૂ કરી દીધું.

No description available.

એડોલ્ફ હિટલર-
જ્યારે સરમુખત્યારોની વાત આવે છે, ત્યારે સૌથી પહેલા હિટલરનું નામ સામે છે. જર્મન તાનાશાહ એડોલ્ફ હિટલર 1930ના દાયકામાં સત્તા પર આવ્યો. હિટલરને માનવ ઈતિહાસમાં કેટલીક મહાન ક્રૂરતા માટે જવાબદાર ગણવામાં આવે છે. હિટલરની વિદેશ નીતિઓના કારણે બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 5થી 70 મિલિયન લોકો મૃત્યુ પામ્યા. આ ઉપરાંત, તેમણે જાતિવાદનાં ધોરણે આશરે 11 કરોડ લોકોની હત્યા કરવાનો આદેશ આપ્યો હતો. જેમાં 6 મિલિયન યહૂદીઓનો સમાવેશ થતો હતો. બીજા વિશ્વ યુદ્ધમાં કારમી હાર મળ્યા બાદ સોવિયત રેડ આર્મીની ધરપકડમાંથી બચવા માટે 30 એપ્રિલ 1945ના રોજ હિટલરે આત્મહત્યા કરી.

No description available.

જોસેફ સ્ટાલિન-
જ્યોર્જિયામાં જન્મેલા સોવિયત નેતા જોસેફ સ્ટાલિન વર્ષ 1924માં લેનિનના મૃત્યુ બાદ સત્તા પર આવ્યા હતા. યુનાઈટેડ સ્ટેટ્સ અને બ્રિટનના ભાવિ સહયોગી સ્ટાલિન એક સનકી વ્યક્તિ હતા. તેણે પોતાના રાજકીય દુશ્મનોની સાથે સાથે સંદિગ્ધ વિપક્ષીઓને પણ ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતાર્યા હતા. માનવામાં આવે છે કે સ્ટાલિનના શાસનકાળ દરમિયાન અંદાજે 1.4 થી 20 મિલિયન લોકોનાં મૃત્યુ શ્રમ શિબિરોમાં કે પછી 1930ના દાયકામાં થયેલા ગ્રેટ પર્જ દરમિયાન થયા હતા. આ સમયગાળા દરમિયાન લાખો લોકોને દેશનિકાલ કરવામાં આવ્યા હતા. 1936માં 13 રશિયન નેતાઓ પર સ્ટાલિનની હત્યાનું કાવતરું રચવાનો આરોપ મૂકાયો હતો અને તેમને મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો.

No description available.

પૉલ પૉટ-
ખેમર રૂજના નેતા અને 1975થી 1979 સુધી કમ્બોડિયાના તાનાશાહ રહી ચૂકેલા પૉલ પૉટને આધુનિક ઈતિહાસનાં સૌથી ગંભીર નરસંહાર માટે જવાબદાર માનવામાં આવે છે. ચાર વર્ષ સુધી કમ્બોડિયાની સત્તા સંભાળ્યા દરમિયાન, અંદાજે 10 મિલિયન લોકોના મૃત્યુ ભૂખમરા, જેલમાં રહેવા, મજૂરી અને હત્યાના કારણે થયા. 1979માં વિયેતનામે પૉલ પૉટને સત્તામાંથી દૂર કર્યો. પરંતુ પોતાના લાલ ખમેર સમર્થકોની સાથે તેણે થાઇલેન્ડના ગ્રામીણ વિસ્તારોમાં પોતાની કામગીરી ચાલુ રાખી હતી.

No description available.

ઈદી અમીન-
યુગાન્ડાના ત્રીજા રાષ્ટ્રપતિ ઈદી અમીન લગભગ 25 લાખ લોકોના મોત માટે જવાબદાર હતા. ઈદી અમીનનાં આતંકને પરિણામે ઘણા લોકો મૃત્યુ પામ્યા. તેના શાસનકાળ દરમિયાન ત્રાસ, ફાંસીની સજા, ભ્રષ્ટાચાર અને જાતિય જુલમની ઘટના ચરમ પર હતી. ઈદી અમીન 1972થી 1979 સુધી યુગાન્ડાની સત્તામાં હતા. તન્ઝાનિયા સામેની હાર બાદ તે દેશ છોડીને ભાગી ગયો હતો, જેના પર એક વર્ષ બાદ તેણે હુમલો કર્યો હતો. તે લિબિયામાં અને પછી સાઉદી અરેબિયામાં રહેતો હતો. વર્ષ 2003માં ઈદી અમીનનું અવસાન થયું.

No description available.

સદ્દામ હુસૈન-
ઈરાકના તાનાશાહ સદ્દામ હુસૈન 1979માં સત્તા પર આવ્યા. લગભગ 5થી 10 લાખ લોકોના મોત માટે સદ્દામ હુસૈનને જવાબદાર માનવામાં આવે છે. 10 લાખ મૃતકોમાં કુર્દિશ સમુદાયના લોકોની સંખ્યા 70 હજારથી ત્રણ લાખ હોવાનું મનાય છે. 2003માં યુએસ અને યુનાઈટેડ કિંગડમના નેતૃત્વ હેઠળનું ગઠબંધન થયા બાદ સદ્દામ હુસૈનને સત્તામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. 2006માં, સદ્દામ હુસૈનને 1980નાં દાયકાના પ્રારંભમાં 148 શિયા મુસ્લિમોના મોત માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. 30 ડિસેમ્બર 2006ના રોજ સદ્દામ હુસૈનને ફાંસીની સજા આપવામાં આવી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news