હજી પણ ખોફમાં જીવી રહ્યું છે પાકિસ્તાન, મોહમ્મદ કુરૈશીએ કહ્યું 16-20 એપ્રીલ વચ્ચે વધુ એક હુમલો
ભારતીય વાયુસેનાએ આતંકવાદ વિરોધી અભિયાન હેઠળ 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનની અંદર બાલકોટમાં જૈશ એ મોહમ્મદનાં સૌથી મોટા ટ્રેનિંગ કેમ્પને નિશાન બનાવ્યા હતા
Trending Photos
ઇસ્લામાબાદ : એક મીડિયા રિપોર્ટ અનુસાર પાકિસ્તાનનાં વિદેશ મંત્રી શાહ મોહમ્મદ કુરૈશીએ રવિવારે દાવો કર્યો કે તેમની સરકારની પાસે વિશ્વસનીય ગુપ્ત માહિતી છે કે ભારતની યોજના 16થી 20 એપ્રીલ વચ્ચે દેશ પર એક વધારે હુમલો કર્યો છે. કાશ્મીરનાં પુલવામાં જિલ્લામાં 14 ફેબ્રુઆરી પાકિસ્તાન ખાતે જૈશ એ મોહમ્મદનાં એક આત્મઘાતી હુમલા બાદ બંન્ને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. આ હુમલામાં સીઆરપીએફનાં 40 જવાન શહીદ થઇ ગયા હતા. વધતા આક્રોશ વચ્ચે ભારતીય વાયુસેનાએ આતંકવાદ વિરોધી અભિયાન હેઠળ 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના અંદર બાલકોટમાં જૈશ એ મોહમ્મદનાં સૌથી મોટુ ટ્રેનિંગ સેન્ટરને નિશાન બનાવ્યું.
સરકાર પાસે વિશ્વસનીય ગુપ્ત માહિતી છે કે ભારત એક નવી યોજના બનાવી રહી છે. અખબારે કુરૈશીનાં હવાલાથી કહ્યું કે, તૈયારીઓ કરવામાં આવી રહી છે અને પાકિસ્તાન વિરુદ્ધ વધારે એક હુમલાની શક્યતા છે. અમારી માહિતી અનુસાર 16થી 20 એપ્રીલ વચ્ચે કાર્યવાહી શક્ય છે. તેમણે કહ્યું કે, એક નવી દુર્ઘટનાંનાં તાણા વાણા રચાઇ રહ્યા છે. તેનો ઇરાદો પાકિસ્તાન વિરુદ્ધ તેની કાર્યવાહીને યોગ્ય ઠેરવવા તથા ઇસ્લામાબાદની વિરુદ્ધ રાજદ્વારી દબાણ વધારવું પડશે.
જૈશ એ મોહમ્મદે જમ્મુ કાશ્મીરનાં પુલવામા આતંકવાદી હુમલાને પાર પાડ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે 14 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદનાં જમ્મુ કાશ્મીરનાં પુલવામામાં આતંકવાદી હુમલાને પાર પાડ્યો છે. તેમાં સીઆરપીએફનાં 40 જવાન શહીદ થયા હતા. ત્યાર બાદ ભારતીય વાયુસેનાએ 12 મિરાજ ફાઇટર જેટ દ્વારા 26 ફેબ્રુઆરીએ અલસુબહ પીઓકેમાં ઘુસીને જૈશનાં આતંકવાદી સ્થળોને તબાહ કર્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે