કોરોના વાયરસઃ અમેરિકામાં મૃત્યુઆંક 40,000ને પાર
કોવિડ-19 વાયરસના પ્રકોપથી વિશ્વ ત્રસ્ત છે. અમેરિકા સૌથી વધુ પ્રભાવિદ દેશોમાં ટોપ પર છે. અહીં 7.5 લાખ કરતા વધુ લોકો સંક્રમિત થયા છે.
Trending Photos
વોશિંગટનઃ કોરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic)ના પ્રકોપ વિશ્વમાં સતત વધી રહ્યો છે. અમેરિકા આ વાયરસથી સૌથી વધુ પ્રભાવિત દેશ છે. રવિવારે અમેરિકામાં કોરોના સંક્રમણથી મૃત્યુઆંક 40 હજારને પાર પહોંચી ગયો છે.
સંક્રમિત લોકોની સંખ્યા 7.5 લાખને પાર
અમેરિકામાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 7.5 લાખના આંકડાને પાર કરી ગઈ છે. પરંતુ આ વચ્ચે અમેરિકામાં આશરે 66 હજાર લોકો કોરોના વાયરસના સંક્રમણથી મુક્ત થઈ ગયા છે.
ચીનને ચેતવણી, પરિણામ ભોગવવા તૈયાર રહો
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને ચેતવણી આપી કે જો તે જાણવા મળ્યું કે, ચીન કોરોના વાયરસ વૈશ્વિક મહામારીને ફેલાવવા માટે જવાબદાર છે અને તેને તેના વિશે જાણકારી હતી તો પરિણામ ભોગવવા પડશે. ચીનના કોરોના વાયરસ બીમારીના નિવારણને લઈને અસંતોષ વ્યક્ત કરતા ટ્રમ્પે આરોપ લગાવ્યો કે આ મુદ્દા પર બેઇજિંગે અમેરિકાની સાથે પારદર્શી વ્યવહાર કર્યો નથી અને શરૂઆતમાં તેણે સહયોગ આપ્યો નથી.
વિશ્વમાં કોરોનાને કારણે અત્યાર સુધી 1 લાખ 60 હજારથી વધુ લોકોના મૃત્યુ થયા છે. વિશ્વભરમાં કોરોના વાયરસથી મૃત્યુ પામનારની સંખ્યા રવિવારે 1,60,685 થઈ ગઈ છે. સત્તાવાર સ્ત્રોતોથી એએફપી દ્વારા સંકલિત આંકડામાં આ જાણકારી સામે આવી છે. ચીનમાં ગત ડિસેમ્બરમાં પ્રથમવાર આ વાયરસના સંક્રમણનો મામલો સામે આવ્યો હતો. ત્યારથી આ વાયરસ 193 દેશો અને ક્ષેત્રોમાં 2,334,130થી વધુ મામલા સામે આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે