ચીન: કેમિકલ ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં ભયંકર વિસ્ફોટ, 47ના મોત અને 600થી વધુ ઘાયલ
Trending Photos
નાનજિંગ: ચીનના જિઆંગ્સૂ પ્રાંતના યાનચેંગમાં ગુરુવારે બપોર બાદ કેમિકલ ઈન્ડસ્ટ્રિયલ પાર્કમાં થયેલા ભીષણ વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને 47 થઈ ગયો છે જ્યારે 600થી વધુ લોકો ઘાયલ છે. અહેવાલો છે કે 3000થી વધુ શ્રમિકો અને લગભગ 1000 રહીશોને સુરક્ષિત સ્થાનો પર ખસેડવામાં આવ્યાં છે.
સરકારી ટેલિવિઝને કહ્યું કે વિસ્ફોટ ગુરુવારે જિઆંગસુ પ્રાંતના યાનચેંગ શહેરના ચેનજીગાંગ ઔદ્યોગિક પાર્કમાં થયો અને શુક્રવારે (સ્થાનિક સમય મુજબ સાંજે 7 કલાકે) આગ પર કાબુ મેળવી લેવાયો. ઘાયલોને 16 હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યાં. જેમની સંખ્યા લગભગ 640ની આસપાસ છે. જેમાંથી 32ની હાલત હજુ ગંભીર છે અને 58 અન્યને ગંભીર ઈજાઓ થઈ છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ તિયાંઝાઈ કેમિકલ કંપનીના સ્વામિતત્વવાળા પ્લાન્ટમાં લાગેલી આ આગ પાડોશના કારખાનામાં પણ ફેલાઈ ગઈ. વિસ્ફોટમાં નજીક આવેલા એક કિંડર ગાર્ડનના બાળકો પણ ઘાયલ થયાં.
સમાચાર એજન્સી સિન્હુઆના જણાવ્યાં મુજબ કેમિકલ ઈન્ડિસ્ટ્રિય પાર્કમાં સ્થિત એક ફેક્ટરીમાં આગ લાગ્યા બાદ ગુરુવારે લગભગ 2.48 વાગે વિસ્ફોટ થયો. ભયાનક વિસ્ફોટથી ઈમારત તૂટી પડતા મજૂરો ફસાઈ ગયાં. વિસ્ફોટથી આસપાસના રહેણાંક મકાનોની બારીઓના કાચ પણ તૂટી ગયાં. પ્રત્યક્ષદર્શીના જણાવ્યાં મુજબ અનેક મજૂરો વિસ્ફોટ બાદ લોહીથી લથપથ ફેક્ટરીમાંથી નીકળતા જોવા મળ્યાં.
લેટેસ્ટ ગુજરાતી ન્યૂઝ જોવા માટે જુઓ LIVE TV
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે