શ્રીલંકાના વિસ્ફોટોમાં 200 બાળકોએ ગુમાવ્યાં સ્વજન, કેટલાક તો એક માત્ર કમાનારા હતાં
શ્રીલંકામાં ઈસ્ટર રવિવારના રોજ થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોમાં લગભગ 200 બાળકોએ પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યાં છે. તેમાંથી કેટલાક તો પોતાના પરિવારમાં એકમાત્ર કમાનાર વ્યક્તિ હતાં.
Trending Photos
કોલંબો: શ્રીલંકામાં ઈસ્ટર રવિવારના રોજ થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોમાં લગભગ 200 બાળકોએ પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યાં છે. તેમાંથી કેટલાક તો પોતાના પરિવારમાં એકમાત્ર કમાનાર વ્યક્તિ હતાં.
શ્રીલંકા રેડ ક્રોસ સોસાયટી (એસએલઆરસીએસ)એ જણાવ્યું કે કેટલાક પરિવારોએ પોતાના ઘરના કમાનાર વ્યક્તિને જ ગુમાવી દીધો અને તેમની પાસે જીવન જીવવા માટે કદાચ પુરતા પૈસા પણ નથી.
દેશમાં ઈસ્ટરના અસરે 3 ચર્ચમાં અને 3 લક્ઝુરિયસ હોટલ સહિત અલગ અલગ સ્થળો પર 9 જેટલા બોમ્બ વિસ્ફોટોએ શ્રીલંકાને હચમચાવી દીધુ છે. આ વિસ્ફોટોમાં 250થી વધુ લોકોના મોત થયા હતાં. મૃતકોમાં 10 ભારતીય સહિત 40 વિદેશી સામેલ છે.
આતંકી સંગઠન આઈએસએ આ હુમલાની જવાબદારી લીધી છે. પરંતુ સરકારે સ્થાનિક ચરમપંથી સમૂહ નેશનલ તૌહીદ જમાત(એનટીજે)ને આ વિસ્ફોટો માટે દોષિત ઠેરવ્યું છે.
'કોલંબો ગેઝેટ'એ એસએલઆરસીએસના હવાલે કહ્યું કે વિસ્ફોટમાં ઘાયલ થવાના કારણે 75 પરિવારોની આજીવિકા પર ગંભીર અસર પડી છે. કારણ કે વિસ્ફોટમાં તેમના પરિવારનો કોઈને કોઈ સભ્ય તો ઘાયલ છે જ.
અહેવાલમાં કહેવાયું છે કે તેમાંથી કેટલાક લોકો તો ઈજાના કારણે કામ ઉપર જઈ શકતા નથા તો કેટલાક ઘાયલ તો કેટલાક શારીરિક રીતે અક્ષમ થઈ ગયા છે.
એસએલઆરસીએસએ કહ્યું કે ઘટનાથી સીધી રીતે પ્રભાવિત થયેલા લોકો, પ્રત્યક્ષદર્શીઓ અને પોતાના લોકોને ગુમાવનારા પરિવારોને મનોવૈજ્ઞાનિક પ્રાથમિક સારવાર (પીએફએ) આપવાની જરૂર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે