આ દેશમાં ઉજવાય છે Sex Festival, દરેક કપલનું સપનું હોય છે આ ઉત્સવમાં ભાગ લેવાનું, જાણો વિગતો
Sex Festival In Sweden: આ સેક્સ ફેસ્ટિવલમાં ફક્ત કપલની જ એન્ટ્રી હોય છે. સિંગલ લોકોને તેમા સામેલ થવાની મંજૂરી હોતી નથી.
Trending Photos
સ્ટોકહોમ: તમે અનેક પ્રકારના અજીબોગરીબ ફેસ્ટિવલ અંગે વિચાર્યું હશે પરંતુ સ્વીડન (Sweden) એક એવો દેશ છે જ્યાં સેક્સ ફેસ્ટિવલ (Sex Festival) ઉજવાય છે. આ સેક્સ ફેસ્ટિવલમાં ફક્ત કપલની જ એન્ટ્રી હોય છે. સિંગલ લોકોને તેમા સામેલ થવાની મંજૂરી હોતી નથી.
સેક્સ ફેસ્ટિવલમાં થાય છે આ એક્ટિવિટી
ધ સનમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ આ વખતે પણ સેક્સ ફેસ્ટિવલ ઉજવવામાં આવ્યો. સેક્સ ફેસ્ટિવલમાં કપલ્સ માટે Transformational Workshops, મ્યૂઝિક, ડાન્સ કરવાની અને લવર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવાની વ્યવસ્થા હોય છે. સેક્સ ફેસ્ટિવલમાં કપલ્સને અનેક પ્રકારની એક્ટિવિટી (Weird Activities) માં ભાગ લેવાનો હોય છે. આ ફેસ્ટિવલની એક અઠવાડિયા સુધી ઉજવણી ચાલે છે.
સેક્સ ફેસ્ટિવલમાં વિધ્ન
જો કે આ વખતે સેક્સ ફેસ્ટિવલમાં રંગમાં ભંગ પડી ગયો છે. વાત જાણે એમ છે કે સેક્સ ફેસ્ટિવલમાં સામેલ થયેલા લગભગ 100 લોકો કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે શું આ સેક્સ ફેસ્ટિવલના કારણે લોકો કોવિડ-19થી સંક્રમિત થયા.
તપાસ કરી રહી છે પોલીસ
અત્રે જણાવવાનું કે પોલીસ પાસે સેક્સ ફેસ્ટિવલના આયોજકો વિરુદ્ધ તેમાં સામેલ થયેલા લોકોએ જ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ લોકોએ કહ્યું કે સેક્સ ફેસ્ટિવલના કારણે જ તેઓ કોરોના સંક્રમિત થયા.
પોલીસ અધિકારીએ આ મામલે કહ્યું કે અમે કેસની તપાસ કરી રહ્યા છીએ. જો સેક્સ ફેસ્ટિવલના આયોજકો વિરુદ્ધ પુરાવા મળશે અને તેઓ દોષિત જણાશે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે