Taliban નું નવું ફરમાન, Panjshir માં ઈન્ટરનેટ પર પ્રતિબંધ, ટીવી પર મહિલા એન્કર્સ Ban

અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબજો થયા બાદ આતંકીઓએ Co-Educational સિસ્ટમ બંધ કરી દીધી છે. એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કંધારમાં રેડિયો અને ટીવી સ્ટેશનો પર મ્યૂઝિક અને મહિલા અવાજના પ્રસારણ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. 
 

Taliban નું નવું ફરમાન, Panjshir માં ઈન્ટરનેટ પર પ્રતિબંધ, ટીવી પર મહિલા એન્કર્સ Ban

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાન (Afghanistan) ના કુલ 34 પ્રાન્તોમાંથી પંજશીર (Panjshir) માત્ર એવું પ્રાન્તથી જે હજુ સુધી તાલિબાની આતંકીઓના કબજામાંથી બહાર છે. ત્યાં તાલિબાનીઓનું નહીં, આજે પણ રાષ્ટ્રપ્રેમી અફઘાનિસ્તાનીઓનું રાજ ચાલી રહ્યું છે. પરંતુ ડરેલા તાલિબાને શુક્રવારે સાંજથી પંજશીર પ્રાન્તમાં ઈન્ટરનેટ, કોલ અને મેસેજ સર્વિસ બંધ કરી દીધી છે. 

અફઘાનિસ્તાનના રેજિસ્ટેન્ટ ફોર્સના પ્રમુખ અહમદ સમૂદ જૂનિયરના પ્રવક્તા ફહીમ દશ્તીએ Zee News સાથે આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કા, કાલે સાંજથી પંજશીરમાં ટેલીકોમ સર્વિસ ઠપ્પ કરી દેવામાં આવી છે. મોબાઇલ ઇન્ટરનેટ સિવાય કોલ અને મેસેજની સુવિધાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. તાલિબાનનું આ પગલું પંજશીરની સામાન્ય જનતાની વિરુદ્ધ છે. 

તાલિબાનનો મજબૂતીથી સામનો કરી રહ્યું છે પંજશીર
પંજશીર તાલિબાન વિરુદ્ધ અફઘાન રેજિસ્ટેન્સ ફોર્સનું ગઢ છે, જેની કમાન પંજશીરમાં રહીને આ સમયે શેર-એ-પંજશીરના પુત્ર અહમદ મસૂદ જૂનિયર  (Ahmad Massoud Jr.) સંભાળી રહ્યાં છે. પંજશીરમાં આ સમયે ઘણા મોટા તાલિબાન વિરુદ્ધ બગાવત કરનાર પૂર્વ સૈન્ય કમાન્ડર હાજર છે જે દેશ છોડીને ગયા નથી. તેમાં અફઘાનિસ્તાનના કાર્યવાહક રાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહ, અફઘાનિસ્તાનના રક્ષામંત્રી બિસ્મિલ્લાહ ખાન મોહમ્મદી (Bismillah Khan Mohammadi) જેવા મોટા નામ હાજર છે. આ લોકો અફઘાનિસ્તાનને આતંકથી છોડાવવાની યોજના બનાવી રહ્યા છે. 

પંજશીરમાં કબજો કરવાના તમામ પ્રયાસો નિષ્ફળ
આ પહેલા તાલિબાને 23 ઓગસ્ટે પંજશીર પર કબજો કરવા માટે 3 હજાર તાલિબાની આતંકીઓને પંજશીરની સરહદ પર મોકલ્યા હતા, પરંતુ વધતા આંતરરાષ્ટ્રીય દબાવને કારણે તેણે પંજશીર પર હુમલો કર્યો નહીં. પરંતુ દાવો કર્યો કે તાલિબાન પંજશીર પર કબજો શાંતિના માર્ગ અને વાતચીતથી કરવા ઈચ્છે છે. હવે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તાલિબાન પંજશીર પર કબજો કરવા માટે ગમે ત્યારે હિંસક રૂપ અપનાવી શકે છે. 

મહિલાઓ પર લાગ્યા આકરા પ્રતિબંધ
ઉલ્લેખનીય છે કે તાલિબાનના કાર્યવાહક ઉચ્ચ શિક્ષણ મંત્રી અબ્દુલ બકી હક્કાનીએ જાહેરાત કરી છે કે યુવતીઓ અને યુવકો હવે અફઘાનિસ્તાન યુનિવર્સિટીમાં એક સાથે અભ્યાસ કરી શકશે નહીં. અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ આતંકીઓએ કો-એજ્યુકેશન (Co-Educational) સિસ્ટમ પર પ્રતિબંધ લગાવી દીધો છે. યુવતીઓ ઇસ્લામિક કાયદા પ્રમાણે અલગ-અલગ ક્યાસમાં અભ્યાસ કરતી રહેશે. સાથે એક અફઘાની મીડિયા રિપોર્ટ તે કહે છે કે કંધારમાં રેડિયો અને ટીવી સ્ટેશન પર સંગીત અને મહિલાઓના અવાજના પ્રસારણ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news