એક તરફ બાઇડેને શપથ લીધા, બીજી તરફ વિદેશ મંત્રી સહિત 28 અધિકારી પર ચીને લગાવ્યો પ્રતિબંધ
Trending Photos
બીજિંગ: જો બાઇડેનના શપથ લેવાના તાત્કાલિક બાદ જ ચીને મોટું પગલું ભર્યું છે. ચીને ડોનાલ્ડ ટ્ર્મ્પના રાષ્ટ્રપતિકાળમાં મહત્વપૂર્ણ પદો પર રહેલા 28 અધિકારીઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે.જેમાં સૌથી મહત્વપૂર્ણ નામ માઇક પોમ્પિયોનું છે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્ર્મ્પના રાષ્ટ્ર્પતિ કાર્યકાળમાં અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ સી. ઓ બ્રાયન પર પ્રતિબંધ લગાવી દીધો છે. ચીને ચીન-અમેરિકાના સંબંધો ખરાબ કરવા અને ચીનના આંતરિક કેસમાં દરમિયાન કરવાનો આરોપ લગાવતાં તેનાપર પ્રતિબંધોની જાહેરાત કરી છે.
આ 4 કિલોની ઝમ્બો થાળી સફાચટ્ટ કરી જશો તો ઇનામમાં મળશે Royal Enfield
ચીનના વિદેશ મંત્રાલયની જાહેરાત
રાષ્ટ્રની સંપ્રભુતાના ઉલ્લંઘનનો આરોપ લગાવતાં પોમ્પિયો તથા અન્ય 27 અધિકારીઓ પર પ્રતિબંધની જાહેરાત કરી છે. ત્યારબાદ આ તમામ 28 લોકો હવે ચીનની સીમામાં કોઇપણ પ્રકારની યાત્રા કરી શકશે નહી. ચીને જોઇ બાઇડેનના શપથ ગ્રહણ સમારોહ વખતે આ જાહેરાત કરી હતી. ચીને કહ્યું કે તમામ લોકો ચીન-અમેરિકાના સંબંધો ખરાબ કરવા માટે જવાબદાર હતા.
આ યાદીમાં માઇક પોમ્પિયો, રોબર્ટ સી. ઓબ્રાયન, પીટર નેવારો, ડેવિડ સ્ટિલવેલ, મૈથ્યૂ પોટિંગર, એલેસ અઝર, જીથ ક્રૈચ, કેલી ડીના ક્રાફ્ટની સાથે ઝ્હોન આર બોલ્ટન, સ્ટીફન બેનનનું નામ સામેલ છે. આ જાહેરાત બાદ તાત્કાલિક આ તમામ લોકોની સાથે તેમના પરિવારના સભ્યોને પણ ચીનની મુખ્ય ભૂમિ ઉપરાંત હોંગકોંગ, મકાઉમાં પણ પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા. એટલું જ નહી, યાદીમાં લોકો ચીન અથવા ચીનની કોઇ પણ કંપની સાથે વેપાર પણ કરી શકશે નહી.
ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં અમેરિકાએ કરી આવી કાર્યવાહી
ચીને ડોનાલ્ડ ટ્ર્મ્પાના અધિકારીઓ પર બેન લગાવ્યો, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પને લઇને કોઇપણ પગલું ભર્યું નહી. ચીનના આ પગલાંને ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ રહેતાં તે નિર્ણયોનો જવાબ ગણવામાં આવે છે, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે ચીનના ઘણા અધિકારીઓ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જેમાં જિનજિયાંગ પ્રાંતના ગર્વનર જેવા મોટા નામ સામેલ હતા.
ચીનના માઇક પોમ્પિયોને ગણાવ્યા- મહાવિનાશનું પૂતળું
ચીનના વિદેશ મંત્રાઅલ્યએ અમેરિકાના નિવર્તમાન વિદેશ મંત્રી માઇક પોમ્પિયોને બુધવારે 'મહાવિનાશનું પૂતળું' ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેમના દ્વારા ચીનના નરસંહાર અને માનવતાના વિરૂદ્ધ અપરાધના દોષી ગણાવવવા ફક્ત આ ફક્ત એક સામાન્ય બાબત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે