Mahatma Gandhi ના પ્રપૌત્રી Ashish Lata Ramgobin ને 7 વર્ષની જેલની સજા થઈ

દક્ષિણ આફીકાના ડરબનમાં એક કોર્ટે મહાત્મા ગાંધીના પ્રપૌત્રી આશીષ લતા રામગોબિન (Ashish Lata Ramgobin) ને સાત વર્ષની જેલની સજા સંભળાવી છે.

Mahatma Gandhi ના પ્રપૌત્રી Ashish Lata Ramgobin ને 7 વર્ષની જેલની સજા થઈ

ડરબન: દક્ષિણ આફીકાના ડરબનમાં એક કોર્ટે મહાત્મા ગાંધીના પ્રપૌત્રી (great-grandaughter) આશીષ લતા રામગોબિન (Ashish Lata Ramgobin) ને સાત વર્ષની જેલની સજા સંભળાવી છે. કોર્ટે 6.2 મિલિયન રેન્ડ (આફ્રિકન મુદ્રા) એટલે કે લગભગ 3.22 કરોડ રૂપિયાના fraud and forgery કેસમાં તેમની ભૂમિકા બદલ દોષિત ઠેરવ્યા છે. 

આ કેસમાં દોષિત ઠર્યા આશીષ લતા રામગોબિન
Zee News ની સહયોગી વેબસાઈટ WION ના જણાવ્યાં મુજબ 56 વર્ષના આશીષ લતા રામગોબિન(Ashish Lata Ramgobin) પર આરોપ હતો કે તેમણે બિઝનેસમેન એસ આર મહારાજ(SR Maharaj) ને દગો કર્યો હતો. એસ આર મહારાજે તેમને ભારતમાં રહેલા એક કન્સાઈન્મેન્ટની આયાત અને કસ્ટમ ડ્યૂટી પેટે 6.2 મિલિયન રેન્ડ (આફ્રિકન ચલણ) એડવાન્સમાં આપ્યા હતા. આશીષ લતા રામગોબિને તેના નફામાં ભાગીદારી આપવાની વાત કરી હતી. 

કોણ છે આશીષ લતા રામગોબિન?
આશીષ લતા રામબોબિન જાણીતા એક્ટિવસ્ટ ઈલા ગાંધી (ગાંધીજીના પુત્ર મણિલાલ ગાંધીના પુત્રી) અને દિવંગત મેવા રામગોવિંદના પુત્રી છે. જેમણે દક્ષિણ આફ્રીકામાં પોતાના કાર્યકાળ દરમિયાન મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ફિનિક્સ સેટલમેન્ટને પુર્નજીવિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. 

લતાએ આ રીતે આચર્યું ફ્રોડ
2015માં લતા રામગોબિન વિરુદ્ધ કેસની સુનાવણી દરમિયાન National Prosecuting Authority (NPA)ના બ્રિગેડિયર હંગવાની મુલૌદજીએ કહ્યું હતું કે આશીષ લતા રામગોબિને સંભવિત રોકાણકારોને કથિત રીતે નકલી ઈનવોઈસ અને દસ્તાવેજ આપ્યા હતા. જેના દ્વારા તેઓ રોકાણકારોને દર્શાવતા હતા કે લિનનના 3 કન્ટેઈનર ભારતથી મોકલવામાં આવી રહ્યા છે. 

NPA ના પ્રવક્તા નતાશા કારાએ સોમવારે જણાવ્યું કે લતા રામગોબિને કહ્યું હતું કે તેમને આયાત ખર્ચ અને કસ્ટમ ડ્યૂટીની ચૂકવણી માટે નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો, તેમને પોર્ટ પર સામાન ખાલી કરાવવા માટે પૈસાની જરૂર હતી. ત્યારબાદ લતા રામગોબિને મહારાજને કહ્યું કે તેમને 6.2 મિલિયન રેન્ડની વધુ જરૂર છે. તેમણે આ સમજાવવા માટે આ સંબંધિત દસ્તાવેજ પણ દેખાડ્યા. જેમાં માલની ખરીદી સંબંધિત દસ્તાવેજ હતા. તેના એક મહિના બાદ ફરીથી લતા રામગોબિને એસઆર મહારાજને એક વધુ દસ્તાવેજ મોકલ્યો જે નેટકેર ચલણ હતું. જેનાથી જાણવા મળ્યું કે માલ ડિલિવર થઈ ગયો છે અને તેની ચૂકવણી કરાઈ નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news