એલન મસ્ક લોન્ચ કરી શકે છે નવુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ટ્વિટ પર આપ્યા સંકેત
દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ અને ટેસ્લા ઇંકના સીઈઓ એલન મસ્ક નવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બનાવવા પર ગંભીર વિચાર કરી રહ્યાં છે. તેમણે શનિવારે ટ્વિટર પર આ સંબંધમાં જાણકારી આપી છે.
Trending Photos
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયાના ચાહકો માટે સારા સમાચાર છે. જલદી તેમને વધુ એક પ્લેટફોર્મ મળી શકે છે. રિપોર્ટ પ્રમાણે દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ અને ટેસ્લા ઇંકના સીઈઓ એલન મસ્ક નવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બનાવવા પર ગંભીર વિચાર કરી રહ્યાં છે. તેમણે શનિવારે ટ્વિટર પર આ સંબંધમાં જાણકારી આપી છે.
એક યૂઝરે પૂછ્યો હતો સવાલ
હકીકતમાં ટ્વિટર પર એક યૂઝરે તેમને પૂછ્યુ હતુ કે શું તે એક અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બનાવવા પર વિચાર કરશે જ્યાં લોકોને બોલવા અને લખવાની આઝાદી હોય, ત્યાં જાહેરાત માત્ર નામ બરાબર હોય. તેના પર મસ્કે જવાબ આપ્યો કે ટ્વિટર અભિવ્યક્તિની સ્વતંત્રતાના સિદ્ધાંતોનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યું છે અને લોકતંત્રને નબળું પાડી રહ્યું છે.
આ પણ વાંચોઃ વિશ્વનો સૌથી અનલકી મોબાઈલ નંબર; જેને પણ લીધો તેના ઘરે પહોંચી ગયું દર્દનાક મોત, હવે તો લોકો લેવાથી પણ ડરે છે
એક દિવસ પહેલાં કર્યો હતો પોલ
આ ટ્વીટથી એક દિવસ પહેલાં એલન મસ્કે ટ્વિટર પર પોલ કર્યો હતો, જેમાં તેમણે પૂછ્યુ કે શું ટ્વિટર સ્વતંત્ર ભાષણના સિદ્ધાંતનું પાલન કરે છે. આ પોલમાં 70 ટકાથી વધુએ નાની પસંદગી કરી. તેમણે પોલ દરમિયાન તે પણ કહ્યું હતું કે, મહેરબાની કરી ધ્યાનથી વોટિંગ કરો, કારણ કે આ ચૂંટણીના પરિણામ મહત્વપૂર્ણ હશે.
અત્યારે કોઈ કંપની નથી આપી રહી ટક્કર
જે રીતે હિંટ મળી રહી છે જો આ હિસાબથી મસ્ક એક નવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લઈને આવે છે તો તે ખુબ રોમાંચક હશે અને જોવા લાયક હશે કે શું મસ્ક આ મંચ પહેલાથી બજારમાં રહેલાં ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યૂટ્યૂબ જેવા ખેલાડીઓને પડકાર આપી શકશે કે નહીં. હકીકતમાં હાલ બજારમાં ડોનાલ્ડ ટ્ર્મ્પની ટ્રુથ સોશિયસ ટ્વિટર ગેટ્ર વ પાર્લર અને વીડિયો સાઇટ રંબલ જેવા વૈકલ્પિક પ્લેટફોર્મ હાજર છે, પરંતુ તેમાંથી કોઈ ઉપર જણાવેલા મોટા ખેલાડીઓને ટક્કર આપી રહ્યાં નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે