પાકિસ્તાનના રાવલપિંડીમાં ક્રેશ થયું સેનાનું વિમાન, 15 લોકોના મોત
પાકિસ્તાનના રાવલપિંડી શહેરમાં મંગળવારની સવારે પાકિસ્તાની સેનાનું એક વિમાન ક્રેશ થયું છે. આ વિમાન જઇને રહેણાંક વિસ્તારમાં પડ્યું, જેના કારણે સૈનિકો ઉપરાંત સામાન્ય નાગરિકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: પાકિસ્તાનના રાવલપિંડી શહેરમાં મંગળવારની સવારે પાકિસ્તાની સેનાનું એક વિમાન ક્રેશ થયું છે. આ વિમાન જઇને રહેણાંક વિસ્તારમાં પડ્યું, જેના કારણે સૈનિકો ઉપરાંત સામાન્ય નાગરિકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. મળતી જાણકારી અનુસાર અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે, જ્યારે 12થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ દુર્ઘટનામાં કેટલાક લોકો ગંભીર રીતથી ઘાયલ થયા છે. એવામાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે દૂર્ઘટનામાં મૃતકની સંખ્યામાં વધારો થઇ શકે છે.
વધુમાં વાંચો:- તમારૂ વેબ બ્રાઉઝર કેટલું ઝડપી છે? આવી ગયું છે નવું... જાણો
ઇજાગ્રસ્તોને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. સૂત્રોથી મળતી જાણકારી અનુસાર પાકિસ્તાની સેનાના જવાન વિમાનની તાલીમ માટે બહાર આવ્યા હતા અને તે દરમિયાન રાવલપિંડીના મોરા કલ્લૂ ગામની પાસે આ વિમાન ક્રેશ થયું છે. ત્યારે ઘટનાની તપાસ કરી રહેલા અધિકારીઓએ હજુ સુધી દુર્ઘટનાના કારણો વિશે કોઇ ખુલાસો કર્યો નથી.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે