Rihanna નો 'અસલ ચહેરો' સામે આવ્યો, ભગવાન ગણેશનું પેન્ડેન્ટ પહેરીને ટોપલેસ PHOTO શેર કર્યો

ખેડૂત આંદોલન (Farmers Protest) અંગે ટ્વીટ કર્યા બાદ હવે પોપ સિંગર રિહાના (Rihanna) વધુ એક ટ્વીટના કારણે વિવાદમાં આવી ગઈ છે.

Rihanna નો 'અસલ ચહેરો' સામે આવ્યો, ભગવાન ગણેશનું પેન્ડેન્ટ પહેરીને ટોપલેસ PHOTO શેર કર્યો

નવી દિલ્હી: ખેડૂત આંદોલન (Farmers Protest) અંગે ટ્વીટ કર્યા બાદ હવે પોપ સિંગર રિહાના (Rihanna) વધુ એક ટ્વીટના કારણે વિવાદમાં આવી ગઈ છે. રિહાનાએ સોશિયલ મીડિયા પર પોતાની એક ટોપલેસ તસવીર (Topless Photo)  પોસ્ટ કરી છે અને આ તસવીરમાં તેણે પોતાના ગળામાં ભગવાન ગણેશનું પેન્ડેન્ટ પહેર્યું છે. 

આ ફોટોશૂટ રિહાના (Rihanna) એ એક લોન્જરી બ્રાન્ડ માટે કરાવ્યું છે. આ ફોટોશૂટ બાદ રિહાના ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ છે. 

— Rihanna (@rihanna) February 15, 2021

ટોપલેસ ફોટોશૂટમાં રિહાનાએ ભગવાન ગણેશ (Lord Ganesha) નું પેન્ડેન્ટ પહેર્યું છે. જેના કારણે તેની ખુબ ટીકા થઈ રહી છે. લોકો તેની ફેશન સેન્સ માટે તેને ટ્રોલ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે આ ઓફેન્સિવ છે. તેની સાથે કરોડો લોકોની ધાર્મિક ભાવનાઓ જોડાયેલી છે. લોકો દર વર્ષે ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવે છે. સોરી RiRi તે મને નિરાશ કર્યો. 

— daakkuuu (@Presenjeet26) February 15, 2021

અત્રે જણાવવાનું કે આ અગાઉ પણ રિહાનાએ 2 ફેબ્રુઆરીના રોજ ખેડૂત આંદોલનના સમર્થન (Farmers Protest) માં ટ્વીટ કરી હતી. તેણે ખેડૂત આંદોલન વિશે લખ્યું હતું કે આપણે આ અંગે કેમ વાત કરતા નથી. 

આ ટ્વીટ બાદ રિહાના ટ્રોલર્સના નિશાને આવી ગઈ હતી અને અભિનેત્રી કંગના રનૌતે પણ એક જવાબી ટ્વીટ કરીને તેના પર નિશાન સાધ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news