ચંદ્ર પર ઓક્સિજનનો અધધ ભંડાર મળ્યો: 800 કરોડ લોકો 1 લાખ વર્ષ સુધી સતત વપરાશ કરશે તો પણ ખૂટશે નહીં

વૈજ્ઞાનિકોએ દાવો કર્યો હતો કે ચંદ્ર પર એટલો ઓક્સિજન છે કે જો 800 કરોડ લોકો 1 લાખ વર્ષ સુધી સતત ઓક્સિજનનો વપરાશ કરશે તો પણ ચંદ્ર પરનો ઓક્સિજન ખતમ નહીં થાય.

 ચંદ્ર પર ઓક્સિજનનો અધધ ભંડાર મળ્યો: 800 કરોડ લોકો 1 લાખ વર્ષ સુધી સતત વપરાશ કરશે તો પણ ખૂટશે નહીં

Moon Has Enough Oxygen: હંમેશાંથી માનવીનું સપનું રહ્યું છે કે તે ચંદ્રમા ઉપર પોતાનું ધર બનાવે. એટલા માટે ચંદ્ર પર માનવી પાણી અને ઓક્સિજનની શોધમાં અનેક રિચર્સ કરતા રહે છે. ચંદ્ર પર વૈજ્ઞાનિકોને ઘણીવખત આશાનું કિરણ પણ મળ્યું છે. ભૂતકાળમાં વૈજ્ઞાનિકોએ ચંદ્રની ઉપરની સપાટી પર 1 લાખ વર્ષ સુધી ચાલે તેટલો ઓક્સિજન હોવાનો દાવો કર્યો હતો.
 
1 લાખ વર્ષ સુધી ઓક્સિજન નહીં થાય સમાપ્ત
વૈજ્ઞાનિકોએ દાવો કર્યો હતો કે ચંદ્ર પર એટલો ઓક્સિજન છે કે જો 800 કરોડ લોકો 1 લાખ વર્ષ સુધી સતત ઓક્સિજનનો વપરાશ કરશે તો પણ ચંદ્ર પરનો ઓક્સિજન ખતમ નહીં થાય. આ દાવો ઓસ્ટ્રેલિયન સ્પેસ એજન્સી અને નાસા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે નાસા અને ઓસ્ટ્રેલિયન સ્પેસ એજન્સીએ ઓક્ટોબરમાં એક ડીલ કરી હતી. આ ડીલમાં આર્ટેમિસ પ્રોગ્રામ હેઠળ ઓસ્ટ્રેલિયન સ્પેસ એજન્સીનું રોવર નાસાને ચંદ્ર પર લેન્ડ કરવાનું હતું.

આ ઓસ્ટ્રેલિયન રોવરનો લક્ષ્યાંક ચંદ્ર પરના તે ખડકોને એકત્ર કરવાનો હતો, જે શ્વાસ લેવા યોગ્ય ઓક્સિજન પૂરો પાડે છે. ત્યારબાદ આ બંને એજન્સીઓના વૈજ્ઞાનિકો દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે ચંદ્રની ઉપરની સપાટી પર ઘણો ઓક્સિજન છે. જો કે આ ઓક્સિજન ગેસના રૂપમાં નથી પણ પથ્થરના રૂપમાં છે અને અનેક સ્તરો નીચે દટાયેલો છે.

વૈજ્ઞાનિકો નીચેના સ્તરમાંથી ઓક્સિજન કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે
ઓસ્ટ્રેલિયન સ્પેસ એજન્સી તેના રોવર દ્વારા આ પત્થરોને એકત્ર કરવા અને તેમાંથી શ્વાસ લેવા યોગ્ય ઓક્સિજન કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે ઓક્સિજનવાળા પત્થરોને ચંદ્રમાની નીચેના સ્તરમાંથી કાઢવા પડશે અને તેને ગેસમાં રૂપાંતરિત કરવા પડશે. તમને જણાવી દઈએ કે ચંદ્રની સપાટી પર મોટાભાગના સિલિકા, આયર્ન, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ ઓક્સાઈડ ભરપૂર પ્રમાણમાં છે. ચંદ્રની સપાટી પર ઓક્સિજન પણ વિપુલ પ્રમાણમાં છે. જો કે તે આપણા ફેફસાંને જોઈએ તે સ્વરૂપમાં નથી. તેથી જ વૈજ્ઞાનિકો આ ઓક્સિજનને માનવ શ્વાસ માટે યોગ્ય કેવી રીતે બનાવી શકાય તેના પર સંશોધન કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news