ચીનમાં કોરોના વાયરસનો કહેર, મૃત્યુઆંક પહોંચ્યો 1100ને પાર
ચીનમાં કોરોના વાયરસથી મૃત્યુ પામનારની સંખ્યા વધીને 1113 થઈ ગઈ છે, જ્યારે પુષ્ટિ થયેલા મામલા પણ વધીને 44,653 થઈ ગયા છે.
Trending Photos
પેઇચિંગઃ ચીનમાં કોરોના વાયરસથી મૃત્યું પામનારની સંખ્યા વધીને 1113 થઈ ગઈ છે, જ્યારે પુષ્ટિ થયેલા મામલાની સંખ્યા વધીને 44,653 થઈ ગઈ છે. ચીની તંત્રએ બુધવારે આ જાણકારી આપી છે. ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે જણાવ્યું કે, 31 પ્રાંતીય સ્તરના ક્ષેત્રો અને શિંજિયાંગ પ્રોડક્શન એન્ડ કન્સ્ટ્રક્શન કોર્પ્સ પાસેથી મંગળવારે કોરોના વાયરસના ચેપના પુષ્ટિ થયેલા 2015 નવા મામલા અને 97 મોતોની જાણકારી મળી છે.
સિન્હુઆએ ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગના હવાલાથી જણાવ્યું કે, તેમાં હુબેઈ પ્રાંતમાં 94 અને હેનાન, હુનાન તથા ચોગકિંગમાં એક-એક મોત થયા છે. આયોગે કહ્યું કે, મંગળવારે 3342 નવા શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. મંગળવારે જ 871 દર્દીઓ ગંભીર રીતે બીમાર પડી ગયા અને 744 લોકોને સારૂ થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
આયોગે કહ્યું કે, 8204 દર્દીઓની સ્થિતિ ગંભીર છે અને 16067 લોકો વાયરસના ચેપી હોવાની શંકા છે. સ્વસ્થ થયા બાદ કુલ 4740 લોકોને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આયોગે કહ્યું કે, 4,51,462 લોકો કોરોના વાયરસથી પીડિતોની નજીકના સંપર્કમાં હોવાનો ખ્યાલ આવ્યો છે, જેમાંથી 30068ને મંગળવારે ચિકિત્સાની દેખરેખમાંથી રજા આવી દેવામાં આવી, જ્યારે 1,85,037 અન્ય હજુ પણ દેખરેખમાં છે.
મંગળવાર સુધી, હોંગકોંગ વિશેષ વહીવટી ક્ષેત્ર (એસએઆર)માં એકના મોત સહિત 49 મામલાની પુષ્ટિ થઈ, જ્યારે 10 મકાઉ એસએઆરમાં અને તાઇવાનમાં 18 મામલાની પુષ્ટિ થઈ છે. મકાઉ અને તાઇવાનમાં એક-એક દર્દી સ્વસ્થ થતાં તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
જુઓ LIVE TV
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે