Booker Prize 2019 : માર્ગરેટ એટવૂડ અને બર્નરડાઈન એવરિસ્ટો સંયુક્ત વિજેતા

બુકરના નિયમો અનુસાર આ પુરસ્કારને વહેંચી શકાતો નથી, પરંતુ નિર્ણાયક મંડળે જણાવ્યું કે, એડવૂડના પુસ્તક 'ધ ટેસ્ટામેન્ટ' અને એવરિસ્ટોની પુસ્તક 'ગર્લ, વુમેન, અધર'માંથી કોઈ એકને પસંદ કરી શકાય એમ નથી. આ પુરસ્કારની શરૂઆત 1969માં થઈ હતી. આ અગાઉ 1992માં બે વ્યક્તિને સંયુક્ત રીતે આ પુરસ્કાર અપાયો હતો. ત્યાર પછી નિયમોમાં ફેરફાર કરાયો હતો. 
 
Booker Prize 2019 : માર્ગરેટ એટવૂડ અને બર્નરડાઈન એવરિસ્ટો સંયુક્ત વિજેતા

લંડનઃ બુકર પુરસ્કાર માટે વિજેતાઓની પસંદગી કરતી સમિતિએ આ વખતે નિયમોને તોડીને આ પુરસ્કારક માટે માર્ગરેટ એડવૂડ અને બર્નરડાઈન એવરિસ્ટોને સંયુક્ત રીતે વિજેતા જાહેર કરી છે. એવરિસ્ટો આ પ્રતિષ્ઠિત પુરસ્કાર મેળવનારી પ્રથમ અશ્વેત મહિલા છે. એવરિસ્ટોને 'ગર્લ, વુમેન, અધર' પુસ્તક માટે પસંદ કરાઈ છે. બંનેને સંયુક્ત રીતે 50 હજાર પાઉ્ડ આપવામાં આવશે.

બુકરના નિયમો અનુસાર આ પુરસ્કારને વહેંચી શકાતો નથી, પરંતુ નિર્ણાયક મંડળે જણાવ્યું કે, એડવૂડના પુસ્તક 'ધ ટેસ્ટામેન્ટ' અને એવરિસ્ટોની પુસ્તક 'ગર્લ, વુમેન, અધર'માંથી કોઈ એકને પસંદ કરી શકાય એમ નથી. આ પુરસ્કારની શરૂઆત 1969માં થઈ હતી. આ અગાઉ 1992માં બે વ્યક્તિને સંયુક્ત રીતે આ પુરસ્કાર અપાયો હતો. ત્યાર પછી નિયમોમાં ફેરફાર કરાયો હતો. 

79 વર્ષનાં કેનેડિયન લેખિકા એડવૂડે એવરિસ્ટો સાથે આ પુરસ્કાર સંયુક્ત રીતે વહેંચવા અંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, "મને લાગે છે કે હું ઘણી વૃદ્ધ થઈ ગઈ છું અને મારા તરફ લોકોનું ધ્યાન આકર્ષાય એવો હવે મોહ રહ્યો નથી. આથી મને ખુશી છે કે તને પણ પુરસ્કાર મળ્યો છે. જો હું આ પુરસ્કાર એકલી જીતતી તો મને થોડો સંકોચ થતો." આ અગાઉ એટવૂડને વર્ષ 2000માં 'ધ બ્લાઈન્ડ એસેસિન' પુસ્તક માટે આ એવોર્ડ મળ્યો હતો. 

એવરિસ્ટોના પુસ્તક 'ગર્હલ, વુમેન, અધર'માં 19થી 93 વર્ષની વયના 12 પાત્રોની સ્ટોરી છે. 60 વર્ષની એવરિસ્ટોએ આ અંગે જણાવ્યું કે, "મે અશ્વેત બ્રિટિશ મહિલાઓ જાણીએ છીએ કે, જો અમે પોતાના અંગે નહીં લખીએ તો કોઈ અન્ય આ કામ નહીં કરે. માર્ગરેટ એટવૂડ સાથે સંયુક્ત રીતે આ પુરસ્કાર મને મળ્યો છે તેનો મને વિશ્વાસ થતો નથી. તેઓ મહાન અને ઉદાર છે." 

આ વર્ષે બૂકર પ્રાઈઝ માટે 151 પુસ્તકોમાંથી છ પુસ્તક પસંદ કરાયા હતા. ગયા વર્ષે એના બર્ન્સને તેના 'મિલ્કમેન' પુસ્તક માટે આ પુરસ્કાર મળ્યો હતો. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news