ઓમિક્રોન વેરિએન્ટના ખતરાનો સામનો કરવા પુતિને જણાવ્યો ઉપાય, દુનિયાને કરી અપીલ

રશિયન રાષ્ટ્રપતિએ સંમેલનમાં કહ્યું- મારૂ મતલબ રસી અને રસીકરણ પ્રમાણપત્રોની પારસ્પરિક માન્યતા, ગ્રહના બધા ક્ષેત્રો માટે રસીની ઉપલબ્ધતા અને કોરોના વાયરસ વિરુદ્ધ નવી દવાઓ પર સંયુક્ત કાર્યોથી છે. 
 

ઓમિક્રોન વેરિએન્ટના ખતરાનો સામનો કરવા પુતિને જણાવ્યો ઉપાય, દુનિયાને કરી અપીલ

મોસ્કોઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર  પુતિને મંગળવારે મહામારી રોકવામાં મદદ કરવા માટે કોરોના વાયરસ વિરુદ્ધ રસીને પારસ્પરિક માન્યતાનું આહ્વાન કર્યું છે. દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહેલા ઓમિક્રોન વેરિએન્ટ વિશે ચિંતા વધી રહી છે. વીડિયો લિંક દ્વારા એક રશિયન રોકાણ મંચ પર બોલતા પુતિને કહ્યુ કે, દેશ માત્ર પોતાના કાર્યોનું સમન્વય કરી કોરોના વાયરસ વિરુદ્ધ પ્રભાવી રૂપથી લડાઈ લડી શકે છે. 

રશિયન રાષ્ટ્રપતિએ સંમેલનમાં કહ્યું- મારૂ મતલબ રસી અને રસીકરણ પ્રમાણપત્રોની પારસ્પરિક માન્યતા, ગ્રહના બધા ક્ષેત્રો માટે રસીની ઉપલબ્ધતા અને કોરોના વાયરસ વિરુદ્ધ નવી દવાઓ પર સંયુક્ત કાર્યોથી છે. 

તેમણે કહ્યું- આવનારા સપ્તાહમાં તે સ્પષ્ટ થઈ જશે કે નવા સ્ટ્રેનના પરિણામ કેટલા ગંભીર છે. પરંતુ તે ખુબ સ્પષ્ટ છે કે આપણે વાયરસના કોઈપણ ફેરફાર માટે તૈયાર રહેવાની જરૂરીયાત છે. 

ઓગસ્ટ 2020માં રશિયા એક કોરોના વાયરસ વેક્સીન સ્પુતનિક-વી બનાવનાર પ્રથમ દેશ બન્યો હતો. આ વેક્સીનને અનેક દેશોમાં ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ હજુ સુધી તેને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન કે યુરોપીય મેડિસિન એજન્સી દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. 

મોટા પાયે ક્લિનિકલ ટ્રાયલ પહેલાં રશિયન સત્તાવાળાઓએ સ્પુતનિક વીની નોંધણી કર્યા પછી નિષ્ણાતોએ ઝડપી-ટ્રેક પ્રક્રિયા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પરંતુ મેડિકલ જર્નલ ધ લેન્સેટના એક લેખે તેને સલામત અને 90 ટકાથી વધુ અસરકારક જાહેર કરી છે. રશિયાએ દેશમાં ઉપયોગ માટે કોઈ વિદેશી નિર્મિત રસીને મંજૂરી આપી નથી.

ઓમિક્રોને દેશ અને દુનિયાની ચિંતા વધારી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે હાલની રસી આ વેરિએન્ટને રોકવામાં સક્ષમ હશે નહીં. અમેરિકી દવા કંપની મોડર્નાએ કહ્યુ છે કે તેના માટે બૂસ્ટર શોટની જરૂરીયાત હશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news