પાકિસ્તાન સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, 28 શાળા ચલાવતી સંસ્થાને આતંકી સંગઠન જાહેર કર્યું

પાકિસ્તાનની સુપ્રી કોર્ટે પાક-તુર્ક ઈન્ટરનેશનલ કૈગ એજ્યુકેશન ફાઉન્ડેશન (પીટીઆઈસીઈએફ)ને આતંકવાદી સંગઠન જાહેર કરી છે.

પાકિસ્તાન સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, 28 શાળા ચલાવતી સંસ્થાને આતંકી સંગઠન જાહેર કર્યું

ઈસ્લામાબાદ: પાકિસ્તાનની સુપ્રી કોર્ટે પાક-તુર્ક ઈન્ટરનેશનલ કૈગ એજ્યુકેશન ફાઉન્ડેશન (પીટીઆઈસીઈએફ)ને આતંકવાદી સંગઠન જાહેર કરી છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે સરકારને અમેરિકા સ્થિત એક મુસ્લિમ મૌલાના સાથે સંકળાયેલી તુર્કીની ચેરિટી સંસ્થા અને તેના શિક્ષક ફેતુલ્લાહ ગુલેન પર પ્રતિબંધ લગાવવા તથા તેની શાળાઓને તુર્કી સમર્થક સરકારી સંગઠનને સોંપવાના નિર્દેશ આપ્યા છે. 

સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની પેનલે 16 પાનાનો અને ન્યાયમૂર્તિ ઈઝાઝુલ એહસાન દ્વારા લખાયેલો ચુકાદો સંભળાવ્યો. પેનલે 13 ડિસેમ્બરે આ મામલે સુનાવણી કરી હતી. 

જિયો ન્યૂઝના એક અહેવાલ મુજબ સુપ્રીમ કોર્ટે ગૃહ મંત્રાલયને પીટીઆઈસીઈએફનું નામ પ્રતિબંધિત આતંકી સંગઠનોની સૂચિમાં સામેલ કરવા માટે જણાવ્યું. ચુકાદામાં કહેવાયું છે કે પીટીઆઈસીઈએફની સ્થાપના 1990માં થઈ હતી અને પાકિસ્તાનમાં ફાઉન્ડેશનના 28 સ્કૂલ તુર્કી સરકારના સહયોગથી ચાલી રહ્યાં છે. 

ક્યારેક તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયબ એર્દોઆનના સહયોગી રહી ચૂકેલા ગુલેન પર 2016માં સત્તાપલટો કરવાના આરોપ લાગ્યા હતાં. અમેરિકામાં રહેતા ગુલેન પર તુર્કી સરકારને ઉખાડી ફેકવાનું ષડયંત્ર રચવાના આરોપ લાગતા રહ્યાં છે. જેને ગુલેન ખોટા ગણાવે છે. 

સુપ્રીમ કોર્ટે પીટીઆઈસીઈએફના બેંક ખાતા ફ્રીઝ કરવા અને તેમની જવાબદારીઓ તુર્કિયે મારિફ ફાઉન્ડેશનને સોંપવાનો પણ આદેશ આપ્યો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news